તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • AAP Unveils Second List Of Lok Sabha Election Candidates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકવાદનું રાજકારણ શરૂ, ચૂંટણી-ટિકિટ વાંચ્છુકોના 'આયારામ ગયારામ'નો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તકવાદનું રાજકારણ શરૂ
- લોકસભાની ચૂંટણી-ટિકિટ વાંચ્છુકોના 'આયારામ ગયારામ'નો પ્રારંભ
- કોંગ્રેસના જગદંબિકા પાલ ભાજપમાં જોડાય તેવી અટકળો


લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓએ પાર્ટીમાં અદલા-બદલી શરૂ કરી દીધી છે. ગુરુવારે જેડીયુએ પાંચ સાંસદોની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી હતી. શિવાનંદ તિવારીનો પણ તેમાં સમાવેશ થાય છે. તેઓ આરજેડી સાથે જોડાય તેવી ધારણા છે. બીજી તરફ, અત્યાર સુધી આરજેડીની સાથે રહેલા રામવિલાસ પાસવાન ભાજપ સાથે હાથ મિલાવવાની તૈયારીમાં છે.

ભાજપના સાંસદ રહેલા કરુણા શુક્લા કોંગ્રેસમાં જતા રહ્યાં છે. કરુણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભત્રીજી છે. આ દરમિયાન એવા સમાચાર છે કે કોંગ્રેસ સાંસદ જગંદબિકા પાલ ભાજપ સાથે જોડાઇ શકે છે. પાલને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે,'અત્યારે હું સંસદીય ક્ષેત્રમાં છું પરંતુ કોંગ્રેસથી દુ:ખી છું.'

એનસીપીએ લોકસભાના ૨૪ ઉમેદવાર જાહેર કર્યા

એનસીપીએ ગુરુવારે તેના લોકસભાના ૨૪ ઉમેદવારોની યાદી જાહેર કરી. તેમાંથી ૧૮ ઉમેદવાર મહારાષ્ટ્રના અને છ અન્ય રાજ્યોના છે. યાદીમાં કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલનો સમાવેશ થાય છે. તેઓ ભંડારા-ગોંદિયા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે છગન ભુજબળ નાસિકમાંથી ઉમેદવારી કરશે. તેમને તેમના ભત્રીજા સમીરને સ્થાને ટિકિટ આપવામાં આવી છે. શરદ પવાર રાજ્યસભામાં જતાં ખાલી પડેલી મઢા સીટ પરથી પૂર્વ નાયબ મુખ્ય મંત્રી વિજયસિંહ મોહિ‌તે પાટીલને ટિકિટ આપવામાં આવી છે.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો