સેલિબ્રિટિઝથી ઓછી નથી આ નેતાની સ્ટાઈલ, રહે છે સતત લાઈમ લાઈટમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી (આપ)માં જોડાનારી અલકા લાંબા ઘણીવાર વિવાદોમાં રહે છે. આ વખતે તે ગોપાલ રાય પર આપેલા નિવેદનને કારણે વિવાદોમાં ફસાઈ હતી, આ નિવેદન બાદ આપે અલકાને 2 મહિના માટે પ્રવક્તા પદેથી હટાવી દીધી છે.
શું કહ્યું હતું અલકા લાંબાએ ?

- અલકાએ કહ્યું હતું કે, પ્રિમિયમ બસ સર્વિસ સ્કિમ મામલે સ્વતંત્ર તપાસ માટે કેજરીવાલે ગોપાલરાયને હટાવી દીધા છે.
- જ્યારે ગોપાલ રાય અને આમ આદમી પાર્ટીએ આ મામલે ખરાબ સ્વાસ્થ્યને રાજીનામાનું કારણ ગણાવ્યું હતું.
- સ્પોકપર્સન પદેથી હટાવવા મામલે લાંબાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.
- જોકે અમુક ટ્વિટ થકી તેમણે સંદેશ આપ્યો કે, જે થયું એ સારા માટે જ થયું છે.
કોંગ્રેસ છોડી આપમાં જોડાઈ હતી અલકા લાંબા
- અલકાએ રાજકીય કરિયરનો પ્રારંભ 1994માં એક વિદ્યાર્થી નેતા તરીકે દિલ્હી યુનિ.થી કર્યો હતો.
- NSUIમાં જોડાયા બાદ દિલ્હી સ્ટેટ ગર્લની કન્વીનરની જવાબદારી સંભાળી. તે પછી દિલ્હી યુનિ.માં સ્ટુડેન્ટ યુનિયનના પ્રેસિડેન્ટના ઈલેક્શનમાં ભાગ લીધો અને વિજય મેળવ્યો.
- 1997માં NSUI પ્રેસિડેન્ટ બની, જે પછી તે કોંગ્રેસમાં ઘણા મહત્વના પદો પર રહી.
- 2002માં અલકા સક્રિય રાજકરણમાં આવતા અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની જનરલ સેક્રેટરી બની.
- 2003માં કોંગ્રેસની ટિકિટ પર અલકાએ દિલ્હીના મોતી નગરથી ભાજપના નેતા મદનલાલ ખુરાના સામે ચૂંટણી લડી.
- 2006માં અલકા ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની મેમ્બર બની,
- 2013માં અલકા કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને ધારાસભ્ય બની.
અલકા છે સ્ટાઈલિશ નેતા

- અલકા એક સ્ટાઈલિશ નેતા છે અને સારી વક્તા પણ છે. જોકે તેની સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા છે.
- અલકાએ કોલેજકાળમાં ઘણા સ્ટેજ શોમાં ભાગ લીધો હતો અને વિજેતા રહી હતી. અલકાને કોલેજકાળથી જ લાઈમ લાઈટમાં રહેવાનો શોખ હતો.
- ગુવાહાટીમાં રેપ પીડિતાની ઓળખ જાહેર કરવી અને પતિ સાથેના મતભેદોને કારણે પણ તે વિવાદોમાં રહી હતી.
- તે ઓપી શર્મા અને પૂર્વ આપ નેતા વિનોદ કુમાર બિન્નીને કારણે પણ વિવાદોમાં રહી હતી.
- કોંગ્રેસમાં હતી ત્યારે અલકા લાંબા રાહુલ ગાંધીના નજીકના નેતાઓમાંની એક હતી. તેમણે સચિનની ફેરવેલ ટેસ્ટમાં રાહુલના પહોંચવાને અનલકી ગણાવવા બદલ મીડિયા સમક્ષ કોંગ્રેસ ઉપાધ્યક્ષનો બચાવ કર્યો હતો.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ અલકા લાંબાની વધુ તસવીરો.)
અન્ય સમાચારો પણ છે...