કેજરીવાલની 'આપ પાર્ટી’ને ૧૯ કરોડનું ચૂંટણી ભંડોળ મળ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભંડોળ ક્યાંથી આવ્યું? શીલા દીક્ષિતે પૂછ્યું
- શીલા સરકાર પર જુઠ્ઠા વાયદાનો ભાજપનો આરોપ


દિલ્હીમાં ત્રિકોણીય જંગ રસપ્રદ થતો જાય છે. અરવિંદ કેજરીવાલની 'આમ આદમી’ પાર્ટીને ૧૯ કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ મળ્યું છે. જેની સામે દિલ્હીનાં મુખ્યંમત્રી શીલા દીક્ષિતે પ્રશ્ન ઊભો કર્યો છે. તો ભાજપે શીલા દીક્ષિતની સરકાર સામે વાયદા પૂરા નહીં કરવાનો આરોપ મૂક્યો છે.

દીક્ષિતના પ્રશ્ન પછી આપે પોતાના દાતાઓની યાદી જારી કરી છે. સાથે કોંગ્રેસ અને ભાજપ બંનેને પડકાર ફેંક્યો છે કે તેઓ પણ પોતાના દાતાઓની યાદી બહાર પાડે. અગાઉ દીક્ષિતે જણાવ્યું કે 'આપ પાસે પૈસા ક્યાંથી આવ્યા? આપ મને જુઠ્ઠા કહી શકો છે કે હું આપને એક ચોર કહી શકું. પરંતુ પુરાવા ક્યાં છે કે હું જુઠ્ઠી છું? કોઇના પર આંગળી ચીંધવાથી તે ભ્રષ્ટ નથી થઇ જતો. બધા જ કાચના ઘરમાં રહે છે.

જવાબમાં આપના મંત્રી પંકજ ગુપ્તાએ જણાવ્યું કે તેમને ૬૩ હજાર વ્યક્તિઓ તરફથી ૧૯ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ મળ્યું છે. તેમાં ૧૦ રૂપિયાથી લઇ લાખોનો સમાવેશ થાય છે.પાર્ટીને ૧૩.૧૮ કરોડ ભારતમાંથી અને બાકીની રકમ વિદેશમાંથી મળી છે.

બીજી બાજુ ભાજપના દિલ્હી એકમના વડા વિજય ગોયલે જણાવ્યું કે કોંગ્રેસે છેલ્લા ૧પ વર્ષોમાં ત્રણ ચૂંટણી ઢંઢેરા બહાર પાડયા. જે માત્ર જુઠ્ઠા પુરવાર થયા છે.