તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AAP MPએ પોસ્ટ કર્યો સંસદનો વીડિયો, કહ્યું- નોટિસ મળી તો કરીશ ફરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ સંસદની પ્રક્રિયાનો વીડિયો ફેસબુક પર પોસ્ટ કરનારા આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનની મુશ્કેલીમાં વધારો થયો છે. માન સામે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ફેસબુક પર વીડિયો પોસ્ટ કરવા મુદ્દે શુક્રવારે સંસદમાં પણ ભારે હોબાળો થયો હતો. ગૃહમાં હોબાળો એટલો વધી ગયો હતો કે કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવી પડી. જો કે, માને વિના શરતે માફી માંગી લીધી છે. તેમણે કહ્યું હતું કે, તેનાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે.

સ્પીકર સુમિત્રા મહાજન સાથે કરી બેઠક

- આપ સાંસદ ભગવંત માન વિરુદ્ધ ભાજપ સાંસદ કિરીટ સૌમૈયા, મહેશ ગિરી અને પ્રેમ સિંહ ચંદૂમાઝરાએ લોકસભામાં વિશેષાધિકાર પ્રસ્તાવની નોટિસ આપી છે.
- લોકસભામાં ભગવંત માન પર સંસદની સુરક્ષા સાથે ચેડાં કર્યાનો આરોપ લાગ્યો છે.
- જોકે વીડિયોમાં સંભળાઈ રહ્યું છે કે, માનને સુરક્ષાકર્મીઓએ વીડિયો લેતા અટકાવ્યા પણ હતા પરંતુ માન કોઈની વાત માન્યા ન્હોતા.
- ભગવંત માને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સાથે બેઠક કરી હતી.
- બેઠક બાદ વિના શરતે માને માફી માંગી લીધી હતી. માને કહ્યું હતું કે, તેનાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે.
- વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગૃહમાં તેમને બોલવા ન દીધા એટલા માટે તેઓએ માફીની ચિઠ્ઠી સ્પીકરને આપી દીધી છે.
દારૂ પીને ગૃહમાં આવવાની વાત પણ સામે આવી છે: સુમિત્રા મહાજન

- લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે, 'માને જે વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો તેને લઈને સુરક્ષા માટે જોખમી હતો.'
- '13 લોકો સાંસદ હુમલામાં તેમના જીવ ગુમાવ્યા છે. તે બહુ ગંભીર મામલો છે.'
- 'હું તમામ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી રહી છું. ગૃહમાં આમ થયું હોત તો નિર્ણય લઈ લેત પરંતુ આ બહાર થયું છે.'
- 'અમે કાર્યવાહી જરૂર કરીશું. ઘણા સભ્યોએ તેમના વિચારો પણ રજૂ કર્યા છે. સમિતિ પણ બની શકે છે.'
- માનની માફી માંગવાની વાત પર તેઓએ કહ્યું કે, 'સવાલ માફી માંગવાનો નથી. માફીથી કંઈ નહીં થાય. આ સાંસદની સુરક્ષાનો સવાલ છે.'
- 'સંસદને આતંકવાદીઓથી ખતરો છે. તેમને કહ્યું કે, દારૂ પીને ગૃહમાં આવવાની વાત પણ સામે આવી છે.'
- 'આ બધી વાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.'
ઘરથી સંસદ ભવન સુધીનો વીડિયો પોસ્ટ કર્યો
- આપ સાંસદ ભગવંત માને મોબાઈલ ફોનના કેમેરાથી તેમના ઘરેથી સંસદ ભવનની અંદર સુધીનો લાઈવ વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.
- તમામ પક્ષના સાંસદોનું કહેવું હતું કે, માને સંસદની સુરક્ષા સાથે ચેડાં કર્યા છે.
- વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, માન કેવી રીતે મેઈન ગેટથી દાખલ થાય છે અને પછી સંસદ પહોંચે છે. સંસદમાં જ્યાં-જ્યાં ભગવંત જાય થાય છે. તેની કોમેન્ટરી પણ કરી છે.
- વીડિયોમાં એ પણ સંભળાઈ રહ્યું છે કે, માન સિંહને સુરક્ષા અધિકારીઓએ વીડિયો લેતા અટકાવ્યા પણ હતા પરંતુ માન કોઈ વાત માન્યા ન્હોતા.
શેર કરવામાં આવેલા વીડિયોમાં શું છે?

- ફેસબુક પર લાઈવ શેર કરવામાં આવેલા આ વીડિયોમાં માને તેના ઘરેથી કારમાં સંસદ પહોંચ્યા તે દરમિયાન સિક્યુરિટી ચેક પોઈન્ટથી લઈને સંસદમાં પ્રશ્નકાળ કેવી રીતે થાય છે તેની સંપૂર્ણ માહિતી આપી છે.
- 11 મિનિટ 52 સેકન્ડનાં આ વીડિયોમાં માન પોતે તમામ જગ્યા વિશે જણાવતા વોઈસ ઓવર આપતા જોવા મળે છે.
- ગાડી કેવી રીતે આવે છે અને સેન્સરથી કેવી રીતે ગેટ ખુલે છે, સહિતની માહિતી તેમાં આપી છે.
- બાદમાં કેવી રીતે લોટરી સિસ્ટમથી સવાલ પૂછવામાં આવે છે, તે જણાવે છે.
તેમાં શું ખોટું છે? ફરી વીડિયો પોસ્ટ કરીશઃ આપ સાંસદ

- પંજાબથી આપના સાંસદ ભગવંતના આ વીડિયો પર થયેલા વિવાદ થયા બાદ પણ તેને ખોટું હોવાનો અસ્વીકાર કર્યો હતો.
- તેમણે કહ્યું હતું કે, 'તેમાં કોઈ ભૂલ નથી. શું આમ કરવાથી સંસદની સુરક્ષા જોખમમાં આવી ગઈ છે? શું આ ગેરકાયદે છે?'
- વીડિયોમાં એ જણાવવામાં આવ્યું છે કે, સંસદના પ્રશ્નકાળમાં કેવા સવાલો કરવામાં આવે છે.
- આ વીડિયો વિરુદ્ધ કાર્યવાહી થવાને લઈને પૂછવામાં આવેલા સવાલ પર માને કહ્યું હતું કે, 'હું કાલે ફરી વીડિયો પોસ્ટ કરીશ.મળવા દો નોટિસ'
- લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ માંગ્યો હતો. જરૂર પડશે તો માનને બોલાવવામાં પણ આવશે.
બીજેપીએ કહ્યુંઃ સંસદ પર થઈ ચૂક્યો છે હુમલો, આપ સાંસદને હોવી જોઈએ આટલી સમજણ

- બીજેપી સાંસદ આરકે સિંહે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'માનને સમજણ હોવી જોઈએ. સંસદ પર હુમલો થઈ ચૂક્યો છે. છત્તાં તેઓ આ પ્રકારની ગુપ્ત માહિતી શેર કરી રહ્યા છે.'
- મીનાક્ષી લેખીએ સવાલ ઉઠાવ્યો હતો કે, 'આવી હરકત જાણીજોઈને કોઈ એજન્સીના ઈશારે તો પોસ્ટ નથી કરવામાં આવ્યોને?તેની તપાસ કરવાની જરૂર છે.'
- બીજેપી સાંસદોએ માગણી કરી હતી કે, માન પર એક્શન લેવામાં આવે. આ વીડિયોને તાત્કાલિક ફેસબુક પરથી હટાવવામાં આવે.
- શિરોમણી અકાલી દળના જનરલ સેક્રેટરી પ્રેમસિંહ ચંદૂમાજરાએ તેને સંસદની સુરક્ષા માટે ખતરનાક ગણાવ્યો હતો. કહ્યું કે, સ્પીકર અને હોમ મિનિસ્ટરની સામે આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
- શિરોમણિ અકાલી દળે આ મુદ્દે સંસદના વિશેષાધિકાર ભંગની નોટિસ પણ કાઢી હતી.
પ્રતિક્રિયા
- સંસદની સુરક્ષા સાથે ચેડાં ન કરવા જોઈએ, આવા વીડિયો વાયરલ ન કરવા જોઈએ. સંસદની સંવેદનશીલ જગ્યાનો વીડિયો ગ્રાફ સંસદીય નિયમો અને સંસદની વિરુદ્ધ છે. સમય છે જ્યારે આતંકવાદીઓ હુમલો કરવા માટે તકની રાહ જોઈ રહ્યું છે, ત્યારે આ પ્રકારની સંવદેનશીલ જાણકારી બહાર આપવી જોખમી છે. મુખ્તાર અબ્બાસ નક્વી, રાજ્યકક્ષાના સંસદીય બાબતોના પ્રધાન, કેન્દ્ર સરકાર
- માને આતંકવાદી સંગઠનોને મદદ કરવાનું કામ કર્યું છે. તેના કારણે દેશની સુરક્ષા જોખમમાંં મૂકાઈ છે. તેઓ સાંસદ બનવાને લાયક નથી.: તરૂણ ચગ, સાંસદ, ભાજપ
- લોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આ સુરક્ષાનો મામલો છે. આ મામલે ગૃહ એક છે. તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો