તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોએ ત્રણ કલાક સુધી 'આપ'ના ધારાસભ્યને ગોંધી રાખ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વચનો પૂર્ણ કરવાનો સમય આવ્યો ત્યારે નાસી છૂટ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ
નવીદિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજેશ ગર્ગને જનતાએ ગોંધી રાખ્યા હતા. રાજેશ ગર્ગ દિલ્હીની રોહિણી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્યો છે. લોકોનો આરોપ છે કે, ગર્ગે લોકોને આપેલા વચનો પૂર્ણ નથી કર્યાં.
સ્થાનિકોના કહેવા પ્રમાણે, આમ આદમી પાર્ટીએ ચૂંટણીઓ પૂર્વે લોકોને લાંબા-લાંબા વચનો આપ્યા હતા. જ્યારે વચનો નિભાવવાનો સમય આવ્યો, ત્યારે તેમણે રાજીનામું ધરી દીધું. રસ્તાઓની બિસ્માર હાલત અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે લોકો નારાજ છે.
રોહિણી વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે, અહીં છાશવારે સીવર જામ થઈ જવાની સમસ્યા ઊભી થાય છે. આ અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી છે. છતાં જળ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રસ્તાઓની હાલત એટલી હદે ખરાબ છે કે, અનેક વખત મહિલાઓ પડી જાય છે અને તેમને ઈજા પહોંચે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો