તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાર્ટી નેતાઓ પર મહિલા શોષણનો આરોપ લગાડનાર AAP MLA સહરાવત સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીમાં વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાર્ટીએ તેમના  ધારાસભ્ય દેવિંદર સહરાવતને સસ્પેન્ડ કરી દીધા છે. સહરાવતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે પંજાબના નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે, \'તે ટિકિટ માટે મહિલાઓનું શોષણ કરી રહ્યા છે.\' આ અગાઉ દિલ્હીના પૂર્વ કાયદા મંત્રી સોમનાથ પર એમ્સના સુરક્ષા ગાર્ડ સાથે મારામારી બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જ્યારે ધારાસભ્ય અમાનતુલ્લા પર છેડતીનો આરોપ લાગ્યો હતો. 
 
આપની ડિસિપ્લિનરી કમિટીએ લીધો નિર્ણય...

- સહરાવતને સસ્પેન્ડ કરવાનો નિર્ણય આપની દિલ્હી યુનિટની ડિસિપ્લિનરી કમિટીએ લીધો છે.
- આ નિર્ણય પર મહોર મંગળવારે કેજરીવાલ પાછા આવ્યા બાદ લાગવી શકે છે. તે પંજાબના 4 દિવસના પ્રવાસ પર ગયા છે.
- આપના કન્વીનયર દિલીપ પાંડે પ્રમાણે, \'સહરાવતને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.\'
 
સહરાવતે કરી ટ્વીટ

- સહરાવતને તેના સસ્પેન્શનની જાણ થયા બાદ ટ્વીટ કર્યું કે, \'પંજાબમાં નેતાઓની મહિલાઓ સાથે જાતીય સતામણીના સમાચાર સતત આવી રહ્યા છે. જ્યારે રિંગ માસ્ટર કેજરીવાલ આવા ભ્રષ્ટ નેતાઓનો માત્ર સપોર્ટ નથી કરી, પરંતુ તેમના જેવા અન્ય લોકોને જોડી પણ રહ્યા છે.\'
- સહરાવતે એક અન્ય ટ્વીટ કરી, \'જો તમારામાં હિંમત હોય તો બહાર કાઢીને જુઓ. જો તમે 67 ધારાસભ્યો સામે પરફોર્મ નથી કરી શકતા તો સરકારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તમારે બહાર જ રહેવું જોઈએ.\'
 
સંદીપ કુમારની સેક્સ સીડી કાંડ બાદ સહરાવતે લખ્યો હતો પત્ર

- કેજરીવાલને લખેલા પત્રમાં સહરાવત કહ્યું હતું કે, \'મને ઘણી જગ્યાએથી જાણકારી મળી રહી છે કે પંજાબમાં મહિલાઓને ટિકિટ આપવાના બદલે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. હું વાસ્તવિકતા જાણવા માટે ચંદીગઢમાં લોકોને મળી રહ્યો છું. એવું જ દિલ્હીમાં દિલીપ પાંડે કરી રહ્યા છે.\'
- \'જો કોઈ ટિકિટના બદલે મહિલાનું શોષણ કરે છે તો તેનાથી ખોટું બીજુ શું હોઈ શકે. જો લીડરશિપ તેને લઈને કોઈ નિર્ણય નથી લેતી તો એ પણ ખોટું છે. દેશ અને પાર્ટીમાં માત્ર 4 લોકોની સત્તાનો સ્વીકાર ન કરી શકાય.\'
- \'હું કેજરીવાલને અપીલ કરુ છું કે, આ મામલે તેમની દ્રષ્ટિ સ્વચ્છ રાખે. જો કોઈ આ પ્રકારની એક્ટિવિટી કરે છે તો તેને પાર્ટીમાંથી કાઢવામાં આવે.\'
 
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર ક્યારે-ક્યારે થઈ કાર્યવાહી?

- જીતેન્દ્ર સિંહ તોમરઃ નકલી ડિગ્રી કેસમાં જૂન 2015માં ધરપકડ થઈ.
- મનોજ કુમારઃ છતરપીંડીના કેસમાં જુલાઈ 2015માં ધરપકડ થઈ.
- સુરિંદર સિંહઃ મારામારીના કેસમાં ઓગસ્ટ 2015માં ધરપકડ થઈ.
- સોમનાથ ભારતીઃ ઘરેલૂ હિંસાના કેસમાં સપ્ટેમ્બર 2015માં ધરપકડ થઈ.
- અખિલેશ ત્રિપાઠીઃ 2013માં રમખાણો કરાવવાના આરોપમાં નવેમ્બર 2015માં ધરપકડ થઈ.
- મહેન્દ્ર યાદવઃ રમખાણો કરાવવાના કેસમાં જાન્યુઆરી 2016માં ધરપકડ થઈ.
- જગદીપ સિંહઃ મારામારીના આરોપમાં મે 2016માં ધરપકડ થઈ.
- દિનેશ મોહનિયાઃ વૃદ્ધ સાથે મારામારી મામલે જૂન 2016માં પોલીસ તેમને પત્રકાર પરિષદમાંથી ઉઠાવી ગઈ હતી.
- અમાનતુલ્લા ખાનઃ મહિલાને ધમકાવવાના મામલે જુલાઈ 2016માં ધરપકડ થઈ.
- નરેશ યાદવઃ પંજાબમાં ધાર્મિક ગ્રંથના અપમાનના આરોપમાં ધરપકડ.
- સંદીપ કુમારઃ કથિત સેક્સ સીડી સ્કેન્ડલ મામલે 3 સપ્ટેમ્બરના રોજ ધરપકડ થઈ.
 
આમ આદમી પાર્ટીની સરકાર તરફથી સંસદીય સચિવ બનાવવામાં આવેલા 21 નેતાઓની ધારાસભ્ય લાભના પદના કારણે મુશ્કેલીમાં છે. દિલ્હી હાઈકોર્ટે તેમની નિમણૂકોને રદ કરી દીધી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો