તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપ MLA પર સાળાની પત્નીએ લગાવ્યો છેડતીનો આરોપ, આપ્યું રાજીનામું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઓખલાથી આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ દિલ્હી વકફ બોર્ડના ચેરમેન પણ હતા. સીએમને લખેલા પત્રમાં ખાને જણાવ્યું કે,‘મને અને મારા પરિવારને ફસાવવામાં આવી રહ્યો છે. હું પ્રજાના સવાલોનો જવાબ આપીને થાકી ગયો છું.’ બીજી તરફ ખાનના સાળાની પત્નીએ તેમની વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરતા પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.
કેજરીવાલને મોકલ્યું રાજીનામું

- અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં ખાનએ જણાવ્યું કે,‘જ્યારથી ધારાસભ્ય બન્યો છું ત્યારથી ઘણી મહેનત સાથે કામ કર્યું છે. જુની સરકારોના કૌભાંડોને વકફ બોર્ડના ચેરમેન બની જાહેર કર્યા. જોકે અમુક લોકોને મારી ઈમાનદારી પસંદ ન આવી.’
- ખાને લખ્યું કે,‘મને અને મારા પરિવારને એક પછી એક આરોપ લગાવી ફસાવવામાં આવી રહ્યાં છે. જેના ખુલાસા આપતાં-આપતાં થાકી ગયો છું. તેથી સરકારે આપેલી તમામ જવાબદારી અને પદો પરથી રાજીનામું આપું છું.’
વિવાદોમાં રહ્યાં છે અમાનતુલ્લા

- તાજેતરમાં એસીબીએ દિલ્હી વકફ બોર્ડની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અમાનતુલ્લા વિરુદ્ધ ભરતી કૌભાંડના આરોપને કારણે થઈ હતી.
- એસીબીના અધિકારીઓએ ભરતી કૌભાંડની ફાઈલો ચકાસી હતી.
- આ અગાઉ જુલાઈમાં એક મહિલાને ધમકી આપવાના આરોપમાં ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
ઈન્ટરવ્યૂઃ ખાને કહ્યું- મહિલાઓ સાથે વાત કરતા લાગે છે ડર
તમે રાજીનામું કેમ આપ્યું ?
ખાન- અમે તો કરપ્શન વિરુદ્ધ લડવા આવ્યા હતા, જોકે અમારા પર મહિલાઓના શોષણનો આરોપ લાગી રહ્યો છે. હવે મહિલાઓ સાથે વાત કરવામાં ડર લાગે છે. કોઈ મહિલા મળવા બોલાવે તો પણ તેને લોકોની વચ્ચે મળું છું.
તમારી વિરુદ્ધ ફરી ફરિયાદ થઈ ?
ખાન- હા, આજ કારણોસર રાજીનામું આપ્યું. મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે.
કયા પદો પરથી રાજીનામું આપ્યું ?
ખાન-
મે તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે.
આગળ શું કરશો ?
ખાન-
હવે આ મામલે પક્ષ જ નિર્ણય કરશે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર આમ થઈ કાર્યવાહીઓ...

1. જીતેન્દ્ર સિંહ તોમરઃ નકલી ડિગ્રી મામલે જૂન 2015માં ધરપકડ થઈ.
2. મનોજ કુમારઃ છેતરપિંડી મામલે જુલાઈ 2015માં ધરપકડ થઈ.
3. સુરિંદર સિંહઃ મારમારીના કેસમાં ઓગસ્ટ 2015માં ધરપકડ થઈ.
4. સોમનાથ ભારતીઃ ઘરેલુ હિંસા મામલે સપ્ટેમ્બર 2015માં ધરપકડ થઈ.
5. અખિલેશ ત્રિપાઠીઃ 2013માં રમખાણો કરાવવાના આરોપમાં નવેમ્બર 2015માં ધરપકડ થઈ.
6. મહેન્દ્ર યાદવઃ રમખાણો કરાવવાના આરોપમાં જાન્યુઆરી 2016માં ધરપકડ થઈ.
7. જગદીપ સિંહઃ મારામારીના આરોપમાં મે 2016માં ધરપકડ થઈ.
8. દિનેશ મોહનિયાઃ વડીલને માર મારવાના આરોપમાં જૂન 2016માં ધરપકડ થઈ.
9. અમાનતુલ્લા ખાનઃ મહિલાને ધમકી આપવાના આરોપમાં જુલાઈ 2016માં ધરપકડ થઈ.
10.નરેશ યાદવઃ પંજાબમાં ધાર્મિક ગ્રંથના અપમાનના આરોપમાં ધરપકડ થઈ.
11. સંદીપ કુમારઃ કથિત સેક્સ CD મામલે સપ્ટેમ્બર 2016ના ધરપકડ થઈ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો