તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Aam Aadmi Party MLA Amanatullah Khan Resigns From All Posts Due To Accused Of Molestation.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AAP નેતા અમાનતુલ્લા પર સાળાની પત્નીએ લગાવ્યો છેડતીનો આરોપ, રાજીનામું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જાતીય શોષણના આરોપમાં ઘેરાયેલા આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ થઈ સકે છે. કેસ દાખલ કરાવનાર ખાનના સાળાની પત્નીએ પોલીસને એક પેન ડ્રાઈવ આપી છે. મહિલાએ દાવો કર્યો છે કે, તેની પાસે અમાનતુલ્લાનું રેકોર્ડિંગ છે. શનિવારે ઓખલાથી આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાને પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે દિલ્હી વકફ બોર્ડના ચેરમેન પણ હતા.
કેજરીવાલને પત્ર લખીને આપ્યું રાજીનામું...
- મીડિયા અહેવાલો પ્રમાણે, રવિવારે બપોરે નિવેદન દાખલ કરાવવા માટે મહિલા સાકેટ કોર્ટ પહોંચી છે.
- દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં ખાને કહ્યું કે, 'જ્યારેથી હું દિલ્હી વિધાનસભામાં એક ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું ત્યારથી ઘણી મહેનતથી કામ કર્યું છે.'
- તેમણે લખ્યું કે, 'વકફ બોર્ડના ચેરમેન બન્યા બાદ મેં જૂની સરકારોનાં ઘણા ગોટાળા ખુલ્લા પાડ્યા પરંતુ અમુક લોકોને મારી ઈમાનદારી અને લોકો પ્રત્યેનો સેવા ભાવ પસંદ નથી આવી રહ્યો.'
- ખાને લેટરમાં કહ્યું કે, 'મારા અને મારા પરિવારપર વિવિધ પ્રકારના આરોપો લગાવીને મને ફસાવવામાં આવી રહ્યો છે. હું જનતાને ખુલાસા આપી આપીને થાકી ગયો છું અને હવે મારી ધીરજનો બંધ તૂટી ગયો છે.'
- 'સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ જવાબદારીમાંથી મુક્ત થવા માંગુ છું, એટલા માટે હું તમામ પદેથી રાજીનામું આપું છું.'
- જો કે, પત્રકાર પરિષદમાં જ્યારે અમાનતુલ્લા ખાનને પૂછવામાં આવ્યું કે, શું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે તો તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.
વિવાદોમાં રહ્યા છે અમાનતુલ્લા

- છેલ્લાં ઘણા દિવસોમાં એન્ટી કરપ્શન બ્યૂરો(એસીબી)એ દિલ્હી વકફ બોર્ડની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી અમાનતુલ્લા વિરુદ્ધ કથિત ભરતી ગોટાળાને લઈને કરવામાં આવી હતી.
- આ દરમિયાન એસીબીના અધિકારીઓએ ખાન વિરુદ્ધ ભરતી અનિયમિતતાની ફરિયાદ સંબંધિત દસ્તાવેજો અને ફાઈલોની તપાસ કરી હતી.
- આ પહેલાં જુલાઈમાં ખાનની એક મહિલાને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરી હતી.
ખાને કહ્યું- મહિલાઓ સાથે વાત કરવામાં ડર લાગે છે

- જ્યારે ભાસ્કર સાથે ખાને તેમના પર લાગેલા આરોપો વિશે પૂછ્યું તો તેઓએ કહ્યું કે, અમે તો કરપ્શનને લડત આપવા માટે આવ્યા હતા, પરંતુ સતત અમારા પર મહિલાઓનાં શોષણનો આરોપ લાગી રહ્યા છે. મને મહિલાઓ સાથે વાત કરવામાં અને તેમને મળવાનો પણ ડર લાગવા લાગ્યો છે. હવે તો મહિલા જો મળવા બોલાવે છે તો પણ હું તેમને લોકો વચ્ચે જ મળું છું.
- આ સવાલ પર આગળ શું કરીશું, ખાને કહ્યું કે, હવે આ પાર્ટીને જોવાનું છે કે તે શું નિર્ણય કરે છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર ક્યારે-ક્યારે થઈ કાર્યવાહી?

- જીતેન્દ્ર સિંહ તોમરઃ નકલી ડિગ્રી કેસમાં જૂન 2015માં ધરપકડ થઈ.
- મનોજ કુમારઃ છતરપીંડીના કેસમાં જુલાઈ 2015માં ધરપકડ થઈ.
- સુરિંદર સિંહઃ મારામારીના કેસમાં ઓગસ્ટ 2015માં ધરપકડ થઈ.
- સોમનાથ ભારતીઃ ઘરેલૂ હિંસાના કેસમાં સપ્ટેમ્બર 2015માં ધરપકડ થઈ.
- અખિલેશ ત્રિપાઠીઃ 2013માં રમખાણો કરાવવાના આરોપમાં નવેમ્બર 2015માં ધરપકડ થઈ.
- મહેન્દ્ર યાદવઃ રમખાણો કરાવવાના કેસમાં જાન્યુઆરી 2016માં ધરપકડ થઈ.
- જગદીપ સિંહઃ મારામારીના આરોપમાં મે 2016માં ધરપકડ થઈ.
- દિનેશ મોહનિયાઃ વૃદ્ધ સાથે મારામારી મામલે જૂન 2016માં પોલીસ તેમને પત્રકાર પરિષદમાંથી ઉઠાવી ગઈ હતી.
- અમાનતુલ્લા ખાનઃ મહિલાને ધમકાવવાના મામલે જુલાઈ 2016માં ધરપકડ થઈ.
- નરેશ યાદવઃ પંજાબમાં ધાર્મિક ગ્રંથના અપમાનના આરોપમાં ધરપકડ.
- સંદીપ કુમારઃ કથિત સેક્સ સીડી સ્કેન્ડલ મામલે 3 સપ્ટેમ્બરના રોજ ધરપકડ થઈ.
આમ આદમી પાર્ટીની સરકાર તરફથી સંસદીય સચિવ બનાવવામાં આવેલા 21 નેતાઓની ધારાસભ્ય લાભના પદના કારણે મુશ્કેલીમાં છે. દિલ્હી હાઈકોર્ટે તેમની નિમણૂકોને રદ કરી દીધી છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, કેજરીવાલને લખેલો લેટર, આપ્યું રાજીનામું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો