તાંત્રિક દાદીએ પૌત્ર-પૌત્રીની કરંટ લગાવીને આપી બલિ, કહ્યું- હવે જીવતા કરીશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભટિંડા: અહીંના કોટફત્તામાં એક મહિલાએ તેના દીકરા સાથે પૌત્ર અને પૌત્રીની બલિ ચડાવી દીધી. મહિલાએ દાવો કર્યો કે તેને સિદ્ધિ પ્રાપ્ત થઇ છે અને તે બાળકોને જીવતાં કરી શકે છે. આ માટે તેણે પોતાના જ ઘરના બાળકોને પસંદ કર્યાં. તેમને કરંટ લગાવ્યો. જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે ટ્યૂબલાઇટ બલ્બ તોડ્યા અને બાળકોના મોંઢામાં કાચ પણ નાખ્યા, પરંતુ, ત્યાં સુધી તો બહુ મોડું થઇ ગયું હતું. બાળકોની મા વિરોધ કરતી રહી, પરંતુ, તેને મારીને રૂમમાં બંધ કરી દીધી. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી લીધી છે.
 
જેમ મા કહેતી ગઇ તેવી રીતે દીકરો તેના બાળકોને મારતો રહ્યો
 
- કોટફત્તાના નિર્મલ કૌર અને તેનો દીકરો કુલવિંદર સિંહ બંને તાંત્રિક છે અને લોકોનું કહેવું છે કે અનેક તાંત્રિકો તેમના ઘરે જતા-આવતા હોય છે. મહિલા પોતાની જાતને શક્તિનો અવતાર માને છે ને બંને જણા તંત્રવિદ્યાના નામે લોકોને બેવકૂફ બનાવે છે.
- મંગળવાર રાતે નિર્મલ કૌરે (55) સિદ્ધિ પ્રાપ્ત કરવાનું જાહેર કર્યું અને આ માટે પોતાના બાળકોની બલિ આપવાનું પ્લાનિંગ કર્યું. દીકરા સાથે મળીને આ માટે તેણે પૌત્ર-પૌત્રીને પસંદ કર્યા ને પછી સૌને ભરોસો આપ્યો કે પછીથી બાળકોને જીવતા કરી દેશે.
- બાળકોની માએ વિરોધ શરૂ કર્યો પરંતુ તેના પતિએ તેનું સાંભળ્યું નહી અને તેને મારીને એક રૂમમાં બંધ કરી દીધી.
 
બાળકોની મા રૂમમાં ચિત્કારતી રહી, પરંતુ તેની ચીસો કોઇએ ન સાંભળી
 
- કુલવિંદરે પોતાના પ વર્ષના દીકરા રણજોધ અને 3 વર્ષની દીકરી અનામિકાને મા સામે જમીન પર સુવડાવ્યા. પછી મંત્રોના જાપ સાથે બંને બાળકોને બેરહેમીથી થપ્પડ અને લાતો મારવાનું શરૂ કરી દીધું.
- બાળકોની મા રૂમમાં ચીસો પાડતી રહી પણ તેની ચીસો કોઇએ ન સાંભળી. સતત માર ખાવાને કારણે બેઉ બાળકો બેભાન થઇ ગયા. પછી માએ બંને બાળકોને કરંટ લગાવવા કહ્યું અને થોડીવારમાં બંનેનું મૃત્યુ થઇ ગયું.
- એ પછી બાળકોને જીવતા કરવા માના કહેવાથી દીકરાએ ટ્યૂબલાઇટ બલ્બ તોડ્યા અને બાળકોના મોઢામાં કાચ પણ નાખ્યા, પરંતુ બહુ મોડુ થઇ ગયું હતું.
- આ દરમિયાન બાળકોની માની સતત ચીસોનો અવાજ સાંભળીને ગામના લોકોએ આ વાતની જાણ પોલીસને કરી અને આખું ગામ ત્યાં જમા થઇ ગયું.
 
પોલીસે કહ્યું-  હું પણ આઘાતમાં છું, કડક કાર્યવાહી થશે
 
- એસએસપી સ્વપ્ન શર્માએ કહ્યું- “આ બહુ ઘૃણાસ્પદ કૃત્ય છે, હું પોતે પણ આઘાતમાં છું. બંને મા-દીકરાને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના પર કડક કાર્યવાહી થશે.” મામલાની ગંભીરતાને જોઇને મોટી સંખ્યામાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. બાળકોની માની બહુ ખરાબ હાલત છે અને તેને ડૉક્ટરી સારવાર અપાઇ રહી છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટો...
 
ફોટો: સોનુ
અન્ય સમાચારો પણ છે...