તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોતે સંજય ગાંધીની પુત્રી હોવાનો એક મહિલાનો દાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી, નવી દિલ્હી:  પ્રિયા સિંહ પોલ નામની એક મહિલાએ પોતે પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની પૌત્રી અને સંજય ગાંધીની પુત્રી હોવાનો દાવો કર્યો છે. 48 વર્ષીય પ્રિયાએ સોમવારે દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આગામી બૉલિવૂડ ફિલ્મ ‘ઇન્દુ સરકાર’માં ગાંધી પરિવારનું અયોગ્ય નિરૂપણ કરાયું છે, જેથી તે આ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં જશે. પ્રિયાના કહેવા મુજબ તેના પાલક માતા-પિતાએ તેને બાળપણમાં દત્તક લીધી હતી અને તે મોટી થયા બાદ તેને જણાવાયું હતું કે 1980માં એક વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા સંજય ગાંધી તેના બાયોલોજિકલ ફાધર છે. પોતાનું બર્થ સર્ટિફિકેટ અને એડોપ્શન પેપર્સ મેળવવા કાનૂની લડત રહેલી પ્રિયાના કહેવા મુજબ તેણે ‘ઇન્દુ સરકાર’નું ટ્રેલર જોયા બાદ પોતાનો દાવો જાહેર કરવાનું નક્કી કર્યું. 1975માં લદાયેલી કટોકટી પર આધારિત આ ફિલ્મ અંગે પ્રિયાએ કહ્યું કે, આ ફિલ્મ 70 ટકા ફિક્શન અને 30 ટકા ફેક્ટ છે.
અન્ય સમાચારો પણ છે...