• Gujarati News
  • All Cmmunity Members Help A Poor Father For His Daughters Wedding By Donating Something For Marriage

PICS: એક્ટિવા પર આવ્યા વરરાજા, કથા પંડાલમાંથી લઈ ગયા નવવધૂને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવાસ/ઈંદોર: દેવાસના યમનાનગરમાં શુક્રવારે એક નવવધૂની વિદાય ભાગવત કથાના પંડાલમાંથી થઈ. ગરીબ પૂજારીની દિકરીના લગ્નની વ્યવસ્થા રહેવાસીઓના જનસહયોગથી થઈ. ન કોઈ સમાજ કે ધર્મનું બંધન નહોતું. તમામનું લક્ષ્ય દિકરીના લગ્ન કરાવવાનું હતું. દરેક ઘર પરિવારના લોકોઆ લગ્નના સાક્ષી બને માટે ભાગવત કથાને માધ્યમ બનાવવામાં આવ્યું હતું.
આયોજન માટે કોઈએ રૂપિયા આપીને મદદ કરી તો કોઈએ ગૃહસ્થીનો સામાન આપ્યો. કોઈએ આવવા-જવા માટે ગાડીની વ્યવસ્થા કરી આપી. પંડાલમાં હજારો લોકોની વચ્ચેથી વિદા થતી નવવધૂ ભાવના વૈરાગીએ કહ્યું કે, 'મે સપને પણ નહોતું વિચાર્યુ કે મારા લગ્ન આમ થશે. હું ખૂબ ખુશ છું.' આમ કહેતા કહેતા ભાવનાની અને ત્યાં હાજર તમામની આંખો ભીની થઈ હતી.
મક્સી રોડના યમના નગરમાં આવેલા હમુમાન મંદિરમાં દયાલદાસ વૈરાગી પૂજારી છે. તેમને ચાર દિકરીઓ છે. પરિવારનું ભરણ-પોષણ મંદિરના ચડાવા અને રહેવાસીઓની મદદથી થાય છે. તેમની સૌથી મોટી દિકરી ભાવનાના લગ્ન રાહુલ દાસ સાથે લગ્ન નક્કી થયા. પરિવાર લગ્નના ખર્ચ અને વ્યવસ્થાઓને લઈને ચિંતિત હતો. કોલોનીના લોકો પૂજારીની આર્થિક સ્થિતિથી જાણકાર હતા. આથી તેમણે પ્રસ્તાવ મૂક્યો કે લગ્નનો ખર્ચ બધા સાથે મળીને ઉઠાવશુ અને ધાર્મિક માહોલ માટે કથા રાખીશું. પૂજારીએ લોકોના આગ્રહને માન્ય રાખ્યો.વરપક્ષને આ અંગે જાણકારી થતાં તેમનો જવાબ હો કે ભાગવત કથાના પંડાલમાં ફેરા થાય તે સૌભાગ્યની વાત છે.
બેન્ડ-બાજા સાથે નહિ, એક્ટિવા પર આવ્યા વરરાજા
ભાગવત કથાનું વાંચન થતું હોવાથી વરપક્ષે પણ બેન્ડવાજા સાથે જાન ન લઈ જવાનો નિર્ણય કર્યો. ત્યાં સુધી કે વરરાજા પણ ઘોડા પર આવવાને બદલે એક્ટિવા પર પંડાલ પહોંચ્યા.
ધૂમધામ સાથે લગ્ન સાથે સંબંધીઓ એને પડોશીઓએ ભાવનાને ગૃહસ્થીનો બધો સામાન પણ આપ્યો. ખાસ વાતએ હતી કે આયોજનમાં કોઈ પણ વ્યક્તિએ વિશેષ જવાબદારી નહોતી લીધી અને બધાએ મળીને સહયોગ આપ્યો.
આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો