તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશાંત કિશોરને શોધનારને 5 લાખનું ઇનામ: કોંગ્રેસ ઑફિસની બહાર લાગ્યું પોસ્ટર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખનઉ: યુપી વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ ઑફિસની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેમાં પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરને શોધી લાવનારને 5 લાખ રૂપિયાનું ઇનામ આપવાની વાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યુપી ચૂંટણી માટે પ્રશાંતે જ સ્ટ્રેટેજી બનાવી. પાર્ટીએ 105 બેઠકો પર ચૂંટણી લડી પરંતુ, જીત ફક્ત 7 બેઠકો પર મળી.
 
કોણે જાહેર કર્યું પોસ્ટર
 
- આ પોસ્ટર કોંગ્રેસના સ્ટેટ સેક્રેટરી રાજેશ સિંહે જાહેર કર્યું છે. તેમાં પ્રશાંત કિશોરને ‘સ્વયંભૂ ચાણક્ય’ પણ કહેવામાં આવ્યા છે.
- સિંહના જણાવ્યા પ્રમાણે, “પીકેએ કાર્યકર્તાઓના સંમેલનમાં કહ્યું હતું કે હું 220 બેઠકો પર જીત અપાવીશ. તેનાથી ઓછી આવે તો મને પાગલ જાહેર કરી દેજો.”
- “તેના પછી ગઠબંધન થયું તો 105 બેઠકો માટે કહ્યું હતું કે એકપણ ઓછી હોય તો મને પાગલ જાહેર કરીને બહાર કાઢી મુકજો. પરંતુ, જ્યારથી તેમણે પાર્ટીની ઐતિહાસિક હાર કરાવી છે, ત્યારથી દેખાઇ રહ્યા નથી. આ તેમનું જ કારસ્તાન છે. તેઓ બીજેપીમાંથી સુપારી લઇને આવેલા કે કોંગ્રેસ અને સપાને ભેગા કરીને હરાવશે.”
- “આનાથી સારું પ્રદર્શન અમે લોકોએ 2012માં કર્યું હતું. અમારી 27 બેઠકો હતી અને વોટની ટકાવારી પણ વધી હતી. મોટી-મોટી વાતો કરનારા પીકે પોતાનું પેમેન્ટ લઇને દૂર ખસી ગયા.”
 
પ્રશાંતે મોટા નેતાઓ સાથે કર્યો દુર્વ્યવહાર
 
- રાજેશે આગળ જણાવ્યું, “પીકે દરેક મીટિંગમાં મોટા નેતાઓને પણ બોલવા નહોતા દેતા. તેમના અનુભવોને પણ પ્રેફરન્સ નહોતા આપતા. જે રીતે તેઓ નેતાઓ સાથે દુર્વ્યવહાર કરતા હતા, તેઓ સદંતર ખોટા હતા. એટલે અમે તેમને શોધીને લાવનારા માટે 5 લાખનું ઇનામ આપવાની વાત કરી છે.”
 
કોંગ્રેસે કહ્યું- આ રીત ખોટી
 
- પોસ્ટર વિશે કોંગ્રેસના પ્રવક્તા સત્યદેવ ત્રિપાઠીએ કહ્યું, “આ કાર્યકર્તાઓનો ગુસ્સો છે, કારણકે તેમણે મહેનત કરી છે. તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. પરંતુ, ગુસ્સો જાહેર કરવાની રીત ખોટી છે. આ આપણી સંસ્કૃતિ નથી. અમે તેમની સાથે વાત કરીશું કે તેઓ પોતાની વાત મીટિંગમાં કરે.”
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો