તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Jioના ડેટા લીક કેસ: રાજસ્થાનના એક વ્યક્તિની અટકાયત, વાયરલ થઇ હતી ખબર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચુરુ/સુજાનગઢ: સોશિયલ મીડિયા પર બે દિવસથી એક સમાચાર ચાલી રહ્યા હતા કે રિલાયન્સ જીયોના આશરે 12 કરોડ ગ્રાહકોનો ડેટા એક વેબસાઇટ પર લીક થઇ ગયો. રાજસ્થાન પોલીસે મંગળવારે આ મામલામાં એક વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. રિલાયન્સના અધિકારીઓ પણ સુજાનગઢ પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે magicapk.com નામની વેબસાઇટ પર રિલાયન્સ જીયો નંબર નાખવાથી યુઝર્સની તમામ વિગતો આપવામાં આવી રહી હતી. સાઇટ પર એવા નંબર્સની પણ વિગતો હતી જે ગયા અઠવાડિયે જ એક્ટિવેટ કરવામાં આવ્યા હતા. વેબસાઇટ Fonearenaએ પણ ડેટા લીકની વાત કહી હતી.
 
શંકાસ્પદ વ્યક્તિ સુજાનગઢ ઓનલાઇન ડોટકોમ કંપની ચલાવે છે
 
- એક ન્યુઝ એજન્સીએ સ્થાનિક પોલીસ અધિકારીના સંદર્ભે જણાવ્યું કે આ મામલામાં મંગળવારે સવારે ઇમરાન છિમ્પા નામના એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે. મુંબઇની પોલીસ ટીમ પર સાંજે સુજાનગઢ પહોંચી ગઇ છે.
- આ કાર્યવાહી લોકલ પોલીસની મદદથી કરવમાં આવી છે. સવારે રિલાયન્સના કેટલાક અધિકારીઓ સુજાનગઢ પહોંચ્યા હતા. તેમની જાણકારી પ્રમાણે આ ધરપકડ કરવામાં આવી. આ લોકો સુજાનગઢ ઓનલાઇન ડોટકોમ નામથી એક કંપની ચલાવે છે.
 
કંપનીએ કહ્યું હતું- નથી થયો ડેટા લીક
 
- divysbhaskar.comએ રિલાયન્સ જીયોના ડેટા લીક થવા પર સવાલ ઉઠાવ્યો. જીયોના પ્રવક્તાએ કહ્યું હતું કે લીક થયેલો ડેટા સાચો નથી અને યુઝર્સનો ડેટા સુરક્ષિત છે.
 
ક્યારે સામે આવી ડેટા લીકની ખબર
 
- રવિવારે સાંજે ડેટા લીક થવાની ખબરો સોશિયલ મીડિયામાં આવી. તે પછી ફેસબુક, ટ્વીટર અને WhatsApp પર મેસેજિસ આવવા લાગ્યા કે તમે Jio યુઝર હો તો તમારો ડેટા ઓનલાઇન લીક થઇ ગયો છે.
- મેસેજમાં magicapk.com વેબસાઇટનો ઉલ્લેખ હતો. કહેવામાં આવ્યું કે આ સાઇટ પર તમે તમારો નંબર નાખશો તો તેઓ તમારો કોન્ફિડેન્શિયલ ડેટા જોઇ શકે છે જે તમે રિલાયન્સ જીયો સાથે શેર કર્યો હતો.
- આ વેબસાઇટ પર ટ્રાફિક એટલો વધ્યો કે રાતે 11 વાગ્યા સુધી સાઇટ લોડ ઉઠાવી ન શકવાને કારણે ક્રેશ થઇ ગઇ. એક અંગ્રેજી વેબસાઇટના એડિટર વરુણ ક્રિશે પોતાનો એક્સિપિરિયન્સ શેર કરતા જણાવ્યું કે સાઇટમાં સર્ચ બોક્સ આપવામાં આવી રહ્યું હતું. જ્યાં જીયો નંબર નાખતા જ યુઝરની સંપૂર્ણ વિગતો સામે આવી રહી હતી.
 
કયા કોન્ફિડેન્શિયલ ડેટા?
 
- જે ડેટા લીક થવાની વાત કરવામાં આવી રહી છે તેમાં ગ્રાહકોના આધાર નંબર, મોબાઈલ નંબર સહિત અનેક જાણકારીઓ છે. જો કે કંપનીએ આ દાવાને ફગાવી દીધાં છે. દાવા મુજબ આ વેબસાઈટ પર યુઝર્સની સમગ્ર ડિટેઈલ ઓનલાઈન પોસ્ટ કરવામાં આવી હતી. જો કે રિપોર્ટ સામે આવ્યાં બાદ આ વેબસાઈટ ઓપન નથી થઈ રહી.
 
divyabhaskar.comની તપાસ
 
divyabhaskar.com દ્વારા magicapk.com સાઈટ અંગે તપાસ કરતાં ખુલ્યું કે આ સાઈટ godaddy.comથી 18 મે, 2017નાં રોજ રજીસ્ટર્ડ કરવામાં આવી છે. આ વેબસાઈટ પર જિયો યુઝર્સના નામ, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી અને આધાર નંબર લીક થયા છે. રિપોર્ટમાં યુઝર્સના સર્કલની પણ જાણકારી આપવામાં આવી છે. જો કે તે વાત સ્પષ્ટ નથી થઈ કે જિયોના તમામ યુઝર્સના ડેટા વેબસાઈટ પર અપલોડ થયા છે કે નહીં. લગભગ 5 કલાક બાદ યુઝર્સના ટ્રાફિક લોડના કારણે magicapk.com ક્રેશ થઈ ગઈ હતી તે બાદથી આ કોઈપણ રીતે ઓપન નથી થઈ રહી. આ સાઈટના હોમપેજ પર account has suspendedના મેસેજ આવી રહ્યાં છે.
 
રિલાયન્સ જિયોનું શું કહેવું છે ?
 
- આ સમગ્ર મામલે રિલાયન્સ જિયોના પ્રવક્તાએ કહ્યું કે, “ લીક થયેલાં ડેટા સાચા નથી તેમજ લીક થયેલી જાણકારીઓ અંગે કોઈ યોગય પ્રમાણ પણ નથી. યુઝર્સના ડેટા હાઈ સિક્યોરિટીમાં રાખવામાં આવ્યાં છે. યુઝર્સના ડેટાને કંપની માત્ર ઓથોરાઈઝ્ડ અધિકારીઓ સાથે જ શેર કરતી હોય છે. જિયો યુઝર્સના ડેટા સેફ છે અને અમે આ મામલે યોગ્ય તપાસ કરી રહ્યાં છીએ.”
અન્ય સમાચારો પણ છે...