આ ડૉક્ટરના ઘરમાં રહે છે સિહં-દીપડાઓ, હિંસક જાનવરોને હાથે ખવડાવે છે ખાવાનું!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: મહારાષ્ટ્રમાં એક એવા વ્યક્તિ છે જેણે ઘરમાં સિંહ, દીપડો અને સાપ જેવા હિંસક જાનવરોને પાળી રાખ્યા છે. પોતાના હાથે તેઓ આ જાનવરોને ખવડાવે છે. તેમના અનુસાર જેવી રીતે મનુષ્ય સાથે મિત્રતા કરી શકાય છે તેવી જ રીતે જાનવરો સાથે પણ રહી શકાય છે. આ વ્યક્તિનનું નામ છે પ્રકાશ આમ્ટે. ઉલ્લેખનીય છે કે પ્રકાશ એક ડૉક્ટર અને સમાજ સેવક છે. તેને 2002માં 'પદ્મશ્રી' અને 2008માં 'રેમન મૈગ્સેસ પુરસ્કાર' આપવામાં આવ્યું હતુ. 
 
ઘરમાં પાળેલા છે જંગલી જાનવર
 
- ડૉ. આમ્ટે એક એવા વ્યક્તિ છે જ મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ગાઢ જંગલો વચ્ચે રહીને આદિવાસીઓને મેડિકલ ટ્રીટમેન્ટ સાથે એજ્યુકેશન પણ આપે છે.
- સાથે જ ડૉ. આમ્ટેએ લોકો દ્વારા મારી નાખવામાં આવેલા જંગલી જાનવરોના બચ્ચાઓ માટે પોતાના ઘરમાં એક એનિમલ ઓર્ફનેજ (લાવારિસ જાનવરો માટે રહેવા માટેનું સ્થાન ) બનાવ્યું છે.
- આ ઓર્ફનેજ તેના ઘરના આંગણામાં છે. જ્યાં ભાલૂ, દીપડાઓ, મગરો સહિત 60 થી વધુ જાનવરો છે.
- ડૉક્ટર પ્રકાશ આમ્ટેના પિતા બાબ આમ્ટેએ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના હેમલકસા કસબામાં લોક બિરાદરી પ્રકલ્પની સ્થાપના કરી હતી.
- તે અહીં સ્થાનીય આદિવાસીઓના વિકાસ અને ચિકિત્સા માટે કામ કરતા હતા.
- પિતા બાબા આમ્ટેના નિધન બાદ ડૉ. પ્રકાશ અને તેનો દીકરાઓ અનિકેત અને દિગંત અહીંની જવાબદારી સંભાળે છે.
 
બની ચૂકી છે ફિલ્મ
 
- ડૉ. પ્રકાશ આમ્ટે પર 2014માં મરીઠી ફિલ્મ પણ બની હતી. જેનું નામ ડૉ.પ્રકાશ આમ્ટે 'THE REAL HERO' હતું.
- આ ફિલ્મમાં ડૉ. આમ્ટેનું પાત્ર નાના પાટેકરે નીભાવ્યું હતું.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જુઓ સંબંધિત તસવીરો...
અન્ય સમાચારો પણ છે...