કેરલાઇટની પ્રતિજ્ઞા, 'જ્યાં સુધી મોદી સત્તાથી નહીં જાય વાળ નહીં ઉગાડુ'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક: કેરળના એક નાના ધંધાર્થીએ મોદીના નિર્ણય સામે નારાજગી વ્યકત કરીને અલગ પ્રકારે વિરોધ નોંધાવ્યો છે. અડધા વાળ ઉતારીને નિર્ણય કર્યો છે કે એ ત્યાં સુધી વાળ નહીં ઉગાડે જ્યાં સુધી નરેન્દ્ર મોદી સત્તાથી હટી ન જાય! મોદીના નોટબંદીના નિર્ણયના વિરોધમાં આ પગલુ ભર્યુ છે.

કેરળની એક પાર્ટી સાથે જોડાયેલા પ્રોફેસરે શેર કરી પોસ્ટ
નાના ધંધાર્થીઓ, મજૂરો અને કેશના લેવડ દેવડ સાથે જોડાયેલા નાના બિઝનેસમેનને નોટબંદીનો ફટકો પડ્યો છે. એવા એક વ્યક્તિ છે કેરળના યાહીયા. તેમના ગ્રાહકો માટે તેઓ યાહીકાકા છે. કેરળના કોલમમાં તેઓ એક નાની હોટલ અને ચાની દુકાન ચલાવે છે. યુનિવર્સિટી ઓફ કેરેલાના આસિસ્ટન્ટ પ્રોફેસર અશરફ કડાકલે એક ફેસબુક પોસ્ટ શેર કરી હતી, જેમાં નોટબંદીના લીધે યાહિયાની શું હાલત થઇ છે તેના વિશે વર્ણન કર્યું છે. તેમાં જણાવ્યું હતું કે માથાના અડધા વાળ ઉતારીને મોદી જ્યાં સુધી સત્તાથી દૂર ન થાય ત્યાં સુધી વાળ નહીં ઉગાડે. 'મન કી બાત એક નાના ચાની દુકાનવાળાથી હોટલના માલિક સુધી' અંતર્ગત અશરફે યાહિકાકાની સ્ટોરી કહી છે. આ ફેસબુક પોસ્ટનું ટ્રાન્સલેશન અહીં પ્રસ્તૂત છે.
ગલ્ફ ગયો પણ ત્યાં મુશ્કેલીઓ જ હતી
મારુ નામ યાહીયા છે. અમુક મિત્રો યાહી કહે છે ઘણા લોકો યાહીકાકા કહે છે. હું લગભગ 70 વર્ષનો છું. હું કેરળના કોલમ જિલ્લાના કડાક્કલ મુકુનમનો રહેવાસી છું. મારી બે દીકરી અને પત્ની સાથે અહીં રહું છું. જ્યારે મને લાગ્યું કે હું માત્ર નાળિયેરના ઝાડ પર ચડીને અને ખેતરમાં કામ કરીને મારી દીકરીને પરણાવી નહીં શકું, તો હું દરેક વસ્તુ વેચીને ગલ્ફ ચાલ્યો ગયો. મારા જેવા એક અશિક્ષિત અને ગરીબ વ્યક્તિ માટે કંઇ બદલાવાનું ન હતું ત્યાં પણ મારા માટે મુશ્કેલીઓ રાહ જોઇ રહી હતી. ત્યાંથી જે થોડુ ઘણું મેળવી શક્યો તે લઇને હું પાછો આવી ગયો. તે પૈસા અને કડક્કલ કો-ઓપરેટિવ બેન્કથી લોન લઇને મેં મારી દીકરીને પરણાવી.
આગળ વાંચો જો હું ગુજરાતમાં હોત તો મને લટકાવી દીધો હોત..
અન્ય સમાચારો પણ છે...