તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્ન માટે Whatsapp માં આવી યુવક તસવીર, ચહેરો જોઈને યુવતીએ કરી આત્મહત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગરા: ન્યુ આગરા ક્ષેત્રમાં શનિવારના રોજ એક 15 વર્ષીય યુવતીએ ફાસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ યુવતીના લગ્નની વાત ચાલતી હતી અને યુવક કાળો હતો. યુવતી તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી. પરિવારે યુવતીને કહ્યું હતું કે એકવાર યુવકને જોઈ લે પછી કંઈક કરીશું. યુવતીની લાશ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

શું છે સમગ્ર મામલો?

 

- મોચીકામ કરતો પીન્ટુને ત્રણ દીકરીઓ છે. બે દીકરીઓ સ્કૂલે જાય છે અને મોટી દીકરી અંજલી હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યા બાદ ઘરે જ રહેતી હતી.
- મા નીલમે જણાવ્યું હતું કે, અંજલીના લગ્નની વાત ચાલી રહી હતી. વોટ્સએપ પર યુવકની તસવીર જોયા બાદ તેનું લગ્ન માટે મન ન હતું. પરંતુ અમે તેને કહ્યું હતું કે એકવાર યુવકને સામેથી જોઈ લે પછી કંઈક કરીશું.

- શનિવારના રોજ તે બપોરે ઘરે એકલી હતી ત્યારે તેણે ઘરમાં ફાસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

 

આગળ જુઓ સંબંધિત તસવીરો....

અન્ય સમાચારો પણ છે...