દિલ્હી: પરિવારે 7 દિવસના દીકરાની બોડી મેડિકલ રિસર્ચ માટે AIIMS ને દાન કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: રાજધાનીના એક પરિવારે પોતાના 7 દિવસના દીકરાની બોડીને રિસર્ચ માટે એઇમ્સને દાન કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડૉક્ટર્સે ઓપન હાર્ટ સર્જરી કરીને તેને બચાવવાની દરેક સંભવિત કોશિશ કરી, પરંતુ, તે દુનિયા છોડીને જતો રહ્યો. આ બાળકનો જન્મ પટપડગંજની એક હોસ્પિટલમાં થયો હતો. ડૉક્ટર્સે તેના હૃદયમાં ખરાબી બતાલી. પરિવારે તેને વધુ સારવાર માટે એઇમ્સમાં દાખલ કર્યો હતો.
 
એઇમ્સે કહ્યું- ગિફ્ટ અમારા માટે બહુ કીમતી છે
 
- અંગદાન માટે કામ કરનારા NGO દધીચિ દેહદાન સમિતિએ જણાવ્યું કે AIIMSના ડૉક્ટર્સે બાળકને બચાવવાના સંભવિત તમામ પ્રયત્નો કર્યા પરંતુ તે મૃત્યુ પામ્યું. પરિવારના કેટલાક સભ્યોના વિરોધ છતાં બાળકના પિતા સૂરજ ગુપ્તાએ તેનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો. એનજીઓ મારફતે દીકરાની બોડી મેડિકલ રિસર્ચ માટે એઇમ્સને દાનમાં આપી.
- નવજાત શિશુના દાદાએ કહ્યું, “મારો પૌત્ર હવે આ દુનિયામાં નથી, પરંતુ, તેના અંગદાનથી અમે મેડિકલ સાયન્સની સેવા કરી છે. તેનાથી આ ધરતી પરની તેની નાનકડી મુસાફરી સફળ થશે.”
- એઇમ્સના ડાયરેક્ટરે કહ્યું, “આ ગિફ્ટ અમારે માટે ખૂબ કીમતી છે. બાળકની બોડી દ્વારા સ્ટુડન્ટ્સને હ્યુમન એનેટોમી (human anatomy) ની બારીકીઓ સમજવામાં મદદ મળશે. કારણકે, આ બાળક પેક્યુલિયર કાર્ડિયાક સિચ્યુએશન (Peculiar Cardiac Situation) થી ગ્રસ્ત હતો.”
- દિલ્હી વિધાનસભાના સ્પીકર રામ નિવાસ ગોયલે જણાવ્યું, “પરિવારે દુઃખદ ક્ષણોમાં પણ હિંમત દર્શાવી છે. તેનાથી લોકોને હેલ્ધી ઇન્ડિયા માટે પ્રેરણા મળશે.”
અન્ય સમાચારો પણ છે...