તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BJP એમપીએ નોંધાવ્યો કેસ: આઝમની ભેંસ શોધી, મારો કૂતરો કોણ શોધશે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગ્રા: પૂર્વ કેન્દ્રિય મંત્રી અને બીજેપી નેતા રામશંકર કઠેરિયાનો કૂતરો ગત મંગળવારે ગુમ થઇ ગયો છે. બીજેપી એમપીની પત્ની મૃદુલા કઠેરિયા પરેશાન થઇને પોલીસ પાસે પહોંચી અને પોતાનો કૂતરો ‘કાલૂ’ ચારી થયો હોવાની ફરિયાદ એસપીને નોંધાવી હતી.
તેમણે કહ્યું કે પોલીસ જો આઝમ ખાનની ભેંસ શોધી શકે તો મારા કાલૂને કેમ ન શોધી શકે. ઉત્તર પ્રદેશ પોલીસ મારા કૂતરાને શોધવા માટે ફોર્સ લગાવો. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે ખેનદારીમાં આવેલા કઠેરિયાના ઘરેથી કૂતરો ચોરી થયો હતો. જો આઝમખાનની ભેંસને શોધવામાં પોલીસ લાગી શકતી હોય તો મારું કામ પણ કરવું જોઈએ
જો ગુમ થયેલો કૂતરો નહીં મળે તો પ્રદર્શન કરવામાં આવશે

પત્રકારો સાથે વાતચીતમાં મૃદુલા કઠેરિયાએ કહ્યું હતું કે જો ગુમ થયેલો કૂતરો નહીં મળેતો પ્રદર્શન કરવામાં આવશે. પત્રકારનો સવાલ પર તેમણે જવાબ આપ્યો હતો કે જો આઝમ ખાનની ભેંસ પોલીસ શોધી શકેતો મારો કૂતરો કેમ નહીં. એસપીએ જણાવ્યું હતું કે તપાસ કરવામાં આવી રહી છે.
આઝમ ખાનની ભેંસ શોધવા પણ પોલીસ કામે લાગી હતી

થોડા મહિના પહેલા આઝમ ખાનની ભેંસ ચોરી થવાના સમાચાર રાજકારણમાં ખૂબ ચર્ચાયા હતા. આઝમ ખાનની ભેંસ શોધવા બાબતે યુપી પોલીસ પર લોકોએ ચર્ચા કરી હતી. હવે યુપી પોલીસ પર ફરીવખત મોટી જવાબદારી આવી ગઇ છે. એમપીના કૂતરાને શોધવાની.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો