તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમિકાને હેરાન કરતો'તો મિત્ર, પ્રેમીએ ગળું કાપી GFને ફોન પર સંભળાવ્યો અવાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્લોર(જાલંધર):  અહીંના શાહપુર ગામમાં 17 વર્ષના યુવક હનીની તેના મિત્રએ જ હત્યા કરી નાખી હતી. કારણ ફક્ત એટલું જ હતું કે તે હની તેના મિત્રની ગર્લફ્રેન્ડને ફોન પર હેરાન કરતો હતો. તે કહેતો હતો કે તે ગગન સાથે વાતચીત ના કરે નહીતર આખા ગામને આ સંબંધ વિશે જાણ કરી દેશે. 
 
-  યુવતીના જણાવ્યા બાદ તેના બોયફ્રેન્ડ ગગને તેના મિત્ર તજિંદર સાથે ષડયંત્ર રચ્યું હતું. સોમવારે તેમને હની મળ્યો ત્યારે વાતો-વાતોમાં તેને નહેર તરફ લઇ ગયા હતા. 
- અહીં ગગને ફોન પર પોતાની ગર્લફ્રેન્ડ સાથે હનીની વાત કરાવી હતી. હની વાત કરી રહ્યો હતો ત્યારે ગગને દાતેડાંથી હુમલો કરી તેનો કાન કાપી નાખ્યો હતો.
- ત્યારબાદ ઘણા ઘા માર્યા જેને લીધે હનીની ગરદન અલગ થઇ ગઇ. ત્યારબાદ ગગન અને તેના મિત્રએ હનીની લાશ નહેરમાં ફેંકી દીધી હતી.
- પોલીસ અધિકારી રાજીવ કુમારે જણાવ્યું કે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગગન 17 વર્ષ અને મિત્ર તંજિદર 15 વર્ષના છે.
- હનીને મારતા પહેલા ગગને ફોન પર ગર્લફ્રેન્ડને તેની બૂમો સંભળાવી હતી.
- પોલીસે ગગનન ગર્લફ્રેન્ડની પૂછપરછ કરી હતી પરંતુ તેની તબિયત બગડતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
 
શંકા ન થાય એટેલ લાશને ચોંટીને રડવા લાગ્યા
 
- હનીની હત્યા બાદ ગગન અને તજિંદર ગામમાં આવી ગયા હતા. એટલામાં ગામમાં હનીના ગાયબ થવાની ખબર ફેલાય ગઇ હતી. 
- ગામલોકો સાથે ગગન અને તજિંદર પણ હનીને શોધવાનો ડ્રામા કરવા લાગ્યા હતા.
- બીજા દિવસે જ્યારે લોકો નહેરમાં ઘૂસી ગયા અને લગભગ એક કલાક સુધી તેને શોધતા રહ્યા. જ્યારે લાશ મળી તો તેને ચોંટીને રડવા લાગ્યા હતા.
 
હની બળજબરીથી યુવતીને ફોન આપી ગયો હતો
 
-  પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતાએ કહ્યું કે ગગન તેની દીકરીને લાંબા સમયથી ધમકાવી રહ્યો હતો.
- તેનું કહેવું છે કે ગગન દીકરીને તેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપતો હતો.
- થોડા દિવસો પહેલા ગગન ઘરે આવ્યો અને દીકરીને ફોન આપીને જતો રહ્યો હતો.
- પોલીસે જણાવ્યું કે ગગનનું નવમાં ધોરણમાં ભણતી યુવતી સાથે અફેર હતું.
-  હની અફેયરને ઉજાગર કરવાની વાત કરી યુવતીને ફોન કરતો હતો. આ વાત યુવતીએ તેના બોયફ્રેન્ડને જણાવી દીધી હતી.
- આ કારણે ગગને ગુસ્સે થઇને આ પગલું ભર્યું હતું. ગગનની પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો.
 
આગળ જુઓ સંબંધિત તસવીર...
અન્ય સમાચારો પણ છે...