તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રદ થઈ જશે તમારું PAN કાર્ડ, આ કામ ઝડપથી પતાવી લેજો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ પાન કાર્ડ એક જરૂરી ડોકયુમેન્ટસમાંથી એક છે. પછી ઈન્કમ ટેકસ રિટર્ન ભરવાનું હોય કે બેન્કમાં ખાતું ખોલાવવાનું હોય. દરેક નાણાંકીય લેવડ-દેવડમાં પાન કાર્ડ જરૂરી છે. એટલે સુધી કે સરકારે હવે શોપિંગ માટે પણ પાન કાર્ડને જરૂરી બનાવી દીધું છે. આવા સંજોગોમાં પાન કાર્ડ રદ થઈ જાય તો શુ થાય. હા આવું શકય છે. જો 31 ઓગસ્ટ સુધી તમે જરૂરી કામ ન પતાવ્યું તો તમારું પાન કાર્ડ રદ થઈ શકે છે. આ છેલ્લી તક છે, જેમાં તમે તમારા પાન કાર્ડને બચાવી શકો છો.

 

પાન-આધારને લિન્ક કરવું છે જરૂરી

 

જો તમે પાન કાર્ડને 31 ઓગસ્ટ સુધીમાં આધાર-પાનને લીન્ક નહિ કરાવો તો તમારી સાથે પણ આમ થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સરકારે 11.44 લાખ પાન કાર્ડને તો બંધ કરી દીધા છે. પછીથી તેને નિષ્ક્રીય કેટેગરીમાં મૂકી દીધા છે. 31 ઓગસ્ટની સમય સીમા જતી રહ્યા બાદ આધાર-પાન લિન્ક ન થવા પર તમારી સાથે પણ આમ થઈ શકે છે. સરકાર આમ કરવા માટે અગાઉ જ આ અંગે સૂચના આપી ચૂકી છે.

 

ડેડલાઈન બાદ રદ થઈ જશે પાન 

 

ગત વર્ષે સરકારે ટેકસપેયર્સને ઈન્કમ ટેકસ ભરવા માટે આધારને પાન સાથે જોડવા માટે કહ્યું હતું. જોકે બાદમાં તેની ડેડલાઈન વધારવામાં આવી. માર્ચ 2018 માર્ચને આધાર સાથે જોડવાની છેલ્લી તારીખ હતી. જોકે સુપ્રીમ કોર્ટેમાં આધાર મામલાની સુનાવણીના કારણે તેને આગળ વધારવામાં આવી છે. જોકે આ વર્ષની 31 ઓગસ્ટ આ માટેની ડેડલાઈન છે. જો આ સમય સુધીમાં પાન-આધારનું લિન્કિંગ નહિ કરવામાં આવે તો પાન કાર્ડ રદ થઈ શકે છે. 

 

અગાઉ પણ નિષ્ક્રિય થઈ ચૂકયા છે પાનકાર્ડ

 

સરકારે ગત વર્ષે રિટર્ન ભરવાના સમય દરમિયાન 11.44 લાખ પાન કાર્ડ ડિએકટિવેટ કરી દીધા હતા. નાણાંકીય રાજય મંત્રીએ પણ સંસદમાં જણાવ્યું હતું કે આમ તે મામલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે કે ઘણાં લોકોની પાસે એકથી વધુ પાનકાર્ડ હતા. બાદમાં ઘણાં લોકોના મનમાં એવી શંકાઓ છે કે એમનું તો પાન કાર્ડ બંધ કરવામાં આવ્યું નથીને. એવામાં લોકોએ પોતે એ ચેક કરવાનું રહેશે કે, તેમનું કાર્ડ બ્લોક કે રદ તો થયું નથીને.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો