તમારાથી પણ થતી હશે આ ભૂલ, જાણો CV અને Resumeમાં શું છે તફાવત

રિઝ્યૂમ અને સીવી બન્નેને નોકરી મેળવવા માટે કરવામાં આવેલી અરજી સાથે કંપનીને મોકલવામાં આવે છે

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 04:50 PM
what is the difference between cv and resume

યુટિલિટી ડેસ્કઃ અનુભવથી આપણે ઘણું બધુ શીખીએ છીએ, પરંતુ ક્યારેક એવું બને છે કે આપણે બધુ જાણતા હોવા છતાં પણ કોઇકને કોઇ ભૂલ કરી બેસીએ છીએ. એવી જ એક બાબત છે રિઝ્યૂમ અને સીવી. ઘણા લોકો એવું જ સમજતાં હશે કે આ બન્ને એક જ છે, પરંતુ ખરા અર્થમાં બન્નેમાં ઘણો જ તફાવત છે. જોબ મેળવવા માટે પ્રોફાઇલ અપડેટ કરવાની વાત આવે છે, તો આપણે આપણી સાથે જોડાયેલી ઇન્ફોર્ફેશન જેમ કે, જન્મતિથિ, જન્મ સ્થળ, મેરિટિયલ સ્ટેટ્સ, કામનો અનુભવ, અભ્યાસ સહિતની તમામ માહિતી રિઝ્યૂમ અને સીવીના રૂપમાં રજૂ કરે છે. રિઝ્યૂમ અને સીવી બન્નેને નોકરી મેળવવા માટે કરવામાં આવેલી અરજી સાથે કંપનીને મોકલવામાં આવે છે. આવા સમયમાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છેકે આ બન્નેમાં તફાવત શું છે અથવા તો બન્નેમાં તફાવત છે કે નહીં.

રિઝ્યૂમ અને સીવીમાં અંતર શું છે


પહેલીવાત રિઝ્યૂમ અને સીવી બન્ને એક જ વસ્તુ નથી. રિઝ્યૂમનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે ત્યારે તમારી પાસે સ્કૂલ અને કોલેજની ડિગ્રી ઉપરાંત અન્ય કોઇ કામનો અનુભવ ન હોય. બીજી તરફ જ્યારે આપણે સીવી મોકલીએ છીએ, તો તેનો અર્થ એ છે કે તમારો અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે અને તમને કોઇ કંપનીમાં કામ કરવાનો અનુભવ છે.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.....

what is the difference between cv and resume

રિઝ્યૂમમાં તમારી પાસે અંગત જીવન સિવાય રજૂ કરવા માટે કંઇ નથી, તેથી રિઝ્યૂમ 1 અથવા 2 પેજથી વધારે લાંબો ન હોવો જોઇએ. રિઝ્યૂમ બનાવતી વખતે ફ્રેશરે યાદ રાખવું જોઇએ કે ઓછા શબ્દોમાં પોતાની તમામ માહિતી સારી રીતે રજૂ કરે.

what is the difference between cv and resume

સીવીમાં તમારી પાસે અંગત જીવન ઉપરાંત તમારી પ્રોફેશનલ કેરિયર અંગે બતાવવા માટે ઘણું બધું હોય છે. જેમ કે તમે કઇ કંપનીમાં ક્યાં અને શું કામ કરી રહ્યાં છો. સાથે જ તેમાં તમે તમારી સિદ્ધિઓને પણ સામેલ કરી શકો છો. તેથી સીવી 2થી વધુ પેજનો હોવો જોઇએ. એ વાતનું ધ્યાન રાખવું કે સીવી વધારે લાંબો ન હોવો જોઇએ કે ઇન્ટરવ્યૂ લેનારા વાંચતા કંટાળો અનુભવે.

X
what is the difference between cv and resume
what is the difference between cv and resume
what is the difference between cv and resume
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App