Home » National News » Latest News » National » New strict rules of money transactions in bank

બેન્કમાં એકાઉન્ટમાં આટલા કરતા વધુ રકમ હશે તો થશે Inquiry

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:52 PM

બેન્ક ખાતામાં પૈસા રાખવાને લઈને મુશ્કેલી વધનાર છે

  • New strict rules of money transactions in bank
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ બેન્ક ખાતામાં પૈસા રાખવાને લઈને મુશ્કેલી વધનાર છે. હવે બેન્કમાં આટલી પણ રકમ છે તો તમારી પૂછપરછ થઈ શકે છે. ઝડપથી ચેક કરી લો એકાઉન્ટ. ખાતામાં પૈસા રાખવાને લઈને નિયમ હજી પણ સખ્ત થઈ ગયા છે. ખર્ચ કરવા પર પણ તમારે બેન્કોને જવાબ આપવાનો રહેશે. જાણો કયાં અને શું થયો છે ફેરફાર.

    સરકાર દ્વારા બેન્ક ટ્રાન્ઝેકશનને લઈને બદલાયેલા નિયમો પર જો એકાઉન્ટ હોલ્ડર ધ્યાન નહિ આપે તો તેમની મહેનતની કમાણી બર્બાદ થઈ શકે છે. બ્લેક મની કન્ટ્રોલ કરવા માટે હાલ આ નિયમો અંતર્ગત ઈન્કમ ટેકસ વિભાગ તમારા તમામ ટ્રાન્ઝેકશન પર નજર રાખી રહ્યું છે. આ સિવાય તમારે ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરતી વખતે કેટલીક સાવધાની રાખવાની રહેશે.

    આગળની સ્લાઈ્સમાં વાંચો...

  • New strict rules of money transactions in bank
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    બેન્કમાં જો તમે એક જ

    ફાઈનાન્શિયલ વર્ષમાં એક કે ઘણાં એકાઉન્ટમાં કુલ 10 લાખ રૂપિયા કે તેનાથી વધુ કેશ જમા કરાવો છો તો તે અંગેની માહિતી બેન્ક ઈન્કમ ટેકસ વિભાગને આપશે.તેની પર ઈન્કમ ટેકસ વિભાગ પુછપરછ કરી શકે છે. જો એક ફાઈનાન્શિયલ વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધુની ફિકસ્ડ ડિપોઝીટ કરવામાં આવી છે તો બેન્ક તેની જાણકારી ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટને આપશે.

  • New strict rules of money transactions in bank

    બેન્કને 1 લાખ રૂપિયા કે તેનાથી વધુના ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની માહિતી પણ ઈન્કમ ટેકસ વિભાગને આપવાની રહેશે. આ સિવાય એક ફાઈનાન્શિયલ વર્ષમાં લાખ રૂપિયા કે તેનાથી વધુના ક્રેડિટ કાર્ડ ડ્યુ સેટલ કરવા માટે કોઈ પણ મોડ ચેક, ઓનલાઈન કે કેશથી કરવામાં આવેલા પેમેન્ટની માહિતી બેન્કને ઈન્કમ ટેકસ વિભાગને આપવાની રહેશે.

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ