ભૂતકાળની ભૂલ આજે પણ નડે છે પુરુષોને, મહિલાઓ સાથે હોળી રમવા નો એન્ટ્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિલાઓ બની હતી મર્દાની, હવે હોળી રમવામાં પુરુષોને નો એન્ટ્રી 
રંગોનો તહેવાર હોળી. કલર સાથે જોડાયેલાં આ તહેવારની પ્રાંત પ્રમાણે પરંપરાઓ પણ અલગ અલગ. ભારતમાં એક જગ્યા એવી પણ છે જ્યાં, પુરુષો હોળી નથી રમતા. આ તહેવારની મજા ફક્ત મહિલાઓ જ માણે છે.


એટલે કે ફક્ત મહિલાઓ જ હોળી રમે છે. આ ગામ છે ઉત્તર પ્રદેશના હમીરપુરમાં આવેલું કુન્ડરા ગામ. ગામની અનોખી પરંપરા પાછળ પણ એક કારણ છે. કહેવાય છે કે, વર્ષો પહેલાં જ્યારે ગામલોકો રામજાનકી મંદિરમાં ફાગણ ગીત ગાઈ રહ્યાં હતાં ત્યારે મીમારસિંહ નામના ડાકુએ ગામના રાજપાલ નામના યુવકની હત્યા કરી નાખી હતી.


આ ઘટનાની ગામ લોકો પર એવી અસર થઈ કે લોકોએ હોળી રમવાનું બંધ કરી નાખ્યું. આ બનાવનાં થોડાં વર્ષો બાદ મહિલાઓએ પોતપોતાના પતિઓને હોળી રમવા માટે મનાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ આ ગામનો એક પણ પુરુષ મહિલાઓનું માન્યો નહીં .

 

 ત્યાર બાદ ગામની દરેક મહિલાએ નક્કી કર્યું કે આપણે સૌ સ્ત્રીઓએ જાતે હોળી રમવી. હાલની તારીખમાં પણ ઉત્તર પ્રદેશના કુન્ડરા ગામમાં એકલી મહિલાઓ જ હોળી રમે છે. હોળીના દિવસે દરેક પુરુષ પોતપોતાના ખેતરે રોજના જેમ કામે જતા રહે છે.


એકલા પુરુષો જ નહીં પરંતુ નાનાં બાળકો પણ હોળી નથી રમતાં. ગામની દરેક મહિલા રામજાનકી મંદિરે એક્ઠી થાય છે, અને એકબીજાને રંગ લગાવીને હોળી મજા લે છે.

અન્ય સમાચારો પણ છે...