કચરામાંથી જે વસ્તુ બનાવી તેનો સ્થાપ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો કચરામાંથી બનાવેલી વસ્તુનો

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 02:47 PM
New World Record Setting Up the Trash

ઘરમાં નકામી પડેલી વસ્તુઓનું આપણે મોટા ભાગે કચરામાં ફેંકી દઇએ છીએ. હવે જે વસ્તુઓ કચરામાં જતી રહે તેનું શું થાય? કંઇ જ નહીં, ખરું ને? - એવું સૌ માની લે છે પરંતુ, આવું વિચારવું હંમેશાં સાચું નથી હોતું - નકામી મનાતી ચીજવસ્તુઓને રિ-સાઇકલ કરીને ઘણી નવી વસ્તુઓ બની શકે છે - એનું ખૂબ સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


કોચીમાં રહેનારી વીજિથા રીથીસે. વીજિથાએ કચરામાં ફેંકીવામાં આવેલી વસ્તુઓમાંથી ઢીંગલીઓ બનાવવાનું શરૂ કર્યું. એક જ મહિનામાં એમણે 1350 ઢીંગલીઓ બનાવી નાખી. આટલા ઓછા સમયમાં 1350 ઢીંગલીઓ બનાવીને નવો જિનિયસ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપ્યો છે.


આ વિશે વાત કરતાં વીજિથા કહે છે કે, 'મેં ટાઇમપાસ કરવા માટે પેપરમાંથી ડૉલ બનાવવાની શરૂઆત કરી હતી પરંતુ - મને આ ઢીંગલી બનાવવામાં એટલો રસ પડ્યો કે - 'શરૂઆતમાં દિવસની હું એક કે બે જ ડૉલ બનાવતી હતી ત્યારબાદ - ધીમે ધીમે સ્પીડ આવતાં હું 10થી 15 ડોલ બનાવવા લાગી' - વધુમાં તે જણાવે છે કે ,

'આ કામમાં મારા પતિએ પણ સપોર્ટ કર્યો અને - હું આ જિનિયસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં કામયાબ રહી.' વીજિથાની ઢીંગલીઓ જોઈને એક સૅકન્ડ માટે પણ લાગે નહીં કે તે સાવ નકામી મનાતી ચીજોમાંથી બની હશે.

X
New World Record Setting Up the Trash
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App