Home » National News » Latest News » National » India Signs Deal For Russia S-400 Missile System

બિગ ડીલ: ભારતને સૌથી શક્તિશાળી ઢાલ આપશે S-400, રશિયા સાથે 40 હજાર કરોડમાં થયો કરાર, એકસાથે 36 મિસાઇલોને હવામાં જ કરી શકે છે નષ્ટ

Divyabhaskar.com | Updated - Oct 05, 2018, 09:11 PM

દુનિયાના 195 દેશોમાં માત્ર 2 પાસે છે આ ડિફેન્સ સિસ્ટમ, હવે ત્રીજા આપણે

 • India Signs Deal For Russia S-400 Missile System

  નેશનલ ડેસ્ક: અમેરિકાના પ્રતિબંધ લગાવવાની ધમકી આપ્યા બાદ પણ ભારત અને રશિયા વચ્ચે 40 હજાર કરોડના એસ-400 મિસાઇલ ડિફેંસ સિસ્ટમનો કરાર થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ હેઠળ ભારતને રશિયા પાસેથી જમીન પરથી હવામાં ફાયર કરનારી આધુનિક ટ્રાયમ્ફ મિસાઇલ સ્ક્વોડ્રન 2020માં મળશે. બંન્ને દેશો વચ્ચે અવકાશમાં સહકારને લઇને પણ કરાર થયા. જે હેઠળ ભારતનું એક મોનિટરિંગ સ્ટેશન રશિયાના સાઇબેરિયા સ્થિત નોવોસિબિર્સ્કમાં સ્થાપિત કરવામાં આવશે. આ પહેલા રશિયાએ માત્ર ચીનને આ ડિફેંસ સિસ્ટમ આપી છે. તેમજ તુર્કી સાથે પણ તેનો કરાર થયો છે.

  ગગનયાન અભિયાનમાં અમારો સપોર્ટ કરશે રશિયા-મોદી
  પીએસ મોદીએ કહ્યું, 'ભારતની વિકાસ યાત્રામાં રશિયા હંમેશા સાથે રહ્યું છે. અમારું અવકાશમાં આગળનું લક્ષ્ય ગગનયાનમાં ભારતીય અવકાશ પેસેન્જરને મોકલવાનું છે. જેમાં રશિયાએ સંપૂર્ણ સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું છે. ભારત અને રશિયાના પ્રતિભાશાળી બાળકો પોતાના ઇનોવેટિવ આઇડિયા જણાવશે. અમે આવા પ્રયાસો અંગે વિચાર કર્યો છે, જેનાથી લોકો વચ્ચે સંબંધ મજબૂત થાય. હું વિશ્વાસથી કહીં શકુ છું કે ભારત અને રશિયાની મિત્રતા અનોખી છે. આ સંબંધ માટે પુતિનની પ્રતિબદ્ધતાથી આ મિત્રતા વધારે મજબૂત બનશે. આપણે નવી સફળતાઓ તરફ આગળ વધીશું.

  પુતિને મોદીને આપ્યું રશિયા આવવાનું આમંત્રણ
  પુતિને કહ્યું- બંન્ને દેશ મિત્રતાની અતૂટ છે. ભારતે હંમેશા રશિયા સાથેના પોતાના સંબંધોને પ્રાથમિકતા આપી છે. મને ખુબ જ ખુશી થઇ રહી છે કે હું મોદીને આવનાર વ્લાદિવોસ્ટોક ફોરમમાં ફરી એકવાર મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપું છે.

  ડીલ અમેરિકી કાયદાનું ઉલ્લંઘન
  આ ડીલ Countering America's Advisers Through Sections Actનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ હેઠળ અમેરિકન સંસદે રશિયા પાસેથી હથિયાર ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, કેટલાક અમેરિકન સંસદનું કહેવું છે કે, આ મામલામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી વિશેષ છૂટ મળી શકે છે.

  સીરિયામાં તૈનાત છે એસ-400
  એસ-400 મિસાઇલ સિસ્ટમ, એસ-300નું અપડેટેડ વર્ઝન છે. જમીનથી હવામાં ફાયરવાળી આ સિસ્ટમ દુશ્મન દેશોના લડાકુ જહાજો, મિસાઇલો અને ડ્રોનને ગણતરીને સેકન્ડ્સમાં ખતમ કરી નાખશે. રશિયાએ આ સિસ્ટમને સીરિયામાં તૈનાત કરી રાખી છે. એર ડિફેંસ સિસ્ટમ મિસાઇલો અને પાંચમી પેઢીના લડાકુ વિમાનોને પણ 400 કિલોમીટરના એરિયામાં આવતા જ ખતમ કરી દેશે.

  ડિફેન્સ સિસ્ટમ એક પ્રકારથી મિસાઇલ શીલ્ડનું કામ કરશે. આ પાકિસ્તાન અને ચીનની પરમાણુ ક્ષમતાવાળી બેલિસ્ટિક મિસાઇલોથી ભારતને સુરક્ષા આપશે. આ સિસ્ટમ અમેરિકાના સૌથી એડવાન્સ્ડ ફાઇટર જેટ એફ-35ને પણ પાડી શકે છે. આ સિસ્ટમ 36 પરમાણુ ક્ષમતાવાળી મિસાઇલોને એકસાથે નષ્ટ કરી શકે છે. જો કરાર થયો તો ચીન બાદ આ સિસ્ટમને ખરીદનાર ભારત બીજો દેશ હશે.

  ભારત-રશિયામાં 8 કરાર
  1. 40 હજાર કરોડમાં એસ-400 મિસાઇલ સિસ્ટમ ડીલ
  2.રેલ્વેમાં સહયોગ
  3.એમએસએમઇ ક્ષેત્રમાં સહયોગ
  4.ફર્ટિલાઇઝર સેક્ટરમાં કરાર
  5.ગગનયાન અભિયાનમાં સહયોગ
  6.અંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં સહયોગ
  7.ઉર્જા ક્ષેત્રમાં કરાર
  8.પરમાણુ ક્ષેત્રમાં સહયોગ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending