Home » National News » Desh » Election 2018 Exit Poll of MP CG Rajasthan Telangana & Mizoram

રાજસ્થાનમાં 5 વાગ્યા સુધીમાં 72% અને તેલંગાણામાં બપોરે 3 સુધીમાં 56% મતદાન, હવે આવ્યો Exit Poll

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 08:36 PM

Exit Poll જણાવે છે કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કઈ પર્ટીની બની રહી છે સરકાર

 • Election 2018 Exit Poll of MP CG Rajasthan Telangana & Mizoram
  રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટો માટે મતદાન થઈ ગયું છે

  નેશનલ ડેસ્ક, ન્યૂ દિલ્હી. રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 સીટો માટે મતદાન થઈ ગયું છે. સાંજે 5 વાગે સુધીમાં 72% વોટિંગ થયું. ત્યાં તેલંગાણાની 199 સીટો પર બપોરે 3 વાગે સુધી 56.17% મતદાન થયું. આયોગના અધિકારીએ જણાવ્યું કે, વોટિંગના આ આંકડા અંતિમ નથી. રાજસ્થાન અને તેલંગાણામાં વોટિંગ પૂરું થતાં જ પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા. મધ્યપ્રદેશ માટે અત્યાર સુધીમાં 7 સર્વે આવ્યા છે. વારમાં કૉંગ્રેસ બહુમતીમાં જોવા મળે છે. રાજસ્થાનના 6 સર્વેમાંથી 4 માં કૉંગ્રેસની સરકાર બનવાની શક્યતા છે. છત્તીસગઢના 7 સર્વેમાં ભાજપ 4 અને 3 માં કૉંગ્રેસ આગળ છે, તેલંગાણાના 4 સર્વે આવ્યા છે, એ બધામાં ટીઆરએસની સરકાર બનતી જોવા મળે છે.


  1) મધ્યપ્રદેશ

  મધ્યપ્રદેશમાં 230 સીટો છે. આ માટે 28 નવેમ્બરે વોટિંગ થયું હતું. 75 ટકા લોકોએ મતદાન કર્યું હતું. 2013 માં ભાજપાએ 165 અને કૉંગ્રેસે 58 સીટો જીતી હતી.


  સર્વે ભાજપા કૉંગ્રેસ અન્ય

  ઈંડિયા ટુડે- એક્સિસ (102-122) (104-122) (4-11)

  ટાઇમ્સ નાઉ- સીએનએક્સ (126) (89) (15)

  એબીપી- લોકનીતિ (94) (126) (10)

  ઈંડિયા ન્યૂઝ-નેતા (106) (112) (12)

  રિપબ્લિક (108-128) (95-115) (7)

  ન્યૂઝ નેશન (110) (107) (13)

  ન્યૂઝ 24 (98-108) (110-120) (02)

  2) રાજસ્થાન

  રાજસ્થાનમાં આ વખતે 200માંથી 199 સીટો પર વોટિંગ થયું. ત્યાં શુક્રવારે વોટિંગ થયું. 2013 માં ભાજપાએ 163 અને કૉંગ્રેસે 21 સીટો જીતી હતી.


  સર્વે ભાજપા કૉંગ્રેસ અન્ય

  ઈંડિયા-ટુડે એક્સિસ(55-72) (119-141) (04-11)

  ટાઇમ્સ નાઉ- સીએનએક્સ (85) (105) (09)

  રિપબ્લિક-સી વોટર(83-103) (81-101) (15)

  ન્યૂઝ નેશન (89-93) (99-103) (00)

  ન્યૂઝ 24 (70-80) (110-120) (10)

  3) છત્તીસગઢ


  છત્તીસગઢમાં 90 સીટો છે, ત્યાં 12 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે ચરણમાં વોટિંગ થયું. ગઈ વખતે ભાજપાએ 49 અને કૉંગ્રેસે 39 સીટો જીતી હતી. બસપાના ખાતામાં એક જ સીટ આવી હતી, પરંતુ તેને 4.4 % વોટ મળ્યા હતા. બસપા અને જોગી વચ્ચે આ વખતે ગઠબંધન છે. જોગીએ 2016માં કૉંગ્રેસ કરતાં અલગ પાર્ટી બનાવી હતી.


  સર્વે ભાજપા કૉંગ્રેસ અન્ય


  ઈંડિયા ન્યૂઝ- નેતા (43) (40) (07)

  ટાઇમ્સ નાઉ- સીએનએક્સ (46) (35) (07)

  ઈંડિયા ટુડે- એક્સિસ (21-31) (55-65) (04-08)

  ન્યૂઝ નેશન (38-42) (40-44) (04-08)

  રિપબ્લિક (35-43) (40-50) (03-07)

  ન્યૂઝ 24 (36-42) (45-51) (04-08)

  4) તેલંગાણા

  રાજ્યમાં 119 સીટો છે, અહીં શુક્રવારે વોટિંગ થયું. આંધ્રથી અલગ કરી નવું રાજ્ય બનાવેલ તેલંગાણામાં 2014માં પહેલીવાર ચૂંટણી થઈ હતી. તેલંહાણા રાષ્ટ્ર સમિતિએ 63, કૉંગ્રેસ્સે 21, તેદેપાએ 15, એઆઇએમઆઈએમે 7 અને ભાજપાએ 5 સીટો જીતી હતી. આ વખતે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે છ મહિના પહેલાં જ વિધાન્સભા ભંગ કરવાની માંગણી કરી હતી. આ કારણે અહીં જલદી ચૂંટણી થઈ રહી છે. આ વખતે કૉંગ્રેસ અને તેદેપા સાથે ચૂંટણી લડી રહ્યા છે.

  સર્વે ટીઆરએસ કૉંગ્રેસ + ભાજપા

  ઈંડિયા ટુડે- એક્સિસ (79-91) (21-33) (01-03)

  ટાઇમ્સ નાઉ-સીએનએક્સ (66) (37) (07)

  રિપબ્લિક-જનકી બાત (50-65) (38-52) (04-07)

  ટીવી 9- એઆરએસ (75-85) (25-35) (02-03)


  5) મિઝોરમ


  રાજ્યમાં 40 વિધાનસભા સીટો છે. અહીં 28 નવેમ્બરે વોટિંગ થયું હતું. અહીં 10 વર્ષથી કૉંગ્રેસ સત્તામાં છે. મુખ્યમંત્રી લલથનહવલા ત્રણ વારથી મુખ્યમંત્રી છે. 2013માં અહીં કૉંગ્રેસએ 34 સીટો જીતી હતી. એમએનએફને 5 અને એમઝેડપીસીને 1 સીટ મળી હતી. આ વખતે વિધાનસભા અધ્યક્ષ હેફઈ સહિત કૉંગ્રેસના ઘણા નેતા ભાજપામાં ભળી ગયા છે. ભાજપાએ અહીં ચૂંટણીની કમાન અસમના મંત્રી હેમંત બિસ્વ શર્માને આપી છે, જેમના નેતૃત્વમાં પાર્ટીએ આ વખતે ત્રિપુરામાં પહેલીવાર જીત મેળવી હતી. મિઝોરમ કૉંગ્રેસની સરકારવાળા ચાર રાજ્યોમાં છે. આ પૂર્વ્પ્ત્તર રાજ્ય છે, જ્યાં ભાજપા સત્તામાં નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ