તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજબ-ગજબઃ મૃતદેહ પર પડ્યો કોઇનો હાથ અને જીવતી થઇ ગઇ 8 કલાક પહેલા મૃત્યુ પામનાર મહિલા, ઉભી થઇને કરવા લાગી બીજી દુનિયાની વાતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ પંજાબમાં એક અત્યંત અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલા મર્યા બાદ 8 કલાક બાદ ફરીથી જીવીત થઇ ગઇ. ઘટના ઇસ્લામાબાદ મોહલ્લાની છે. મહિલાનું નામ બીરો દેવી જણાવવામાં આવી રહ્યું છે. સોમવારની રાતે લાંબા સમયથી બીમાર બીરો દેવીના હૃદયના ધબકારા અચાનક બંધ થઇ ગયા. ત્યારબાદ પરિવારજનો તેને હોસ્પિટલ લઇ ગયા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘરે અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી હતી. ત્યારે વિલાપ કરતી એક મહિલાનો હાથ બીરો દેવીના મૃતદેહ સાથે અથડાયો, જેના કારણે મૃત મહિલા ઉભી થઇ ગઇ હતી. આ નજારો જોઇને બધા ચોંકી ગયા હતા. મહિલાએ કહ્યું કે સ્વર્ગથી પરત આવી છું.

 

મહિલા કરવા લાગી બીજી દુનિયાની વાતો
- ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાયા બાદ પરિવારજનો અને મોહલ્લાના લોકો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પરિવારજનો બીરો દેવીને મૃત સમજીને તેમના અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગી ગયા.
- અંદાજે 8 કલાક બાદ એક અજીબ ઘટના ઘટી અને બીરો દેવી ઉભા થઇ ગઇ. ત્યારબાદ તેઓ પરલૌકિક દુનિયાની અજીબોગરીબ વાતો કરવા લાગી.
- બીરોનું કહેવું હતું કે, મર્યા પછી તે સ્વર્ગમાં જતી રહી હતી. એ લોકો તેને ભૂલથી લઇ ગયા હતા. બીરો અનુસાર સ્વર્ગવાળા કહીં રહ્યા હતા કે તેના(બીરો દેવી) બદલે મોહલ્લાની બીજી મહિલાને લઇ જવાની હતી, આ ખોટી મહિલા છે.

 

પછી સામે આવી આ વાત
- આ ઘટનાથી પરિવારજનો જ નહીં મોહલ્લાવાળા પણ હેરાન છે. ડોક્ટરને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સુગર લેવલ ઓછું થઇ જવાના કારણે સોમવારે રાત્રે બીરો બેભાન થઇ ગઇ હતી.
- જોકે આ મામાલે સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓ સામે સવાલો ઉઠ્યા છે. તપાસ કર્યા વગર ડોક્ટર એક મહિલાને કેવી રીતે મૃત જાહેર કરી શકે છે. હાલ આ ઘટનાને લઇને આખા વિસ્તારમાં સનસની મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...