ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Sridevi Death : In Worlds Bathtub Deaths arent As uncommon As You Think

    Sridevi demise : બાથરૂમ શા માટે બને છે ડૅથ ચેમ્બર?

    divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 03:50 PM IST

    દુબઈ ફોરેન્સિક વિભાગના રિપોર્ટ પ્રમાણે શ્રીદેવીનું મોત બાથટબમાં ડૂબવાથી થયું હતું.
    • Sridevi demise : બાથરૂમ શા માટે બને છે ડૅથ ચેમ્બર?

      બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના મોતનું સત્તાવાર કારણ સામે આવી ગયું છે. દુબઈ ફોરેન્સિક વિભાગના રિપોર્ટ પ્રમાણે શ્રીદેવીનું મોત બાથટબમાં ડૂબવાથી થયું હતું. બાથટબ જેવી નિર્દોષ લાગતી જગ્યાએ કોઇનું મોત કેવી રીતે થઈ શકે?. આપણને ભારતીયોને આ સવાલ સતાવી રહ્યો છે. પરંતુ જપાન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં તે નવું નથી. જપાનમાં વર્ષે અંદાજે 19,000થી વધુ લોકો બાથટબમાં પડી જવાને કારણે મોતને ભેટે છે. છેલ્લાં. દસ વર્ષમાં જપાનમાં બાથટબમાં થતાં મૃત્યુદરમાં 70 ટકાનો વધારો થયો છે. આવી મોટાભાગની ઘટનાઓમાં મોટાં અને મોંઘાં બાથટબ લોકોનાં મોતનું કારણ બને છે. મોટાભાગના કિસ્સામાં બાથટબના પાણીનું તાપમાન 41 ડિગ્રી સે. જોવા મળ્યું હતું. બાથટબમાં થતાં મોતમાં દર 10માંથી 9 વ્યક્તિની ઉંમર 65 વર્ષથી વધુ હોય છે. યાને કે ઉંમરની સાથે બાથટબમાં નાહવાનું જોખમ વધતું જાય છે. અમેરિકામાં પણ બાથટબમાં અકસ્માતે મરતા લોકોનો આંકડો મોટો છે. અમેરિકામાં 2006ના 'ફેડરલ મોર્ટલિટી ડૅટા' પ્રમાણે દરરોજ 1 અમેરિકન બાથટબમાં ડૂબવાથી થાય છે. સર્વે પ્રમાણે આવા તમામ કિસ્સાઓમાં આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન મોતનું સૌથી મોટું કારણ છે

      મીડિયા રિપોર્ટ પ્રમાણે દર વર્ષે 2 લાખથી વધુ લોકો બાથટબમાં પડી જવાથી હોસ્પિટલ પહોંચે છે. તેમાંથી 14 ટકા લોકોને માથાના ભાગમાં ગંભીર ઈજા હોય છે. આંકડાઓનું માનીએ તો બાથટબમાં થતા અકસ્માતમાં સૌથી વધુ સ્ત્રીઓ મોતને ભેટે છે. કમજોર શારીરિક બાંધો અને નબળાં હાડકાંને કારણે સ્ત્રીઓ આવી ઘટનાની સૌથી વધુ શિકાર બને છે. ભારતમાં આવા ડૅટાના અભાવે ભારતના લોકો માટે આવી ઘટનાઓ નવાઈ પમાડે છે. બને ત્યાં. સુધી બાથરૂમ સ્વચ્છ, કોરા અને ચીકાશથી મુક્ત રાખવા જોઇએ. બાથરૂમમાં ઍન્ટિ સ્લિપ ટાઇલ્સ બેસાડવી જોઇએ સિનિયર સિટિઝનવાળા ઘરમાં દીવાલો પર હૅન્ડલ પણ ફિટ કરવાં જોઇએ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Sridevi Death : In Worlds Bathtub Deaths arent As uncommon As You Think
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `