ઇન્શ્યૉરન્સ પૉલીસીને આધાર સાથે લિંક કરાવવી છે જરૂરી, આ છે ઇઝી પ્રૉસેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક, અમદાવાદઃ જો તમારી પાસે કોઇ ઇન્શ્યૉરન્સ પૉલીસી હોય તો તેને જલ્દીથી આધાર સાથે લિંક કરાવી લો, ઇન્શ્યૉરન્સ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (IRDAI) પૉલીસીને આધાર સાથે લિંક કરાવવી ફરજિયાત કરી દીધી છે. 
 
હવે જો કોઇ વ્યક્તિને નવી પૉલીસી લેવી હોય તો તેને આધાર નંબર પણ આપવો પડશે. પ્રિવેશન ઓફ મની લૉન્ડ્રિંગ સેકન્ડ અમેન્ડમેન્ટ રૂલ્સ 2017 અંતર્ગત આને અનિવાર્ય કરવામાં આવ્યું છે. દેશભરમાં અત્યારે 24 લાઇફ ઇન્શ્યૉરન્સ અને 33 જનરલ ઇન્શ્યૉરન્સ કંપનીઓ કામ કરી રહી છે.

 

થોડાક સમય પહેલા RBIએ આધારને બેન્ક એકાઉન્ટ્સ સાથે લિંક કરાવવું ફરજિયાત કરી દીધું છે. ત્યારબાદ IRDAIએ પણ આ પગલું ભર્યું છે. જોકે સુપ્રીમ કોર્ટ એ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આધાર લીગલ ડૉક્યૂમેન્ટ નથી. આધાર મેન્ડેટરી કરવાને લઇને સુપ્રીમ કોર્ટમાં અંતિમ નિર્ણય આવવાનો હજુ બાકી છે. 

 

પેન, મોબાઇલ માટે પણ થઇ ચૂક્યું છે ફરજિયાત 
આધાર કાર્ડને પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN), બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ નંબર સાથે લિંક કરવા માટે પહેલાથી જ ફરજિયાત કરવામાં આવી ચૂક્યું છે. બધી ઇન્શ્યૉરન્સ પૉલીસીને PAN સાથે લિંક કરવી જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો તમે પેમેન્ટ માટે ક્લેમ નહીં કરી શકો. 

 

કઇ રીતે કરશો લિંક... જુઓ આગળની સ્લાઇડ્સમાં... 

અન્ય સમાચારો પણ છે...