તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસપોર્ટના પોલીસ વેરિફિકેશન ફોર્મેટમાં થયો ફેરફાર, પ્રશ્નોની સંખ્યા ઘટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યૂટિલિટી ડેસ્કઃ પાસપોર્ટ માટે હવે પોલીસ વેરિફિકેશન ફોર્મેટ બદલાઈ ગયું છે. ફોર્મેટમાં અત્યાર સુધી 12 પ્રશ્નો પૂછવામાં આવતી હતા, તેના બદલે માત્ર 9 પ્રશ્નો જ પૂછવામાં આવશે. વિદેશ મંત્રાલયે નવું ફોર્મેટ અપલોડ કરી દીધું છે.
નવા ફોર્મેટમાંથી બે પ્રશ્નો દૂર કરવામાં આવ્યા
નવા ફોર્મેટમાંથી અરજીકર્તા પાસે પહેલાં પાસપોર્ટ હતો કે નહીં? ક્યારેય વિદેશ પ્રવાસ કર્યો છે કે નહીં? આ પ્રશ્નો દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત નવા ફોર્મેટમાં કામચલાઉ રહેઠાણ પરથી અરજી કરતાં લોકોએ વેરિફિકેશનમાં એમ પણ જણાવવું પડશે કે તેઓ છેલ્લાં એક વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં રહેતા હતા. નવી વ્યવસ્થા અંતર્ગત અરજીકર્તાની વ્યક્તિગત માહિતીની સત્યતા સાથે સંકળાયેલા બંને સવાલનો એક જ કોલમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ પાસપોર્ટના નિયમોમાં કઈંક એવો ફેરફાર કર્યો છે, જેનાથી પણ અરજીકર્તાને મોટી રાહત મળશે. હવે પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ બન્યા બાદ જ થશે. પરંતુ આ માટે પાસપોર્ટ સેવા કેન્દ્રનું આધાર કાર્ડ પ્રોજેક્ટ સાથે લિંક હોવું જરૂરી છે. દેશના અનેક કેન્દ્રોમાં આ પ્રોસેસ શરૂ પણ થઈ ગઈ છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પાસપોર્ટ બનાવવાના નવા નિયમ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો