દીકરીના સેફ ફ્યુચર માટે છે 10 સરકારી યોજનાઓ, આ રીતે કરી લો ઇન્વેસ્ટ

જાણો કેટલીક મહત્વની અને દીકરીઓ માટે કામ કરતી સરકારી યોજનાઓ વિશે

divyabhaskar.com | Updated - Jun 21, 2017, 12:03 AM
government launches 10 different schemes for girl child
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ : તમારા ઘરે દીકરી છે અને તમે તેના સેફ ફ્યૂચર માટે ઇન્વેસ્ટ કરવા ઇચ્છો છો તો તમે વિવિધ સરકારી યોજનાઓની મદદ લઇ શકો છો. સરકાર દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક યોજનાઓ બહાર પાડી ચૂકી છે.
આજે અમે આપને આવી જ કેટલીક સરકારી યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેના આધારે તમે તમારી દીકરીઓને યોગ્ય સુવિધા અને ફ્યુચર આપી શકો છો.
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો કેટલીક મહત્વની અને દીકરીઓ માટે કામ કરતી સરકારી યોજનાઓ વિશે...

લાડલી લક્ષ્મી યોજના
લાડલી લક્ષ્મી યોજના
આ યોજનાના નિયમોમાં 1 જૂન 2015થી ઇ-લાડલી લક્ષ્મી યોજનાને સામેલ કરાઇ છે. આ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા પર એક લાખ રૂપિયાનું પ્રમાણપત્ર ઓનલાઇન જનરેટ કરીને ડિજિટલ સહી સાથે આપવામાં આવે છે. છોકરીઓના અભ્યાસ માટે સમયાંતરે ઇ પેમેન્ટ દ્વારા પેમેન્ટ કરાય છે. તેમાં 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળે તો બે હજાર રૂપિયા, 9માંમાં ચાર હજાર રૂપિયા અને 11 અને 12માં ધોરણમાં દર મહિને બસો રૂપિયા ચૂકવવામાં આવે છે. આ યોજનામાં જ્યારે છોકરીની ઉંમર 21 વર્ષની થાય ત્યારે કે 12માની પરીક્ષામાં આવે ત્યારે આ યોજનાની રકમ આપવામાં આવે છે. 
સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગયા વર્ષે લોન્ચ કરાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના ખાસ કરીને દીકરીઓના હાયર એજ્યુકેશન કે લગ્નને માટે બનાવવામાં આવી છે. આ દીકરીઓને માટે ઇન્વેસ્ટમેન્ટની સાથે ટેક્સ સેવિંગનો પણ સારો ઓપ્શન છે. તેમાં કોઇ જોખમ નથી. જો અકાઉન્ટ હોલ્ડર બાદમાં એનઆરઆઇ બને છે તો અકાઉન્ટ બંધ થશે અને વ્યાજ પણ મળશે નહીં. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઇન્વેસ્ટ કરાતી રકમ પર 8.5%ના દરે વ્યાજ મળે છે. હાલમાં સરકાર સમયાંતરે વ્યાજ દરમાં બદલાવ કરી રહી છે. દીકરીના જન્મથી લઇને 15 વર્ષની ઉંમર સુધી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ડિપોઝીટર કે ગાર્ડિયન રૂપિયા જમા કરી શકે છે. 1000 રૂપિયાની મિનિમમ રકમ ન ભરી શકવા પર 50 રૂપિયાની પેનલ્ટી લાગશે. સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ પર વ્યાજ મળશે નહીં. પરંતુ સેવિંગ અકાઉન્ટ ઇન્ટરેસ્ટ 4 ટકા મળશે. તમે નાણાંકીય વર્ષમાં આ એકાઉન્ટમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરી શકો છો. જો તેનાથી વધારે રકમ ભૂલથી જમા કરી હોય તો તેને કાઢી પણ શકો છો. 
હવે તમે કેશ/ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ સિવાય ઇ ટ્રાન્સફર કે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. પાસબુક ખોવાઇ જાય તો અકાઉન્ટ હોલ્ડરે નવી પાસબુક ઇશ્યૂ કરવા માટે 50 રૂપિયા ભરવાના રહે છે. તમે ઇચ્છો તો આ અકાઉન્ટ બેંકથી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસથી બેંકમાં પણ ટ્રાન્સફર કરાવી શકો છો અને તેને માટે કોઇ વધારાના ચાર્જ પણ નથી. પેરન્ટ્સ/ગાર્ડિયનને એડ્રેસ ચેન્જ કરાવવાની સ્થિતિમાં પ્રૂફ પ્રોવાઇડ કરવાનું રહેશે. જો એડ્રેસ ચેન્જ ન થાય તો 100 રૂપિયા આપીને અકાઉન્ટ ટ્રાન્સફર કરાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમ ફક્ત બે દીકરીઓ માટે છે. પહેલી દીકરી બાદ અન્ય વાર ટ્વીન્સ દીકરી હોય તો બંને માટે એકાઉન્ટ ઓપન કરી શકાય છે. પણ મેડિકલ ડોક્યુમેન્ટ આપવાના રહે છે. એકાઉન્ટ ખોલ્યાના 21 વર્ષ બાદ એટલે કે જ્યારે એકાઉન્ટ મેચ્યોર થઇ જાય ત્યારે કોઇ પણ વ્યાજ આપવામાં આવશે નહીં.
કન્યા વિવાહ યોજના
કન્યા વિવાહ યોજના
આ યોજનામાં કમોબેશ દરેક રાજ્યમાં સંચાલિત કરાય છે. અલગ અલગ રાજ્યોમાં આ યોજનામાં આપવામાં આવતી રાશિ અલગ છે. જેમકે છત્તીસગઢમાં બીપીએલ પરિવારના યુવક-યુવતીઓના વિવાહ માટે 15000 રૂપિયા આપવામાં આવે છે. સાથે 1000નો ચેક, પ્રમાણપત્ર અને સાથે ગૃહસ્થીનો ખર્ચ પણ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વિધવા અને પરિત્યક્તાને 30000 રૂપિયા આપવામાં આવે છે. 
લાડલી બેટી
લાડલી બેટી
આ યોજના જમ્મૂ કાશ્મીર સરકારે લોન્ચ કરી હતી. તે રાજ્યના 6 જિલ્લામાં શરૂ કરાઇ હતી. એપ્રિલ 2015માં રાજ્ય સરકારે દીકરીઓના જન્મ પર 1000 રૂપિયા દર મહિને જમા કરાવવાનું નક્કી કર્યું છે. આ રાશિ દીકરી 14 વર્ષની થાય ત્યાં સુધી જમા થતી રહેશે. જ્યારે તે 21 વર્ષની થશે ત્યારે તેને 6.5 લાખ રૂપિયા આપવામાં આવશે. જો કે આ યોજનાનો લાભ એ લોકો જ લઇ શકશે જેમની વાર્ષિક આવક 75000 રૂપિયાથી ઓછી છે. 
ભાગ્યશ્રી યોજના
ભાગ્યશ્રી યોજના
મહારાષ્ટ્ર સરકારે દીકરીઓ માટે આ યોજનાને બેટી બચાઓ, બેટી પઢાઓની સાથે જોડી છે. 8 માર્ચ 2015ના લોન્ચ કરાયેલી આ સ્કીમને ગરીબી રેખાની નીચેના પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ યોજના અનુસાર જૂની યોજનાના સ્થાને તેને લાવવામાં આવી છે. આ યોજનામાં દરેક ગરીબ પરિવારમાં જન્મેલી દીકરીઓના ખાતામાં સરકાર 21,200 રૂપિયા જમા કરાવશે, જ્યારે આ દીકરી 18 વર્ષ પૂરા કરે છે ત્યારે સરકાર તેને એક લાખ રૂપિયા આપે છે.
બેટી હૈ અનમોલ
બેટી હૈ અનમોલ
હિમાચલ સરકારે દીકરીઓ માટે વિભિન્ન યોજનાઓ સંચાલિત કરી છે. તેમાં પ્રમુખ છે આ યોજના અને મુખ્યમંત્રી કન્યાદાન યોજના. બેટી હૈ અનમોલ યોજનામાં સરકાર બીપીએલ પરિવારપમાં દીકરીના જન્મ બાદ 10000 રૂપિયાની રકમ બેંક ખાતામાં જમા કરાવે છે. આ દીકરીના અભ્યાસ માટે 12મા સુધી 300થી 1200 રૂપિયાની રકમની સ્કોલરશીપ આપવામાં આવે છે. મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં અનાથ અથવા જે દીકરીઓના પિતા શારિરીક રીતે સક્ષમ નથી તેમને લગ્ન માટે 25000 રૂપિયાની મદદ કરાય છે.
બાલડી રક્ષક યોજના
બાલડી રક્ષક યોજના
પંજાબ સરકારની આ યોજનામાં 1 કે 2 દીકરીઓના જન્મ બાદ નસબંદી કરાવનારા દંપતિ આ યોજનાનો લાભ પોતાની દીકરી માટે લઇ શકે છે. નસબંદી કરાવવા પર તેમને દીકરીઓની 18 વર્ષની ઉંમર સુધી આ યોજનાના આધારે દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. આ ફંડ પરિવાર દ્રારા બાળકીઓને માટે ખોલાયેલા બેંક ખાતામાં વર્ષે 6000 રૂપિયા જમા કરાવાય છે. 
મુખ્યમંત્રી શુભલક્ષ્મી યોજના
મુખ્યમંત્રી શુભલક્ષ્મી યોજના
રાજસ્થાન સરકારે પ્રદેશમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધારવા માટે અને માતૃ મૃત્યુ દરને ઘટાડવા માટે આ યોજના શરૂ કરી છે. 1 એપ્રિલ તે ત્યારબાદ રાજકીય કે અધિકૃત ચિકિત્સા સંસ્થામાં પ્રસૂતિમાં દીકરી જન્મે તો માતાને 2100 રૂપિયાનો ચેક આપવામાં આવે છે. આ રાશિ જનની સુરક્ષા યોજનાના આધારે મળનારી રકમથી અલગ હોય છે. આ યોજનામાં બાળકીના જન્મ પર 2100 રૂપિયાની રકમ અને એક વર્ષ પૂરું થાય ત્યારે તેને ટીકા લગાવવા માટે 2100 રૂપિયાની રકમનો ચેક ફરી આપવામાં આવે છે. જ્યારે છોકરી 5 વર્ષની થાય અને સ્કૂલમાં પ્રવેશ લેવાનો હોય ત્યારે માતાને 3100 રૂપિયાનો ચેક આપવામાં આવે છે. આ પ્રકારે મુખ્યમંત્રી શુભલક્ષ્મી યોજનાના આધારે બાળકની માતાને કુલ 7 હજાર 300 રૂપિયાની રકમનો ચેક આપવામાં આવે છે.
ધનલક્ષ્મી યોજના
ધનલક્ષ્મી યોજના
કન્યા ભ્રૂણ હત્યા રોકવા માટે અને છોકરીઓના શિક્ષણને વધારવા માટે કેન્દ્ર સરકારની આ યોજના 2008માં લોન્ચ કરવામાં આવી. તેમાં બાળકના જન્મનું પ્રમાણપત્ર, ટીકાકરણ અને અભ્યાસની સાથે 18 વર્ષની ઉંમરે લગ્ન કરાવવામાં આવે તો 1 લાખ રૂપિયાની રકમ આપવાની વ્યવસ્થા છે. આ યોજનાને પાયલટ પ્રોજેક્ટને આધારે કેટલીક જગ્યાએ શરૂ કરવામાં આવી છે. 
ગર્લ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ
ગર્લ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ
દીકરીઓના યોગ્ય વિકાસ માટે આંધ્રપ્રદેશણાં ચાલી રહેલી દીકરીઓના વિકાસ યોજનામાં અલગ અલગ નિયમો અને શરતો પૂરી કરવા માટે 30000થી 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ યોજના અનાથ અને અક્ષમ બાળકીઓને માટે પણ આપવામાં આવે છે.
X
government launches 10 different schemes for girl child
લાડલી લક્ષ્મી યોજનાલાડલી લક્ષ્મી યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજનાસુકન્યા સમૃદ્ધિ યોજના
કન્યા વિવાહ યોજનાકન્યા વિવાહ યોજના
લાડલી બેટીલાડલી બેટી
ભાગ્યશ્રી યોજનાભાગ્યશ્રી યોજના
બેટી હૈ અનમોલબેટી હૈ અનમોલ
બાલડી રક્ષક યોજનાબાલડી રક્ષક યોજના
મુખ્યમંત્રી શુભલક્ષ્મી યોજનામુખ્યમંત્રી શુભલક્ષ્મી યોજના
ધનલક્ષ્મી યોજનાધનલક્ષ્મી યોજના
ગર્લ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમગર્લ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App