ગરમીમાં વિજળીનું બિલ ઘટાડવા અપનાવો આ રીત

જેમ-જેમ ગરમી વધી રહી છે, ઘરોમાં વિજળીનું બિલ વધી રહ્યું છે

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 12:27 PM
Your electricity bill to be reduced through these techniques

નવી દિલ્હીઃ જેમ-જેમ ગરમી વધી રહી છે, ઘરોમાં વિજળીનું બિલ વધી રહ્યું છે. ઘણીવાર તો લોકોનું ઘરનું બજેટ જ ગડબડ થઈ જાય છે. જો તમે પણ આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોવ તો, આ સરળ ઉપાય કરીને તમે પણ વિજળીનું બિલ અડધું કરી શકો છો.

પંખો બચાવી શકે છે દર મહિનાની 50 યુનિટથી વધુ વિજળી

ગરમીઓમાં પંખાનો ઉપયોગ વધી જાય છે. જો તેનું પણ સમજદારીથી સિલેકશન કરવામાં આવે તો વિજળીનું બિલ ઘટાડી શકાય છે. સામાન્ય રીતે ઘરોમાં 75 વોટના પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે બજારમાં BLDC (બ્રશલેસ ડાયરેકટ કરન્ટ મોટર્સ) ટેકનીકનો સ્ટાર રેટિંગ પંખો આવી ગયો છે. કંપનીઓના દાવો છે કે આ પંખા અડધી જ વિજળીનો વપરાશ કરે છે.

યોગ્ય પંખાનો ઉપયોગ કરવા પર કેટલી ઓછી થઈ શકે છે વિજળીની બચત

75 વોટનો પંખો- 112.5 યુનિટ
32 વોટનો પંખો- 60 યુનિટ

બચતઃ દર મહીને 52.5 યુનિટની બચત

એલઈડીના ઉપયોગથી બચશે 153 યુનિટ સુધીની વિજળી

ઘરમાં પ્રકાશ માટે બલ્બથી લઈને એલઈડી સુધીનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે એ બાબતે આપણું ઓછું જ ધ્યાન જાય છે કે તેમાં કેટલી વિજળીનો વપરાશ થાય છે. જો બલ્બની જગ્યા એલઈડીનો ઉપયોગ કરવામાં આવે તો દર મહિન 158 યુનિટિ સુધીની વિજળી બચત થઈ શકે છે. સરકારી યોજનાઓ અંતર્ગત એલઈડી હવે ખુબ જ સસ્તામાં ઉપલબ્ધ છે.

સમાન રોશની (Lumesn 890) માટે કેટલા વોટના સાધનનો ઉપયોગ કરશો

બલ્બ - 60 વોટ- 180 યુનિટ
ટયુબ લાઈટ- 40 વોટ- 102 યુનિટ
સીએફએલ- 15 વોટ- 45 યુનિટ
એલઈડી- 8 વોટ- 22 યુનિટ

નોંધઃ ઘરમાં રોજ 10 કલાક સુધી 10 સાધન ચલાવવા પર દર મહીને વિજળીનો વપરાશનો આંકડો

આધુનિક ફ્રિજ દર મહીને બચાવી શકે છે 60 યુનિટ વિજળી

ઘરમાં એક વાર ફ્રિજ આવી જાય છે તો તે ઘણાં વર્ષો સુધી ચાલી શકે છે. આ કારણે કોઈનું ધ્યાન તે તરફ જતુ નથી. જોકે ઘરમાં વિજળીના વપરાશમાં તેનું પણ મોટું યોગદાન છે. 10 વર્ષથી જૂના 260 લિટરનું ફ્રિજ રોજ લગભગ 3.5 યુનિટની વિજળીનું વપરાશ કરે છે. જોકે આ જ સાઈઝનું BEE 5 સ્ટાર રેટિડ ફ્રિજ ખરીદવામાં આવે તો રોજ લગભગ 1.35 યુનિટ વિજળીનો વપરાશ થાય છે. આ રીતે વિજળીની બચત કરી શકાય છે.

આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે બચાવશો કુલરથી વિજળી...

Your electricity bill to be reduced through these techniques

કઈ રીતે બચાવશો કુલરથી વિજળી

 

આધુનિક મોટર અને પમ્પનો તે વિન્ડો કુલરમાં ઉપયોગ કરવામાં આવે તો રોજ 12 કલાક તેને ચલાવવામાં લગભગ 60 યુનિટનો વપરાશ થાય છે. આ રીતે મહીનામાં 40 યુનિટ વિજળીની બચત સરળતાથી કરી શકાય છે.

 

યોગ્ય એસીનું સિલેકશન રોજ બચાવી શકે છે 2 યુનિટથી વધુ વિજળી 

 

ઘરમાં વિજળીનું બિલ સૌથી વધુ એસીથી વધે છે. આ કારણે યોગ્ય એસીનું સિલેકશન ખૂબ જ જરૂરી છે. 5 સ્ટાર રેટિંગના એસીની પસંદગી કરવામાં આવે તો વિજળીની મોટા પ્રમાણમાં બચત થાય છે.

 

આગળની સ્લાઈડમાં વાંચો અન્ય ઉપાયથી થતા ફાયદાઓ

Your electricity bill to be reduced through these techniques

સ્ટાર રેટિંગ વાળું સાધન સારું

 

ઉતર પ્રદેશ વિજળી વિભાગમાંથી રિટાયર થયેલી એક્ઝીક્યુટિવ એન્જિનિયર દેવકી નંદન શાંતના જણાવ્યા પ્રમાણે, ઘરમાં જો થોડું પણ ધ્યાન આપવામાં આવે તો ખુબ જ વિજળી બચાઈ શકાય છે. આ સિવાય સ્ટાર રેટિંગ વાળા સાધનોનો ઉપયોગ કરવાથી પણ વિજળીનું બિલ 30થી લઈને 50 ટકા સુધી ઘટાડી શકાય છે.

X
Your electricity bill to be reduced through these techniques
Your electricity bill to be reduced through these techniques
Your electricity bill to be reduced through these techniques
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App