1

Divya Bhaskar

Home » National News » Utility » ખરાબ સમયમાં મળશે 2 લાખ રૂપિયા, તમારા આ ATM કાર્ડના છે આટલા ફાયદા । You will get 2 lakh help during finncial crisis

ખરાબ સમયમાં મળશે 2 લાખ રૂપિયા, તમારા આ ATM કાર્ડના છે આટલા ફાયદા

Divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 01:41 PM IST

સરકારનું આ કાર્ડ તમને ખૂબ જ ઉપયોગી છે

  • ખરાબ સમયમાં મળશે 2 લાખ રૂપિયા, તમારા આ ATM કાર્ડના છે આટલા ફાયદા । You will get 2 lakh help during finncial crisis
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ જો તમારી પાસે એટીએમ કાર્ડ છે તો તે એટીએમ માત્ર બેન્કમાંથી પૈસા ઉપાડવામાં જ કામ આવે છે. જોકે અહીં અમે જે કાર્ડની વાત કરી રહ્યાં છે તેના બીજા પણ કેટલાક ફાયદા છે. જેના વિશે ભાગ્યે જ તમને ખ્યાલ હશે. આ માટે તમારા માટે એ જાણવું જરૂરી છે કે રૂપે કાર્ડ તમને કયા-કયા કામમાં આવી શકે છે. મોદી સરકારના અગત્યના નિર્ણયોમાંથી એક છે કે દરેક ઘરમાં ઓછામાં ઓછું એક બેન્ક એકાઉન્ટ ખોલાવવું, જે જન-ધન સ્કીમ અંતર્ગત ખોલવામાં આવ્યા છે. આ સિવાય સરકારે વધુને વધુ લોકો સુધી રૂપે એટીએમ કાર્ડ પણ પહોંચાડયું છે. જેથી આ રૂપે કાર્ડનો ઉપયોગ સતત થાય અને લોકો તે અંગે જાગ્રૃત થાય, આ કારણે સરકારે આ એટીએમ કાર્ડની સાથે ઘણાં ફાયદા પણ લોકોને આપવાનો નિર્ણય કર્યો લીધો હતો.

    આજે અમે અહીં તમને જાણાવીશું કે જો તમારી પાસે રૂપે કાર્ડ છે તો આ રૂપે કાર્ડ તમારા કયા-કયા કામમાં આવી શકે છે. ખાસ કરીને કોઈ ખરાબ કામમાં આ કાર્ડ દ્વારા બે લાખ રૂપિયા મેળવી શકાય છે.

    કઈ રીતે થશે 2 લાખ રૂપિયાનો વીમો ?

    મોદી સરકારે રૂપે કાર્ડ ધારકો માટે રૂપે ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત જે ખાતા ધારકની પાસે પ્રીમયમ રૂપે કાર્ડ છે, તેનો 2 લાખ રૂપિયો સુધીનો વિમો થઈ જશે. તેના માટે કાર્ડ હોલ્ડરે કોઈ પણ પ્રકારનું અલગથી પેમેન્ટ કરવાનુ રહેશે નહિ.

    કઈ રીત થશે 1 લાખ રૂપિયાનો વીમો ?

    જો તમારી પાસે નોન પ્રીમયમ રૂપે કાર્ડ છે તો રૂપે ઈન્શ્યોરન્સ પ્રોગ્રામ અંતર્ગત તમારો 1 લાખ રૂપિયાનો વીમો થઈ જશે. તેના માટે પણ તમારે અલગથી પેમેન્ટ કરવાનું રહેશે નહિ.

    કયા પ્રકારનો થશે વીમો ?

    આ વિમો એક્સિડેન્ટલ વિમો હશે. એટલે કે જો અકસ્માતના કારણે તમારું મૃત્યું થઈ જાય છે કે તમારા શરીરનું અંગ કામ કરતું નથી તો તમને 1થી 2 લાખ રૂપિયા મળશે. નોર્મલ ડેથની સ્થિતિમાં આ પોલિસીનો લાભ મળશે નહિ.

    કઈ કંપનીનો હશે વીમો ?

    નેશનલ પેમેન્ટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ન્યુ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત તમને ન્યુ ઈન્ડિયાનો ઈન્શ્યોરન્સ મળશે.

    આગળની સ્લાઈડમાં વાંચો, કેટલા દિવસમાં કરવાનો રહેશે કલેમ ?

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • ખરાબ સમયમાં મળશે 2 લાખ રૂપિયા, તમારા આ ATM કાર્ડના છે આટલા ફાયદા । You will get 2 lakh help during finncial crisis

    કેટલા દિવસમાં કરવાનો રહેશે કલેમ ?

     

    જો તમારી સાથે કોઈ અકસ્માત થઈ જાય છે તો તમારે એકસ્માતની તારીખથી 90 દિવસની અંદર કલેમ કરવાનો રહેશે. જો તમારી હાલત એટલી સિરિયસ હતી કે તમે કલેમ કરવા યોગ્ય ન હતા તો ન્યુ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીના ઈન્વેસ્ટીગેટર આ અંગેની તપાસ બાદ તેનો નિર્ણય કરશે. અકસ્માતની સૂચના આપ્યાના 60 દિવસની અંદર તમારે કલેમ ડોકયુમેન્ટસ જમા કરાવવાના રહેશે.

     

    10 દિવસની અદર મળશે કલેમ 

     

    તમામ ડોકયુમેન્ટ જમા થયા બાદ કંપનીની જવાબદારી છે કે તમને અને તમારા પરિવારને 10 દિવસની અંદર કલેમની રકમ ઈસ્યુ કરે. વિમા સંબધી તમામ પ્રકારની જાણકારી માટે અહીં કલીક કરો.  https://www.pmjdy.gov.in/files/QuickLinks/Circular-RuPay-Insurance-Program-2017-18.pdf

More From National News

Trending