ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની સાથે મળે છે આ ખાસ સુવિધા

ઘરમાં એક વ્યક્તિ કમાનાર હોય તેના માટે બેસ્ટ છે ક્રિટિકલ ઈલનેસ રાઈડર

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 06:12 PM
You should take this illness rider with term insurance

ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની સાથે મળે છે આ ખાસ સુવિધા.

નવી દિલ્હીઃ ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાનની સાથે એવા ફીચર હોય છે, જે અંતર્ગત બીમારીને પણ કવર કરવામાં આવે છે. આ ફીચર રાઈડરના રૂપમાં મળે છે. જો રાઈડર લઈ લેવામાં આવે તો ગંભીર બીમારીના સમયે પૈસા મળી જાય છે. આ બિમારી કેન્સર, હાર્ટએટેક, ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ, કિડનીનો ઈલાજ જેવી બિમારીઓ કવર થાય છે.

આ રાઈડરની સાથે હોય છે શરત

ફયુચર જનરલ લાઈફ ઈન્શ્યોરન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર એન્ડ ઈવીપી, સ્ટ્રેટેજી એન્ડ રિટેલ ઈન્શ્યોરન્સ રાકેશ વાધવાના જણાવ્યા અનુસાર, આ ક્રિટિકલ રાઈડરની સાથે કેટલીક શરતો પણ હોય છે. પ્રથમ બાબત એ હોય છે કે જે પોલિસીની સાથે રાઈડર લેવામાં આવે છે, તેનું પ્રીમયમ મૂળ પોલિસીના પ્રીમયમથી વધુ થઈ શકતું નથી. બીજી શરત એ છે કે રાઈડર મૂળ પોલિસીના સમ એશ્યોર્ડથી વધુ થઈ શકતું નથી. પોલિસીનું પ્રીમયમ આ રાઈડરના કારણે બદલાઈ શકે છે. આ કારણે જરૂરી છે કે રાઈડર ધ્યાનથી લેવામાં આવે.

કોના માટે ફાયદાકારક છે રાઈડર

ક્રિટિકલ ઈલનેસનું રાઈડર તે લોકો માટે વધુ ફાયદાકારક છે, જે ઘરમાં એકલા કમાનાર છે. અચનાકથી આવી બિમારી આવી જાય તો આ રાઈડરથી ઘણી રાહત રહે છે. કારણ કે રાઈડરમાં ઈલાજના પૈસા સિવાય પોકેટ એલાન્સ પણ મળે છે. આ કારણે લોકોએ ક્રિટિકલ ઈલનેસ રાઈડર કે વ્યક્તિગત ક્રિટિકલ ઈલનેસ પ્લાન લેવો જોઈએ.

દરેક વખતે યોગ્ય પોલિસીની પસંદગી કરો

રાઈડર દરેક પોલિસીની સાથે મળે છે. આ કારણે રાઈડર નહિ પરતું યોગ્ય પોલિસીની પસંદગી કરવી જોઈએ. ઈન્શ્યોરન્સ પોલિસી મુખ્ય રૂપથી ત્રણ પ્રકારની હોય છે. આ કારણે લેતા પહેલા પોતાની જરૂરિયાતને સમજો અને પછીથી નક્કી કરો કે કઈ પોલિસી તમારે લેવી જોઈએ.

જીવન વીમો લાંબા સમય માટે લેવો જોઈએ

આજકાલ જીવન વીમો ખૂબ જ ઓછા સમય માટે પણ ઉપલબ્ધ છે. જોકે આ વીમો તમારે તમારી કમાવવાની ઉંમર સુધી જરૂર લેવો જોઈએ. કારણ કે આ ઉંમરમાં તમારી પર સૌથી વધુ નાણાંકીય દબાણ હોય છે.

પોલિસી લેતા પહેલા જોઈ લો ક્લેમ સેટલમેન્ટ રેશિયો

વીમો લેતા પહેલા કંપનીનો કલેમ સેટલમેન્ટ રેશિયો જરૂર જોઈ લેવો જોઈએ. જો કોઈ કંપનીનો કલેમ સેટલમેન્ટ રેશિયો સારો નથી તો તેને લેતા પહેલા તમારે બચવું જોઈએ.

આગળની સ્લાઈડમાં વાંચો, વીમો લેતી વખતે સાચી જાણકારી આપો...

You should take this illness rider with term insurance

વીમો લેતી વખતે સાચી જાણકારી આપો 

 

જો તમે આ અંગેની વિગત આપતા નથી તો તમને કલેમ મળવામાં ચોક્કસ મુશ્કેલી થઈ શકે છે. કેટલાક લોકો પોતાને જેતે રોગ હોવા છતાં પણ ઈન્શ્યોરન્સ પોલિસી લેતી વખતે આ અંગેની માહિતી કંપનીને આપતા નથી.

X
You should take this illness rider with term insurance
You should take this illness rider with term insurance
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App