ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» You should read this news if you buy products online

  ઓનલાઈન શોપિંગ કરો છો તો, આ સમાચાર જરૂર વાંચો

  Divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 12:37 PM IST

  ઓનલાઈન શોપિંગની સુવિધા શરૂ થયા બાદ આમ આદમી માટે ઘરે બેઠા ખરીદી કરવી ખૂબ જ સરળ થઈ ગઈ છે
  • ઓનલાઈન શોપિંગ કરો છો તો, આ સમાચાર જરૂર વાંચો
   ઓનલાઈન શોપિંગ કરો છો તો, આ સમાચાર જરૂર વાંચો

   યુટિલિટી ડેસ્કઃ ઓનલાઈન શોપિંગની સુવિધા શરૂ થયા બાદ આમ આદમી માટે ઘરે બેઠા ખરીદી કરવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે આ સુવિધામાં છેતરપિંડી પણ વધી છે. એક સર્વેના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન શોપિંગ કરનાર દર ત્રીજા વ્યક્તિને નકલી સામાન મળે છે. સર્વેના જણાવ્યા પ્રમાણે ઈ-કોમર્સ કંપનીઓની વિરુધ્ધ સતત ફરિયાદો વધી રહી છે.

   ઓનલાઈન શોપિંગને લઈને હાલમાં જ બે સર્વે થયા છે. તેમાં એક માર્કેટ રિસર્ચ અને એનાલિટિકસ કંપની વેલોસિટી એમઆર નામની કંપનીએ કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ સર્વેમાં પ્રકાશમાં આવ્યું છે કે સર્વેમાં સામેલ દરેક ત્રીજા વ્યક્તિમાંથી એકને નકલી સામાન મળ્યો છે. સર્વેમાં એ પણ પ્રકાશમાં આવ્યું છે કે બ્રાન્ડ જેટલી પોપ્યુલર છે, તેનું વેચાણ વધુ થાય છે અને તે બ્રાન્ડના નામ પર નકલી સામાન ખૂબ જ વેચાય છે.


   બીજો સર્વે લોકલસર્કિલ નામની કંપની કંપનીએ કર્યો છે. કંપનીના સર્વેમાં પ્રકાશમાં આવ્યું છે કે સામેલ લોકોમાંથી 38 ટકાને ગત એક વર્ષ દરમિયાન ઓનલાઈન શોપિંગ કરવા પર નકલ સામાન મળે છે. આ લોકોને આ નકલ સામાન લીડિંગ ઓનલાઈન શોપિંગ પોર્ટલ પર ખરીદી કરવા પર મળી રહ્યો છે.

   મોટા ભાગના ગ્રાહકોને જે નકલી સામાન મળ્યો છે તે પરફયુમ, ફેશન, શુઝ, કપડા સહિતની કેટેગરીમાં સામેલ છે. આ સર્વે એવા સમયમાં આવ્યો જયારે ભારત સરકાર ઓનલાઈન શોપિંગ દરમિયાન છેતરપિંડી પર લગા કસવા માટે નિયમ લાવવાની તૈયારી કરી રહી છે.

   ઘણીવાર જયારે તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો ત્યારે તમને અસલી સામનની જગ્યાએ નકલી સામાન પહોંચી જાય છે. આવા મામલાઓમાં મોટા ભાગે કશું થઈ શકતું નથી. આ કારણથી ગ્રાહકોને વધુ નુકશાન સહન કરવું પડે છે. જોકે ભારત સરકાર એક વ્યવસ્થા કરવા જઈ રહી છે. જો તમારી સાથે કોઈ આવી છેતરપિંડી થાય છે તો તમને તમારા પુરા પૈસા પરત મળે. આ નવી વ્યવસ્થાને 'કેશબેક' નામ આપવામાં આવી શકે છે.

   એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારની વ્યવસ્થા તૈયાર કરવા માટે વાતચીત વૈચારિક સ્તર પર ચાલી રહી છે. અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે આ ચર્ચા ઈ-કોમર્સ કંપનીઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડિયન પોલિસી એન્ડ પ્રમનોશન (ડીઆઈપીપી)ની વચ્ચે થઈ રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: You should read this news if you buy products online
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top