Divya Bhaskar

Home » National News » Utility » જો તમે પણ Gmailથી મોકલો છો બધાને ઈમેલ, તો ધ્યાનથી વાંચી લો આ સમાચાર । You should know these new features of gmail

જો તમે પણ Gmailથી મોકલો છો બધાને ઈમેલ, તો ધ્યાનથી વાંચી લો આ સમાચાર

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 05:01 PM

ગૂગલ ઝડપથી Gmailમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે

  • જો તમે પણ Gmailથી મોકલો છો બધાને ઈમેલ, તો ધ્યાનથી વાંચી લો આ સમાચાર । You should know these new features of gmail
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ ગૂગલ ઝડપથી Gmailમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. ગૂગલ તેને નવી ડિઝાઈન આપવાની તૈયારી કરી લીધી છે, બાદમાં યુઝર્સને નવા ફિચર્સ યુઝ કરવા માટે મળશે. જીમેલ એપ્સમાં હાલમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે વેબમાં કોઈ ખાસ ઈન્ટરફેસ ચેન્જ દેખાયો નથી. નવા ફિચર્સના ફર્સ્ટ લુક લીક થવાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યાં છે. આશા છે કે થોડા સપ્તાહમાં નવા ફિચર્સ લાઈવ થઈ જશે.

    ગૂગલે હાલ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કર્યું નથી કે જીમેલની નવી ડિઝાઈન કેવી હશે. જોકે આશા એવી કરવામાં આવી રહી છે કે નવી વેબ ડિઝાઈનને મોબઈલ એપના આધાર પર બદલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગૂગલે 2014માં Inbox એપને સંપૂર્ણ રીતે નવી ડિઝાઈન આપી હતી.

    આવી શકે છે ઓટો રિપ્લાઈનું ફીચર

    રિપોર્ટના જણાવ્યા અનુસાર, નવા જીમેલમાં સ્માર્ટ રિપ્લાઈનો ફિચર આવી શકે છે. જેમાં ઈમેલના કન્ટેન્ટના આધાર પર તમને મેલને રિપ્લાઈ કરવા માટેનું સજેશન મળે છે. જેને તમે રિપ્લાઈ તરીકે સેન્ડ કરી શકો છો. તેમાં કસ્ટમ એપ્લાઈ ટેકસ્ટ હોય છે.

    આગળની સ્લાઈડ્સમાં જાણો, બીજા સંભવિત ફિચર્સ વિશે...

  • જો તમે પણ Gmailથી મોકલો છો બધાને ઈમેલ, તો ધ્યાનથી વાંચી લો આ સમાચાર । You should know these new features of gmail
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓફલાઈન મેસેજ થશે સેવ

     

    જીમેલનું ઓફલાઈન એક્સેસ કોમ્પ્યુટર માટે થશે, જે અંતર્ગત ઈમેલને કોમ્પ્યુટરમાં ઓફલાઈન સ્ટોર કરી શકાશે.

     

    આગળની સ્લાઈડ્સમાં જોવા માટે ક્લીક કરો

  • જો તમે પણ Gmailથી મોકલો છો બધાને ઈમેલ, તો ધ્યાનથી વાંચી લો આ સમાચાર । You should know these new features of gmail
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મેલને કરી શકશો સ્નૂઝ

     

    જે મેલનો રિપ્લાઈ તરત આપી શકતા નથી, તેને સ્નૂઝ કરવાનો ઓપ્શન પણ તમારી પાસે ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. તેને સ્નૂઝ કર્યા બાદ તે થોડી વાર બાદ પરત Inboxમાં આવી જશે.

     

    આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

  • જો તમે પણ Gmailથી મોકલો છો બધાને ઈમેલ, તો ધ્યાનથી વાંચી લો આ સમાચાર । You should know these new features of gmail

    લે આઉટ થઈ શકે છે ચેન્જ

     

    આ ફીચર્સની સાથે જ ગૂગલ જીમેલનો લુક ચેન્જ કરી શકે છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર, ગૂગલે વાયદો કર્યો છે કે યુઝર્સને કલીન અને ફ્રેશ લુક મળશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending