કૂલર નવું હોય કે જૂનું, આ 5 ટિપ્સથી આપશે ઠંડી હવા

એપ્રિલ મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં જ ગરમીએ તેનો રંગ બતાડવાની શરૂઆત કરી છે

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 12:29 PM
You should  follow these tips if you have cooler

યુટિલિટી ડેસ્કઃ એપ્રિલ મહિનાના પ્રથમ ત્રણ દિવસમાં જ ગરમીએ તેનો રંગ બતાડવાની શરૂઆત કરી છે. તાપમાનમાં રોજ વધારો થઈ રહ્યો છે. નાગપુરમાં તો ટેમ્પરેચર 40 ડિગ્રીની પાર થઈ ચુકયું છે. એવામાં ગરમીથી રાહત મેળવવા માટે AC કે કુલરનો યુઝ કરવો જરૂરી થઈ ગયો છે. AC ખરીદવું દરેકના બજેટમાં આવતું નથી. તે કૂલરની સરખામણીમાં મોંઘા હોય છે, સાથે જ તેનું બિલ પણ વધુ આવે છે. જયારે બીજી તરફ એવું બને છે કે કૂલર ઘણીવાર ઠંડી હવા આપતું નથી. એવામાં અમે તમને અહીં કેટલીક એવી બાબતો જણાવી રહ્યાં છે જેનાથી કૂલરની હવા ઠંડી થઈ જશે. આ ટિપ્સની મદદથી જૂના કલરની હવા પણ ઠંડી થઈ જશે.

કૂલરને ખુલ્લી જગ્યામાં રાખો

કૂલર જૂનું હોય કે નવું તેને ખુલ્લી જગ્યામાં રાખો. બની શકે તો કૂલરને ઘરની કોઈ વિન્ડો પર ફિકસ કરી લો. કૂલરને જેટલો ખુલ્લો એરિયા મળશે એટલી ઠંડી હવા આપશે. જો ઘરની બારી નાની છે તો તેને જાળીવાળા દરવાજાની પાસે પણ રાખી શકાય છે.

આગળની સ્લાઈડ્સમાં જાણો, કૂલરથી ઠંડી હવા લેવાની આવી જ કેટલીક ટિપ્સ...

You should  follow these tips if you have cooler

કૂલર પર તાપ ન આવે

 

કૂલરને ઘરની જે ખુલ્લી જગ્યા પર રાખો તેની પર તાપ ન આવો જોઈએ. જો તાપ આવશે તો તમને ઠંડી હવા મળશે નહિ. સાથે જ તેનું પાણી પણ ખત્મ થઈ જશે. જો બારીઓ પર તાપ આવે છે અને કૂલર ત્યાં લાગેલૂ છે, તો આવા સંજોગોમા બારીઓ પર ચાદર લગાવી દો.

 

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો

You should  follow these tips if you have cooler

વેન્ટિલેશન હોવું જરૂરી

 

ઘણાં ઘરમાં કૂલર લાગેલું હોય છે, પરતું વેન્ટિલેશન હોતું નથી. કૂલરની હવામાં ઠંડક ત્યારે થાય છે, જયારે હવાને તે રૂમમાંથી બહાર નિકળવાની જગ્યા મળે છે. એવામાં ઘરની બહાર હવા નીકળવાનો બીજો રસ્તો ખુલ્લો હોય તે જરૂરી છે.

 

કૂલરનું ઘાસ બદલો

 

કૂલરની જાળીમાં ધાસનો ઉપયોગ થાય છે, તેમાં ધીરે-ધીરે ધૂળ જામી જાય છે. ઘણીવાર પાણીમાં પણ કચરો આવી જાય છે. એવામાં હવા આવવાનો રસ્તો બ્લોક થઈ જાય છે. એવામાં જરૂરી છે કે દર મહિને કૂલરનું ઘાસ બદલવામાં આવે. ઘાસ કયારે પણ જોડે-જોડે ન રાખવામાં આવે. તેની વચ્ચે ગેપ હોવી જોઈએ.

 

આગળની સ્લાઈડ્સમાં જોવા માટે ક્લીક કરો

You should  follow these tips if you have cooler

પાણીની ફલો ચેક કરો

 

કૂલરમાં ઉપયોગ થનાર વોટર પંપથી પાણીનો ફલો યોગ્ય થઈ રહ્યો છે કે નહિ. એ બાબતનું પણ ધ્યાન રાખો. સાથે જ પાણીની ટ્રેમાં પાણી નીકાળનારું હોલ બંધ તો નથીને, તે પણ જોવો. જો પાણી ઘાસ સુધી નહિ પહોંચે તો હવા ઠંડી નહિ આવે.

X
You should  follow these tips if you have cooler
You should  follow these tips if you have cooler
You should  follow these tips if you have cooler
You should  follow these tips if you have cooler
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App