Home » National News » Utility » You should follow these five tips for becoming businessman

તમારી પાસે થશે ઘણાં પૈસા, જો જીવનમાં અપનાવશો આ 5 બાબતો

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 10:28 PM

વધુ પૈસા બનાવવા માટે તમે શુ કરી શકો છો.

 • You should follow these five tips for becoming businessman
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ વધુ પૈસા બનાવવા માટે તમે શુ કરી શકો છો. સીધો જવાબ છે તમે બિઝનેસમેન બની જાવ. બીજો સવાલ છે સફળ બિઝનેસમેન બનવા માટે શુ કરવું પડશે. જોકે તેનો કોઈ સીધો જવાબ નથી. કારણે સફળતાનો કોઈ શોર્ટકટ કે રસ્તો નથી હોતો. વિશ્વભરમાં કેરિયર ગુરુ અને બ્લોગર સફળ બિઝનેસમેન બનવાની સ્કીલ પર વર્ષોથી લખતા રહ્યાં છે.

  મોટા ભાગના લોકો માને છે કે બિઝનેસમાં સફળતા તમારી કોઈ ખાસ સ્કીલ પર નિર્ભર કરે છે. જો તમારામાં આ સ્કીલ છે તો તમે સરળતાથી બિઝનેસમાં સફળતાની સીઢી ચઢી શકશો. બિઝનેસ વેબસાઈટ ઈંક ડોટકોમે હાલમાં જ પોતાના રિપોર્ટમાં કેટલીક એવી જ સોફટ સ્કીલની વાત કરી છે. તે એ સ્કીલ છે, જે સફળ બિઝનેસમેન બનવામાં તમારી મદદ કરે છે. તો ચાલો જાણીએ આ સ્કીલ વિશે. જો સફળ બિઝનેસમેન બનીને તમે પણ ઘણાં બધા પૈસા કમાવવા માંગો છો તો આ સ્કીલ્સને જરૂર અપનાવો.

  આગળની સ્લાઈડમાં વાંચો....

 • You should follow these five tips for becoming businessman
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નંબર 1: કઈ પણ વિચાર્યા વગર કરે છે પ્રોડકટનું વેચાણ

   

  મોટા ભાગના બિઝનેસમેન એમ વિચારીને પોતાની પ્રોડકટ કે સર્વિસ તૈયાર કરે છે કે લોકો તેને ખરીદી લેશે. તે એટલું જ વિચાર છે કે તેમણે માત્ર વેચાણ જ કરવાનું છે, તે પણ યોગ્ય નથી. મોટા ભાગે મોટા બિઝનેસમેન એમ માને છે કે તે કોઈ ચીજો વેચી રહ્યાં નથી પરતું લોકોને કઈક સારી વસ્તુ આપે. એટલે કે તમારે લોકોને પોતાની સાથે જોડવાની કોશિશ કરવાની રહેશે.

 • You should follow these five tips for becoming businessman
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  નંબર 2: પોતાની સાથે-સાથે બીજાનું ટેન્શન દૂર કરવામાં પણ કરો મદદ

   

  એક એન્ટરપ્રેન્યોર હોવાને કારણે તમારી અંદર સૌથી મોટું ટેન્શન મેનેજ કરવાની સ્કીલ હોવી ખૂબ જ જરૂરી છે. પરિસ્થિતિ પછી કેટલી પણ પ્રતિકુળ કેમ ન હોય. તમને તેમાંથી નીકળવાનું આવડવું જોઈએ. સાથે જ તમારી કોશિશ હોવી જોઈએ કે ઈમ્પલોઈસ પણ સ્ટ્રેસ ફ્રી થઈને કામ કરે. એટલા માટે તમારે ઓફિસના માહોલને ટેન્શન ફ્રી રાખવાની હમેશા કોશિશ કરવી પડશે.

 • You should follow these five tips for becoming businessman
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નંબર 3: પડકારથી ન ભાગો

   

  જયારે તમે બિઝનેસ શરૂ કરો છો તો પડકાર માટે તૈયાર રહો. શરૂઆતમાં થઈ શકે છે કે તમારી પાસે સરળતાથી તક આવી જાય. પરતું તમારે પોતાની પ્રોડકટ કે સર્વિસની વેલ્યુ સાથે સમજાવટ કરવી પડે. જો આમ થાય તો તેણે તકનો સ્વીકાર કરવાથી બચવું પડે. જો તમારી પ્રોડકટ સારી છે તો તમે તેની વેલ્યુ જાણો છો તો કયારે પણ પડકારોથી પાછળ ન હટો. તમારે ત્યાં સુધી કોશિશ કરવાની રહેશે, જયાં સુધી તમને તમારી પ્રોડકટ કે સર્વિસની યોગ્ય વેલ્યુ ન મળે.  

 • You should follow these five tips for becoming businessman
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  નંબર 4: ન બનો આદેશ આપનાર

   

  મોટા ભાગના લીડર્સની આદત હોય છે કે એમ્પલોઈને ઓર્ડર આપે છે કે આ કરો, આ રીતે કરો. જોકે લીડર્સે એમ્પલોઈને તેની સ્કીલ, પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરવાની તક આપવી જોઈએ. લીડર્સે તેના એમ્પલોઈને એમ્પાવર કરવા જોઈએ. એ જાણવાની કોશિશ કરો કે તમારા એમ્પલોઈમાં શુ ખાસ વાત છે. તેમની યૂએસપી શું છે, કઈ ચીજ તેમને પ્રેરણા આપે છે. તેમની કામ કરવાની રીતમાં કોઈ પ્રકારની યુનીકનેસ છે કે કેમ. જો તમારો એમ્પલોઈ પોતાના તરફથી કોઈ સિચ્યુએશન હેન્ડલ નથી કરી શકતો તો તમે તેને બતાવો કે કામ કઈ રીતે કરવું જોઈએ.

 • You should follow these five tips for becoming businessman

  નંબર 5 કોન્ટેકટ નહિ દોસ્ત બનાવો

   

  બિઝનેસને આગળ વધારવા માટે ઓળખ બનાવવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય બોલચાલમાં આપણે તેને કોન્ટેકટ બનાવવાનું કહીએ છીએ. પરતું સત્ય તો એ કે આપણે કોન્ટેકટ નહિ દોસ્ત બનાવવા જોઈએ. કામકાજ સિવાય પણ ઘણાં એવા પ્રસંગ હોય છે, જયાર આપણે લોકો સાથે વાતચીત કરી શકીએ છીએ. તેમની હાલચાલ જાણી શકીએ છીએ. તમારી ઓળખ માત્ર બિઝનેસ મેલ્સ મોકલવા સુધી સિમિત ન રહેવી જોઈએ. તેમની સાથે મિત્રતા બનવવી જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ