આધાર લિન્કિંગના નામે આ રીતે થાય છે છેતરપિંડી, રહો એલર્ટ

અલગ-અલગ સેવાઓને આધાર સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 08:40 PM
You should be aware of this thing during aadhaar linking

નવી દિલ્હીઃ અલગ-અલગ સેવાઓને આધાર સાથે લિન્ક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. અત્યાર સુધીમાં 87 કરોડ લોકો આધારને લીન્ક કરાવી ચુકયા છે. જોકે આધાર લિન્કંગના નામે કેટલાક લોકો છેતરપિડીં કરી રહ્યાં છે. ફોન કરીને આધાર લિન્કીંગના નામે એકાઉન્ટસ ડિટેલ પ્રાપ્ત કરીને ઘણાંના એકાઉન્ટસને ખાલી કરવામાં આવી ચુકયા છે. આધાર ઈસ્યુ કરનારી સર્વોચ્ચ ઓથોરિટી UIDAIએ આધારના નામ પર લોકોને સાવધાન રહેવા જણાવ્યું છે. એવી કોઈ ભૂલ ન કરો જેથી તમને આર્થિક રીતે નુકશાન થાય. આધારની તમામ સેવાઓ સાથે જોડાયેલી એક જ વેબસાઈટ અને એક જ એપ છે. આ સિવાય તેમની કોઈ બીજી એપ કે વેબસાઈટ નથી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આધાર લિન્ક કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો...

You should be aware of this thing during aadhaar linking

માત્ર એક જ એપ mAadhaar

પોતાના ટવીટર પર ઈસ્યું કરવામાં આવેલી એક નોટીસમાં UIDAIએ કહ્યું છે કે તેમની એક જ ઓફિશિયલ એપ છે. તેનું નામ mAadhaar છે. તેનું લેટેસ્ટ વર્ઝન ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. જયારે uidai.gov.inની એક માત્ર વેબસાઈટ છે.

You should be aware of this thing during aadhaar linking

લિન્કિંગ માટે કોલ નહિ

ઓથોરિટી તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે બેન્ક એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરવા માટે  UIDAI તરફથી પણ કસ્ટમરને કોલ કરવામાં આવતો નથી. જો UIDAIના નામ પરથી કોઈ પણ પ્રકારનો ફોન કોલ આવે છે, તો બેન્ક અને આધાર સાથે જોડાયેલી ડિટેલ કોઈને પણ ન આપો.

You should be aware of this thing during aadhaar linking

માત્ર 3 જગ્યાએથી બેન્ક એકાઉન્ટને આધાર સાથે લીન્ક કરો

UIDAIના જણાવ્યા પ્રમાણે, જો તમારે તમારા બેન્ક એકાઉન્ટને આધાર સાથે લીન્ક કરાવવું છે તો માત્ર 3 રીતનો જ યુઝ કરો. તો તમે લોગઈન કરીને વેબસાઈટનો યુઝ કરો અથવા બેન્કની બ્રાન્ચ કે એટીએમમાં જાવ. આ સિવાય તમે બેન્કે આપેલા આઈવીઆર નંબર પર ફોન કરીને આ પ્રક્રિયા પુરી કરી શકો છો.

અત્યાર સુધીમાં 87 કરોડ બેન્ક

એકાઉન્ટ આધાર સાથે થયા લીન્ક

સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 87 કરોડ બેન્ક એકાઉન્ટ આધાર સાથે લીન્ક થઈ ચુકયા છે. તે ભારતમાં ખુલેલા કુલ સંખ્યાના લગભગ 80 ટકા છે. સિમ કાર્ડની વાત કરવામાં આવે તો લગભગ 60 ટકા સિમને આધાર સાથે લિન્ક કરવામાં આવી ચુકયા છે. સિમ અને બેન્ક ખાતાને આધાર સાથે લીન્ક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે.

X
You should be aware of this thing during aadhaar linking
You should be aware of this thing during aadhaar linking
You should be aware of this thing during aadhaar linking
You should be aware of this thing during aadhaar linking
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App