આ ભૂલ કરશો તો કેન્સલ થઈ જશે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ

ડ્રાઈવિંગ દરમિયાન તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 02:20 PM
You must know driving licence cancellation rules

યુટિલિટી ડેસ્કઃ ડ્રાઈવિંગ દરમિયાન તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોઈ પણ નિયમને તોડવ પર ચલાન કે થોડા મહિનાની કેદ પણ થઈ શકે છે. આ સિવાય તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ રદ કરવામાં આવી શકે છે. મોટર વ્હીકલ એક્ટ 1998ની કલમ-19 અંતર્ગત એવી ઘણી સ્થિતિ છે જયારે ટ્રાફિક પોલિસ તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરી શકે છે. એવામાં જો તમે ડ્રાઈવિંગ કરો છો તો તમને આ તમામ નિયમ અને કલમ વિશે માહિતી હોવી જોઈએ. અમે આ અંગે સંજય તિવારી, આસિસ્ટન્ટ RTO, ભોપાલ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે એવી ઘણી કલમો છે જેમાં તમારું વ્હીકલ જપ્ત કરવામાં આવી શકે છે.

વ્હીકલ ચલાવતી વખતે આ દસ્તાવેજોની નકલ હોવી જરૂરી

1 લાઈસન્સ (મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 3 પ્રમાણે)

2 રજિસ્ટ્રેશન (મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 39 પ્રમાણે)

3 ફિટનેસ (મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 56 પ્રમાણે)

4 પરમિટ (મોટર વ્હીકલ એકટ 1988ની કલમ 66 પ્રમાણે)

5 વિમો (મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 146 પ્રમાણે)

ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થવાની કન્ડીશન

ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ

જો તમે ડ્રિન્ક કરીને ડ્રાઈવ કરો છો તો તમારી ઉપર મોટર વ્હીકલ એકટની કલમ 185 લગાડવામાં આવે છે. તેમાં લખવામાં આવ્યું છે કે તમે મોટર વ્હીકલ એક્ટની કલમ 185નું ઉલ્લંધન કર્યું તો મોટર વ્હીકલ એકટની કલમ 207 અંતર્ગત વ્હીકલ જપ્ત કરવામાં આવે છે. તેમને આદેશ આપવામાં આવે છે કે તેઓ ઓરીજનલ ડોકયુમેન્ટ સી.જે.એમ કોર્ટમાં રજૂ કરે.

આગળની સ્લાઈડ્સમાં જાણો, કયાં નિયમો અનુસાર તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ થઈ શકે છે...

You must know driving licence cancellation rules

હેલમેટ ન પહેરવું

બાઈક ડ્રાઈવિંગ દરમિયાન હેલમેટ હમેશા પહેરવું જોઈએ. જયારે કાર ડ્રાઈવિંગમાં સીટ બેલ્ટ લગાવવો જોઈએ. જો તમે આ નિયમોનું પાલન કરતા નથી તો પણ ડ્રાઈવરનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાનો અધિકાર ટ્રાફિક પોલિસની પાસે છે.

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો...

You must know driving licence cancellation rules

ઓવર સ્પીડ

મોટરવ્હીકલના નિયમોમાં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમારા વ્હીકલની સ્પીડ કઈ જગ્યાએ કેટલી રાખવી જોઈએ. એવામાં તમે આવી જગ્યાએ ઓવર સ્પીડમાં વ્હીકલ ચલાવો છો અને તમારી કોઈ ફરિયાદ કરે છે તો ડ્રાઈવિંગ લાઈસન્સને રદ થઈ શકે છે.

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો...

You must know driving licence cancellation rules

મોબાઈલનો યુઝ

બાઈક કે કાર ડ્રાઈવિંગ દરમિયાન તમે મોબાઈલનો યુઝ કરો છો તો તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવામાં આવી શકે છે. એટલું જ નહિ તમારી ઉપર દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો...

You must know driving licence cancellation rules

ગાડી ઓવરલોડ થવી 

ઓવરલોડ ગાડી ચલાવવા બદલ જો એક વખત તમારું ચલાણ કપાઈ ગયું છે તો ફરીથી ભૂલ કરવા બદલ તમારું લાઈસન્સ રદ કરવામાં આવી શકે છે. એટલે કે તમારી બાઈક પર 3 લોકો અને કારમાં 5થી વધુ લોકો બેસે છે તો આવી સ્થિતિમાં તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવામાં આવી શકે છે.

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો...

You must know driving licence cancellation rules

ગાડી પર નંબર પ્લેટ ન હોવી

ગાડી પર બંને તરફ નંબર પ્લેટ હોવી ખૂબ જ જરૂરી છે. ઘણાં લોકો ગાડીમાં માત્ર પાછળની તરફ જ નંબર પ્લેટ લગાવે છે. આ સ્થિતિમાં ટ્રાફિક પોલિસ તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરી શકે છે.

આગળની સ્લાઈડ્સ જોવા માટે ક્લીક કરો...

You must know driving licence cancellation rules

નિયમોનું પાલન ન કરવું

ટ્રાફિક સાથે સંકળાયેલા તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. નિયમ તોડવા પર જેલ કે દંડ કે બંને થઈ શકે છે. સાથે જ લાઈસન્સ પણ રદ કરવામાં આવી શકે છે.

X
You must know driving licence cancellation rules
You must know driving licence cancellation rules
You must know driving licence cancellation rules
You must know driving licence cancellation rules
You must know driving licence cancellation rules
You must know driving licence cancellation rules
You must know driving licence cancellation rules
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App