• Home
  • Utility
  • you must change your debit and credit cards before december 31 know why it's required

31 ડિસેમ્બર પહેલા બદલી નાંખો તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, જાણો શા માટે છે જરૂરી

you must change your debit and credit cards before december 31 know why it's required

divyabhaskar.com

Nov 14, 2018, 11:53 AM IST

યુટિલિટી ડેસ્કઃ બેન્કો દ્વારા પોતાના દરેક એકાઉન્ટ હોલ્ડરને એક મેસેજ મોકલવામાં આવે છે, જેમાં તેઓ ડેબિટ અને ક્રેડિટ કાર્ડને અપગ્રેડ કરવાનું કહે છે. આ મેસેજ દરેકને આવ્યો હશે. પરંતુ બની શકે કે આપણે તેને ઇગ્નોર કર્યો હોય. જો તમે પણ આ મેસેજને ઇગ્નોર કર્યો હોય તો જાણી લો કે આ પ્રોસેસ કરવી દરેક માટે જરૂરી છે. તમારે તમારા જૂના કાર્ડ સાથે નવા કાર્ડને રિપ્લેસ કરવા પડશે, જો તમે આ નહીં કરો તો આગામી 31 ડિસેમ્બર પછી તમારા જૂના કાર્ડ બંધ થઇ જશે.

શા માટે રિપ્લેસ કરવા જરૂરી છે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ
આ પ્રશ્ન દરેકના મનમાં ઉઠતો હશે કે શા માટે આપણે આપણા ડેબિટ કે ક્રેડિટ કાર્ડને રિપ્લેસ કરવા જોઇએ. તો તમને જણાવી દઇએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI) દ્વારા દરેક બેન્કને નિર્દેશ આપ્યા છે કે 31 ડિસેમ્બર પહેલા તમામ એકાઉન્ટ હોલ્ડરના ડેબિટ અને ક્રેડિટ કાર્ડને બદલવામાં આવે અને જૂના કાર્ડને બંધ કરવામાં આવે, અને દરેક બેન્કે આ નિર્દેશને અનુસરવું પડશે.

ગેરકાયદે ટ્રાન્જેક્શન અને ફ્રોડથી બચાવવા માટે ભરવામાં આવી રહ્યું છે આ પગલું
આરબીઆઇ દ્વારા બેન્કોને આ નિર્દેશ આપવા પાછળનો હેતુ ઓનલાઇન ફ્રોડ, એટીએમ ફ્રોડ, ગેરકાયદે ટ્રાન્જેક્શનથી તમામ એકાઉન્ટ હોલ્ડરને બચાવવાનો છે. તમે બેન્કમાં રાખેલા પૈસા સિક્યોર હોવા જોઇએ અને તેને સુરક્ષિત રાખવાની જવાબદારી બેન્કની છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડેબિટ અને ક્રેડિટ પાયરસીના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા જેમાં ઓનલાઇન બેન્કિંગ ફ્રોડ કેસ નોંધાયા હતા. જેને ધ્યાનમાં રાખીને નવા ચિપ બેસ્ડ કાર્ડ્સ બહાર પાડવામાં આવ્યા છે. જે તમારા પૈસા અને ટ્રાન્જેક્શનને સેફ રાખશે.


ઇવીએમ ચિપવાળા કાર્ડ છે વધારે સુરક્ષિત
એટીએમ કાર્ડનું ક્લોન બનાવીને ગ્રાહકો સાથે જે છેતરપંડી થઇ રહી હતી, જેમાં આરબીઆઇને જાણવા મળ્યું કે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ જૂની ટેક્નિક થઇ ચૂકી છે અને તે સુરક્ષિત પણ નથી. જેના કારણે તેને બંધ કરવામાં આવી રહ્યાં છે. તેના સ્થાને EMV ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે ઇવીએમ ચિપવાળા કાર્ડ હાલના ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની સરખામણીએ વધારે સુરક્ષિત છે. નવા કાર્ડમાં એક નાની અમથી ચિપ લાગેલી હશે, જેમાં તમારા ખાતાની તમામ માહિતી હશે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હોય છે, જેથી કોઇ તેના ડેટાને ચોરી શકતું નથી. ઇવીએમ ચિપવાળા કાર્ડમાં ટ્રાન્જેક્શન દરમિયાન યુઝરની ઓળખ કરવા માટે એક યુનિક ટ્રાન્જેક્શન કોડ જનરેટ થાય છે. જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે, જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડમાં એવું થતું નથી.

X
you must change your debit and credit cards before december 31 know why it's required
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી