Home » National News » Utility » આઇડિયા પસંદ પડશે તો બિઝનેસ માટે પૈસા આપે છે આ કંપનીઓ । you have business idea then these vcf firms will offer you money

આઇડિયા પસંદ પડશે તો બિઝનેસ માટે પૈસા આપે છે આ કંપનીઓ, તમે પણ કરો એપ્લાય

Divyabhaskar.com | Updated - May 16, 2018, 05:23 PM

બિઝનેસની સંભાવના તેમને દેખાય તો તે માત્ર તમને પૈસા જ નથી આપતી, પરંતુ બિઝનેસને ગ્રો કરવા માટે પુરતી મદદ પણ કરે છે

  • આઇડિયા પસંદ પડશે તો બિઝનેસ માટે પૈસા આપે છે આ કંપનીઓ । you have business idea then these vcf firms will offer you money
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ જો તમારી પાસે કોઇ આઇડિયા છે, જેના પર કામ કરીને તમે તમારો બિઝનેસ શરૂ કરવા માગી રહ્યા છો, પરંતુ પૈસા ન હોવાના કારણે તમે તમારા આઇડિયા પર કામ નથી કરી શકતા તો મુંઝવણ ન અનુભવો. દેશમાં અનેક એવી કંપનીઓ અને એજન્સી છે, જે તમારો આઇડિયા પસંદ પડે અને બિઝનેસની સંભાવના તેમને દેખાય તો તે માત્ર તમને પૈસા જ નથી આપતી, પરંતુ બિઝનેસને ગ્રો કરવા માટે પુરતી મદદ પણ કરે છે.

    વેન્ચર કેપિટલ ફંડ આપે છે આ કંપનીઓ


    આ કંપનીઓ વેન્ચર કેપિટલ ફંડ(વીસીએફ) ફર્મ્સ કહેવાય છે. કેન્દ્ર સરકારના સંગઠન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ બેંક ઓફ ઇન્ડિયા(સીડબી)ની સ્ટાર્ટ-અપ મિત્ર યોજના હેઠળ એવી કેટલીક વીસીએફ ફર્મની ઓળખ કરી છે. જેથી તમે કોઇ ખોટી કંપનીના ચક્કરમાં ફસાઇ ન જાઓ. સિડબી તમને આ વીસીએફ કંપનીઓ અંગે જાણકારી પણ આપે છે. તમે તમારા શહેરમાં સીડબી કાર્યાલયમાં જઇને આ વીસીએફ કંપનીઓ અંગે જાણકારી મેળવી શકો છો. અથવા તમે સીડબીની વેબસાઇટ પર જઇને આ કંપનીઓ અંગે માહિતી મેળવી શકો છો.

    એગ્રી બિઝનેસ માટે પૈસા આપે છે આ કંપનીઓ


    જો તમે એગ્રી બિઝનેસ શરૂ કરવા માગો છો તો કોઇ વેન્ચર કેપિટલ ફર્મ માત્ર એગ્રી બિઝનેસ માટે પૈસા આપે છે. બંગાલુરુની ફર્મ કૈપઅલૈપ એગ્રી બિઝનેસ પર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આ ઉપરાંત ઓમનીવોર પાર્ટનર્સ ઇન્ડિયા, સીફ ઇન્ડિયા એગ્રી બિઝનેસ ફંડ દ્વારા એગ્રી બિઝનેસ સ્ટાર્ટ-અપને ફંડ આપવામાં આવે છે. સીફ દ્વારા અત્યારસુધીમાં 33 દેશોમાં એગ્રી બિઝનેસ સ્ટાર્ટ અપ્સને પૈસા આપવામાં આવ્યા છે. સીફ હવે ભારત પર ફોકસ કરી રહી છે. સીફ સહીત દરેક ફર્મ્સમાં ફાયનાન્સ માટે અપલાય કરવા માગો છો તો તમે આ ફર્મની વેબસાઇટ પર જઇ શકો છો.

    આઇટી બિઝનેસ માટે અહીંથી લો પૈસા


    જો તમે કોઇ આઇટી સાથે જોડાયેલા બિઝનેસ(સ્ટાર્ટઅપ)ને શરૂ કરવા માગો છો તો અનેક એવી ફર્મ છે, જે તમને સરળતાથી પૈસા આપી શકે છે. સીડબી અનુસાર આઇટી સ્ટાર્ટઅપને આઇડિયા સ્પ્રિંગ કેપિટલ, એક્સફિનિટી ટેક્નોલોજીસ ફંડ, યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર્સ, વેન્ચરઇસ્ટ ટીનેટ, સીએસઆઇઆર ટેક વગેરે કંપનીઓ દ્વારા ફંડ આપવામાં આવે છે. આ કંપનીઓ આઇટી બેઝ્ડ આઇડિયા પર ઇન્વેસ્ટ કરે છે. જો તમારી પાસે આઇડિયા છે તો આ દરેક ફર્મની વેબસાઇટ પર જઇને તમે ફર્મ અને તેમની શરતો અંગે જાણી શકો છો.


    આગળની સ્લાઇડ્સમાં વાંચો સોશિયલ વેન્ચર માટે આ કંપનીઓ આપી રહી છે પૈસા

  • આઇડિયા પસંદ પડશે તો બિઝનેસ માટે પૈસા આપે છે આ કંપનીઓ । you have business idea then these vcf firms will offer you money
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સોશિયલ વેન્ચર માટે આ કંપનીઓ આપી રહી છે પૈસા

    જો તમે કોઇ સોશિયલ વેન્ચર શરૂ કરવા માગો છો તો અનેક વેન્ચ કેપિટલ ફર્મ તમારા વેન્ચરમાં પૈસા લગાવી શકે છે. સીબડી અનુસરાર, સમૃદ્ધિ ફંડ, મહારાષ્ટ્ર સ્ટેટ સોશિયલ વેન્ચર ફંડ, અંકુર કેપિટલ ફંડ દ્વારા સોશિયલ વેન્ચર માટે ફંડ આપવામાં આવે છે. ફંડ માટે તમે આ ફર્મ્સની વેબસાઇટ પર એપ્લાય કરી શકો છો. 
     

    આ કંપનીઓ આપે છે પૈસા

    સીબડી અનુસાર ભારતમાં હેલ્થ કેર સ્ટાર્ટ અપ્સની ઘણી સંભાવનાઓ છે અને અનેક આવા સેક્ટરમાં ઘણા સ્ટાર્ટઅપ આવી પણ રહ્યા છે. સીબડી અનુસાર આ સ્ટાર્ટઅપ ફાયનાન્સ માટે સબ્રે પાર્ટનર્સ, સ્પિરંગ હેલ્થકેર ઇન્ડિયા ફંડ, વેંચરઇસ્ટ લાઇફ ફંડ કંપનીનો સંપર્ક કરી રહી છે. સંપૂર્ણ જાણકારી માટે આ કંપનીઓની વેબસાઇટ પર જઇ શકો છો. 

    આગળની સ્લાઇડ્સ પર વાંચો એનર્જી સેક્ટરને પૈસા આપે છે કંપનીઓ

  • આઇડિયા પસંદ પડશે તો બિઝનેસ માટે પૈસા આપે છે આ કંપનીઓ । you have business idea then these vcf firms will offer you money

    એનર્જી સેક્ટરને પૈસા આપે છે કંપનીઓ

     જો તમે એનર્જી સેક્ટરમાં સ્ટાર્ટઅપ લગાવવા માગો છો તો અનેક વેન્ચર કેપિટલ ફર્મ તમને સપોર્ટ કરી શકે છે. સીબીડી અનુસાર સ્ટાર્ટઅપ મિત્ર યોજના હેઠળ જે ફર્મની ઓળખ કરવામાં આવી છે, તેમાં ઇન્ફયૂસ કેપિટલ ફંડ, કેએસકે એનર્જી વેન્ચર લિમિટેડ, કર્ણાટક સેમીકંડક્ટર વેન્ચર કેપિટલ સામેલ છે. આ કંપનીઓ, તેમની શરતો અંગે કંપનીઓની વેબસાઇટ પર વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending