ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» મુકેશ અંબાણી બનાવશે તમને બિઝનેસમેન, લેવી પડશે 3 મહિનાની ટ્રેનિંગ । if you have any business idea than mukesh ambani will help you

  બિઝનેસ શરૂ કરવામાં મુકેશ અંબાણી કરશે મદદ, આપશે સંપૂર્ણ ગાઇડન્સ

  Divyabhaskar.com | Last Modified - May 17, 2018, 08:11 PM IST

  જો તમારી પાસે આઇડિયા છે તો મુકેશ અંબાણીની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ તમને આગળ વધવામાં મદદ કરશે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારી પાસે આઇડિયા છે તો મુકેશ અંબાણીની રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ તમને આગળ વધવામાં મદદ કરશે. તેના માટે કંપનીએ JioGenNext પ્લેટફોર્મ વિકસિત કર્યું છે, જે નવા આઇડિયાવાળા સ્ટાર્ટઅપને પોતાના Jio ઇકોસિસ્ટમની મદદ ઉપલબ્ધ કરાવે છે. અહીં કંપનીના એક્સપર્ટની સલાહથી લઈને ટ્રેનિંગ સુદ્ધાંની મદદ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અહીં લોકો પોતાના બિઝનેસ આઇડિયા ક્યારેય પણ આપી શકે છે. કંપની દર ત્રણ મહિનામાં નવો પ્રોગ્રામ શરૂ કરે છે, જેમાં નવા લોકોને સામેલ કરવામાં આવે છે.

   શું છે આ પ્રોગ્રામ

   કંપની JioGenNext નામથી એક ઈકોસિસ્ટમ ચલાવે છે. અહીં નવા આઇડિયા આપનારને ત્રણ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે. લોકોએ પોતાના બિઝનેસ આઇડિયા અહીં મોકલવાના હોય છે, જેને એક જૂરીની સામે રાખવામાં આવે છે. જૂરીને જેનો આઇડિયા પસંદ આવે તેને 3 મહિનાની ટ્રેનિંગ માટે સિલેક્ટ કરે છે. અહીં રિલાયંસના બિઝનેસ લીડર ટ્રેનિંગ આપવા સિવાય તેમને પોતાના સ્ટાર્ટઅપ શરૂ કરવા અથવા આગળ વધારવા માટે ટ્રિંક્સ પણ બતાવે છે.

   રૂપિયા પણ લગાવી શકે છે રિલાયંસ

   રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયંસ Jio ટ્રેડિશનલી વેંચર કેપિટલ ફર્મ નથી, પરંતુ તે એવી કંપનીઓમાં રોકાણ કરી શકે છે જે RIL અથવા Jioના લક્ષ્યને પૂરું કરવામાં મદદરૂપ બની શકતા હોય. જ્યાં સુધી RIL અથવા Jioની સાથે મળીને કામ કરવાની વાત છે તો કંપની તેની ગેરેન્ટી નથી આપતી, પરંતુ જો શક્યતા હોય તો વિચાર કરી શકે છે.

   કેવી રીતે કરશો અપ્લાય

   જો તમે આ ટ્રેનિંગમાં રસ ધરાવતા હોવ તો કંપનીની વેબસાઇટ પર જઈને સીધા અપ્લાય કરી શકો છો. કંપનીની વેબસાઇટ છે https://www.jiogennext.com/faq. આ વેબસાઇટ પર એક પ્રશ્ન-જવાબનો પેજ છે જેમાં કંપનીએ લોકોને પૂછવામાં આવતા મોટાભાગના પ્રશ્નોના જવાબ આપી રાખ્યાં છે. તેની સાથે અહીં અપ્લાય કરવાની લિંક પણ આપેલી છે. આ લિંકને ક્લિક કરવા પર એક ફોર્મ સામે આવે છે, જેને ભરવા પર તમારી એપ્લિકેશન કંપની પાસે જતી રહે છે. પછી કંપની તમારો સંપર્ક કરશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મુકેશ અંબાણી બનાવશે તમને બિઝનેસમેન, લેવી પડશે 3 મહિનાની ટ્રેનિંગ । if you have any business idea than mukesh ambani will help you
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top