Google Pay થકી 1 લાખ રૂપિયા જીતવાની તક, 18 સપ્ટેમ્બર સુધી મળશે ફાયદો

Google Tezને એક વર્ષ થવા બદલ તેજ ફર્સ્ટ એનિવર્સરી ઓફર કરાઇ રહી છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 01:15 PM
you can win 1 lakhs with use of Google Pay, know how to get

યુટિલિટી ડેસ્કઃ ગુગલ ઇન્ડિયાએ 18 સપ્ટેમ્બર 2017ના રોજ ભારતમાં Google Tez લોન્ચ કરી હતી અને 28 ઓગસ્ટ 2018એ તેને અપગ્રેડ કરીને તેનું નામ Google Pay કરી દેવામાં આવ્યું છે. આ એપ થકી તમે તમારા બેન્ક એકાઉન્ટને લિંક કરીને યુપીઆઇ થકી પેમેન્ટ કરી શકો છો. ગુગલે આ એપથી ટ્રાન્જેક્શન કરનારા લોકો માટે આકર્ષક રિવર્ડ સ્કીમની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે જો યૂઝર્સ ગુગલ પેથી ટ્રાન્જેક્શન કરે છે તો તેમને 1 લાખ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક મળી શકે છે.

18 સપ્ટેમ્બર સુધી મળશે તક
આ માટે યૂઝર્સે 18 સપ્ટેમ્બર 2018 સુધી સવારે 9 વાગ્યા સુધીમાં Google Payનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 5 ટ્રાન્જેક્શન કરવા પડશે. યૂઝર્સ ગુગલ તેજ યુપીઆઇ આઇડીનો ઉપયોગ કરી પર્સન ટૂ પર્સન ટ્રાન્જેક્શન, બીજી બેન્ક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર અને કેશ મોડ તથા બેન્ક એકાઉન્ટ થકી મર્ચન્ટને પેમેન્ટ કરી શકશે. ગુગલ પેની આ ઓફર હેઠળ કંપની કુલ 5 કરોડ રૂપિયાનું રિવર્ડ આપવા જઇ રહી છે.

રિવર્ડની રકમ 5 રૂપિયાથી લઇને 1 લાખ રૂપિયા સુધી
રિવર્ડની રકમ 5 રૂપિયાથી લઇને 1 લાખ રૂપિયા સુધી છે. કંપનીનું કહેવું છે કે અમુક લકી વિનર્સ જ ફુલ અમાઉન્ટ જીતી શકશે. ધ્યાન રહે કે આ પ્રસ્તાવ તમિળનાડુના રહેવાસીઓ માટે નથી. ગુગલ પેની સૌથી ખાસ વાત એ છે કે તમે ગુગલ પે થકી લોન પણ લઇ શકો ચો. આ માટે ગુગલે અનેક બેન્ક સાથે ભાગીદારી કરી છે. આ માટે ગુગલે ફેડરલ બેન્ક, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ અને કોટક મહિન્દ્રા બેન્ક સાથે ભાગીદારી કરી છે. ગુગલ અનુસાર અમુક ઇએમઆઇમાં ગ્રાહકને લોન સુવિધા આપી શકશો. લોનની રકમ પ્રી-એપ્રૂવ હશે અને બેન્ક ગ્રાહકોને બેન્ક થકી આ રાશિ આપવામાં આવશે.

X
you can win 1 lakhs with use of Google Pay, know how to get
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App