Divya Bhaskar

Home » National News » Utility » You can start your own business skiping job

નોકરી છોડીને શરૂ કર્યો બિઝનેસ, આજે કરે છે કરોડોમાં કમાણી

Divyabhaskar.com | Updated - May 12, 2018, 12:15 AM

એક તરફ ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યાં છે

 • You can start your own business skiping job
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  નવી દિલ્હીઃ એક તરફ ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જયારે બીજી તરફ નોકરી છોડીને ખેતીવાડી સાથે જોડાનારની સંખ્યા વધવા લાગી છે. અસમના રહેનાર સમીર રંજન બોરડોલાઈ પણ આ પૈકીના એક છે. જેમણે પોતાની નોકરી છોડીને ખેતીવાડીને માત્ર કેરિયર બનાવ્યું છે એવું નથી પરતું કરોડોનો કારોબાર સ્થાપ્યો છે. તો ચાલો જાણીએ સમીરે કઈ રીતે આ મુકામ પ્રાપ્ત કર્યું છે.

  સમીરે જણાવ્યું કે એગ્રીકલ્ચરમાં ગ્રેજયુએશન કર્યા બાદ તે ટાટા કેમિકલ્સના એગ્રોકેમિકલ ડિવિઝનમાં નોકરી કરવા લાગ્યા. અસમના જોરહટ જિલ્લામાં તેમનું પોસ્ટિંગ થયું. અહીં તેમણે જોયું કે મોટા ભાગના ખેડૂત ટી ક્રોપ પર નિર્ભર રહ્યાં છે. તે સારી ખેતી માટે કેમિકલ્સ અને ફર્ટીલાઈઝરનો ખુબ જ ઉપયોગ કરી રહ્યાં છે. ખેડૂતોને કેમિકલ્સના કોકટેલથી બચાવવા માટે તેમને આઈડિયા મળ્યો અને 2003માં તેમના ફર્સ્ટ વેન્ચર એસએસ બોટેનિકલ્સની શરૂઆત થઈ. સમીર એગ્રીપ્રેન્યોર છે અને તેમને એકથી વધુ બિઝનેસમાં હાથ અજમાવ્યા છે. તેમની કંપનીનું ટર્નઓવર 3 કરોડ રૂપિયાથી વધુ છે.

  આગળ વાંચો...

 • You can start your own business skiping job
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  બે બેન્કોનો મળ્યો સાથ, તો વધ્યા આગળ

   

  સમીર કહે છે કે આઈડિયાથી પ્રભાવિત થઈને બે બેન્કોએ તેમનો સાથ આપ્યો. એસબીઆઈ પાસેથી તેમણે 5 લાખ રૂપિયાની લોન લઈને શરૂઆત કરી હતી. બાદમાં ઈન્ડિયન બેન્કે 10 લાખની લોન આપી. લોન મળ્યા બાદ તેમણે એક એગ્રી ક્લીનીકની શરૂઆત કરી. જયાં તે માટીની તપાસની સાથે ખેતી સાથે જોડાયેલા અન્ય બાબતો પર ખેડૂતોને સુચન આપે છે. 

   

  બાળકોને આપે છે એગ્રીપ્રેન્યોર બનવાનો મંત્ર

   

  આ સિવાય સમીર સ્કુલ સ્તર પર બાળકોને ખેતી વિશે જાણકારી આપવાના હેતુંથી ફાર્મા સ્કુલ પણ ચલાવે છે. અહીં બાળકોને ખેતીવાડીની જાણકારી આપવામાં આવે છે. તેમનું કહેવું છે કે તેમનો હેતું યુવાઓ જે શહેર તરફ જતા રહે છે, તેને રોકવાનો છે. સાથે જ તે ખેતી કરીને પોતાના પગ પર ઉભા રહી શકે અને સારી ઈન્કમ અર્જિત કરી શકે. તેની સાથે 2000થી વધુ ખેડૂતો જોડાયેલા છે.

   

  આગળ વાંચો

 • You can start your own business skiping job

  ફાર્મ ટુરિઝમ પર શરૂ કર્યું છે કામ

   

  સમીરનું કહેવું છે કે ખેતીવાડીમાં કમાણીની ખુબ જ સભાવનાઓ છે. તેમણે હાલમાં ફાર્મ ટુરિઝમ પર કામ શરૂ કર્યું છે. તેના દ્વારા તે પર્યટકને ગાંમની રહેણીકરણીથી પરિચિત કરાવે છે. આ સિવાય તેમણે એક ગ્રીન કમાન્ડોનો કોનસેપ્ટ તૈયાર કર્યો છે, જેનો હેતું યુવાઓને ખેતી વિશે માહિતી આપવાનો છે.

   

  મોડલ વિલેજ કર્યું ડેવલોપ

   

  તેમણે નોર્થ-ઈસ્ટના કેટલાક જિલ્લામાં મોડલ વિલેજની શરૂઆત કરી છે. જયાં ખેડૂતો માત્ર ઓર્ગેનિક ખેતી કરે છે અને સંસાધનોને બચાવવા પર ભાર આપે છે. આ સિવાય વાસની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે. વાસથી બનેલા સામાનની સારી ડિમાન્ડ છે. તેનાથી ખેડૂતોની ઈન્કમ વધારવામાં મદદ મળશે.

   

  આ છે બિઝનેસ મોડયુલ

   

  સમીરે એક અન્ય ફાર્મની સ્થાપન કરી છે, જેનું નામ ફાર્મ2ફૂડ ફાઉન્ડેશન છે. તેના દ્વારા તે ખેડૂતો અને યુવાઓને ખેતીની ટેક્નિકસ શીખવાડે છે. એમડી ઓગ્રોનિક્સ અંતર્ગત 250 ગાયો છે. આ સિવાય તે પોતાના ફર્મથી 650 ટન વર્મી કમ્પોસ્ટ પણ તૈયાર કરે છે. તેને વેચીને પૈસા મળી જાય છે. આ સિવાય તે તેવી કંપનીઓના સ્ટોક ખરીદે છે, જેનો ફોકસ રૂરલ છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending