સસલાંનો ઉછેર કરી કમાઇ શકો છો 7થી 8 લાખ રૂ., 4 લાખથી શરૂ કરો બિઝનેસ

10 યુનિટથી કરી શકો છો વ્યાપાર, ફોર્મના ડાયરેક્ટરે આપ્યો બિઝનેસ શરૂ કરવાનો આઇડિયા

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 08:11 PM
you can start rabbit business in only 4 lakh rupee

યુટિલિટી ડેસ્ક: નવો બિઝનેસ શરૂ કરવાની ઇચ્છા છે તો લગભગ 4 લાખ રૂપિયા લગાવીને રેબિટ(સસલું) ફાર્મિંગ શરૂ કરી શકાય છે. એટલે તમે રેબિટનો ઉછેર કરી વર્ષે 7થી 8 લાખ રૂપિયા કમાઇ શકો છો. સમગ્ર ભારતમાં હજારો ખેડૂતો રેબિટનો ઉછેર કરી સારી ઇનકમ મેળવી રહ્યા છે. રેબિટને મીટ અને તેના વાળથી બનતા ઉન માટે ઉછેરવામાં આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે રેબિટ ફાર્મિંગ કરી સારી કમાણી કરી શકો છો.

હરિયાણાના જિંદ સ્થિત પેરાડાઇઝ રૅબિટ ફોર્મ ઉત્તર ભારતનું સૌથી મોટું બ્રીડિંગ સેન્ટર અને બિઝનેસ પ્રોવાઇડર છે. પેરાડાઇઝ રૅબિટ ફોર્મના ડાયરેક્ટર રાજેશ કુમારે વાતચીતમાં જણાવ્યું કે સસલાંનાં ઉછેર માટે આ વ્યાપારને યુનિટમાં વચેવામાં આવ્યા છે. એક યુનિટમાં 7 માદા અને 3 નર સસલાં હોય છે. પેરાડાઇઝ ફોર્મે આના ફાર્મિંગ માટે શરૂઆત સ્તર 10 યુનિટનું રાખ્યું હતું. 10 યુનિટથી ફાર્મિંગ શરૂ કરવા માટે લગભગ 4થી 4.5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. આમા ટિન શેડ લગભગ 1થી 1.5 લાખ રૂપિયા, પાંજરામાં 1થી 1.25 લાખ રૂપિયા, ઘાસ અને આ યુનિટ્સ પર લાગતો લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ સામેલ છે.

6 મહિના બાદ થાય છે બ્રીડિંગ શરૂ
રમેશે જણાવ્યું કે નર અને માદા સસલાં લગભગ 6 મહિના બાદ બ્રીડિંગ માટે તૈયાર થાય છે. એક માદા સસલું એકવારમાં 6થી7 બચ્ચાને જન્મ આપે છે. માદા સસલાંનો પ્રેગ્નેંશી પીરિયડ 30 દિવસનો હોય છે અને તેના આગલા 45 દિવસોમાં બચ્ચા લગભગ 2 કિલોગ્રામના થઇ જાય છે અને વેચવા લાયક થઇ જાય છે. રાજેશ અનુસાર એક માદા સસલાંથી અંદાજિત 5 બચ્ચા થાય છે. આ પ્રકારથી 45 દિવસોમાં 350 બચ્ચાનો જન્મ થાય છે. સસલાનું યુનિટ બચ્ચા પેદા કરવા લાયક વયસ્ક હોય છે. આમા છ મહિના સુધી રાહ જોવાની જરૂર પડતી નથી.

7થી8 લાખ હોય છે અંદાજિત ઇનકમ

પેરાડાઇઝ ફોર્મ સસલા ઉછેર માટે યુનિટ વેચવાથી લઇને તેને ખરીદવાનો પણ કોન્ટ્રાક્ટ કરે છે. ડાયરેક્ટર રાજેશ કુમારે જણાવ્યું કે, 10 યુનિટ સસલાથી 45 દિવસોમાં તૈયાર થયેલા બચ્ચાને વેચી લગભગ 2 લાખ રૂપિયામાં વેચાય છે. તેને અમે ફાર્મ બ્રીડિંગ, મીટ અને ઉન વ્યાપાર માટે વેચીએ છીએ. એક માદા સસલું વર્ષભરમાં ઓછામાં ઓછી સાત વાર પ્રેગ્નેંટ થાય છે. પરંતુ, જો આપણે મોટોલિટી, બીમારી સહિત બધાને ધ્યાનમાં રાખીએ અને અંદાજિત 5 પ્રેગ્નેંશી પીરિયડ પણ માની લઇએ તો વર્ષભરમાં 10 લાખ રૂપિયાના સસલા વેચાઇ જાય છે, જ્યારે, ઘાસ પર ખર્ચ 2થી 3 લાખ રૂપિયા માની લઇએ તો 7 લાખ રૂપિયા શુદ્ધ ઇનકમ થાય છે. જો કે, શરૂઆતી વર્ષ કુલ 4.5 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેંટને આમાથી નિકાળી દેવામાં આવે તો પણ 3 લાખ રૂપિયાની ઇનકમ થઇ જાય છે.

ફ્રેંચાઇઝી પણ આપી રહી છે પેરાડાઇઝ
ડાયરેક્ટર રાજેશ કુમારે જણાવ્યું કે તે હાલના સમયે પેરાડાઇઝ રેબિટ કાર્મની ફ્રેન્ચાઇઝી પણ આપે છે. ફ્રેંચાઇઝી માટે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ રાજ્ય નક્કી કરવામાં આવ્યા છે. ફ્રેન્ચાઇઝીમાં પણ નક્કી આવકની ગેરંટી હોય છે. સસલા બ્રીડિંગથી લઇને તેના માર્કેટિંગની બધીજ ટ્રેનિંગ આપવામાં આવશે.

X
you can start rabbit business in only 4 lakh rupee
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App