ઘરના રૂમમાં કરી શકો છો આ બિઝનેસ, આવી રીતે કરી શકો છો કમાણી

યુટિલિટી ડેસ્કઃ જો તમારા શહેરમાં ટૂરિઝમ ઓપ્શન છે, તો તમારું ઘર બેડ એન્ડ બ્રેકફાસ્ટ બિઝનેસ માટે કામ આવી શકે છે. જે થકી તમ

divyabhaskar.com | Updated - May 27, 2018, 12:59 PM
you can start business at home govt will help you

યુટિલિટી ડેસ્કઃ જો તમારા શહેરમાં ટૂરિઝમ ઓપ્શન છે, તો તમારું ઘર બેડ એન્ડ બ્રેકફાસ્ટ બિઝનેસ માટે કામ આવી શકે છે. જે થકી તમે સારી એવી કમાણી કરી શકો છો. ભારત સરકારનું ટૂરિઝમ મંત્રાલય આ તક આપી રહ્યું છે. બ્રેક એન્ડ બ્રેકફાસ્ટ બિઝનેસ હેઠળ એક રૂમથી લઇને 6 રૂમ સુધી ટૂરિસ્ટને રહેવા માટે આપી શકો છો. તો ચાલો જાણીએ આ સ્કીમમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકાય છે. સાથે જ તમે કેવા પ્રકારની સર્વિસ આપી શકો છો.

શું છે બીએન્ડબી


બીએન્ડબી જેવું નામમાં લખ્યું છે તમારે ટૂરિસ્ટને બેડ અને બ્રેકફાસ્ટની સુવિધા આપવાની છે. તમારા ઘરમાં ટૂરિસ્ટ આવીને રોકાય છે અને તેને એક રૂમ તથા સવારે બ્રેકફાસ્ટ આપવાનો હોય છે. તે જેટલા દિવસ રોકાય છે એટલા દિવસનું તે પેમેન્ટ કરે છે.


બીએન્ડબી માટે કેવી રીતે કરશો એપ્લાય


આ માટે તમારા ઘરને ટૂરિઝમ મિનિસ્ટ્રીની બીએન્ડબી સ્કીમ હેઠળ રજિસ્ટર કરાવવાની હોય છે. તેમજ મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમ દ્વારા બનાવવામાં આવેલા અમુક સ્ટાન્ડર્ડનું પાલન કરવાનું રહેશે. તમારે એક ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમની વેબસાઇટ અને મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમની રિજનલ ઓફિસમાં મળી જશે.

એપ્લિકેશનમાં આપવી પડશે આટલી જાણકારી
- પર્સનલ અને એરિયાની જાણકારી


પર્સનલ જાણકારી ઉપરાંત ઇસ્ટેબલિશમેન્ટનું નામ, કઇ કેટેગરીમાં એપ્લાય કરો છો ગોલ્ડ કે સિલ્વર, ઓનરનું નામ, પોસ્ટલ એડ્રેસ, ટેલિફોન નંબર, ઇમેઇલ, રેલવે સ્ટેશનનું અંતર, એરપોર્ટનું અંતર, સૌથી નજીકનું શોપિંગ સેન્ટર, સૌથીની નજીકનું બસ સ્ટેશન વગેરેની જાણકારી આપવાની હોય છે. ઘરમાં રહેતા સભ્યોની માહિતી પણ આપવી પડશે. બિલ્ડિંગ અને રૂમોના ફોટોગ્રાફ, ઇન્ટિરિયર, બાથરૂમ, લિવિંગ રૂમ અને બેડરૂમના ફોટો આપવા પડશે.

- પ્રોપર્ટીની જાણકારી


આ ઉપરાંત પ્રોપર્ટીની જાણકારી આપવાની હોય છે. જેમ કે પ્લોટ એરયા, કવર એરિયા, રૂમની સંખ્યા, સિંગલ બેડ કે ડબલ બેડ, ઘર લીઝ પર છે કે પોતાનું, એટેચ બાથરૂમવાળા રૂમોની સંખ્યા, કોમન એરિયા અથવા લોબીની જાણકારી, ડાઇનિંગ એરિયાની જાણકારી આપવાની રહેશે. ઘરમાં ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે કે નહીં, તેમ પણ જણાવવું પડશે.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

you can start business at home govt will help you

આપવી પડશે રજિસ્ટ્રેશન ફી

સિલ્વર કેટેગરીના રૂમ માટે 3 હજાર અને ગોલ્ડ કેટેગરીના રૂમ માટે 5 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી આપવી પડશે. જે ડિમાન્ડ ડ્રાફ્ટ થકી આપવાના રહેશે. દરેક ડોક્યુમેન્ટ્સ સેલ્ફ એટેસ્ટેડ હશે અને તેનો જવાબ ઓથોરિટી 30 દિવસ બાદ આપશે. બીએન્ડબીમાં ઓનરનું રહેવું જરૂરી છે અને તે ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ 6 રૂમ ભાડા પર આપી શકે છે. 
  
ટૂરિઝમ મિનિસ્ટ્રીની વેબસાઇટ પર મળશે બધી માહિતી

દરેક રાજ્યોમાં મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમની લોકલ ઓફિસ છે, જ્યાં તમે એપ્લાય કરી શકો છો. જોનલ ઓફિસની જાણકારી મિનિસ્ટ્રી ઓફ ટૂરિઝમની વેબાસાઇટ પર મળશે. 
 
બીએન્ડબીમાં કોણ કરી શકે છે રજિસ્ટ્રેશન


માત્ર એ જ પ્રોપર્ટી બીએન્ડબી માટે એપ્લાય કરી શકાય છે, જે પ્રોપર્ટી કાયદા હેઠળ રજિસ્ટર્ડ છે એટલે જેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. બીજી જે લીઝ પર છે તે પણ બીએન્ડબી માટે એપ્લાય કરી શકે છે. 

you can start business at home govt will help you

2 વર્ષ માટે મળશે લાયસન્સ


સરકારી ઓફિસ તમને લાયસન્સ આપે છે, જે 2 વર્ષ સુધી માન્ય હોય છે. દર બે વર્ષે બીએન્ડબી લાયસન્સ રિન્યૂ કરાવવાનું હોય છે. તેને ફરીથી રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું રહેશે. આ પ્રોપર્ટી પર પ્રોપર્ટી, વોટર અને ઇલેક્ટ્રિસિટી બિલ કોમર્શિયલ રેટ નથી લાગતો. ટૂરિઝમ મિનિસ્ટ્રીની વેબસાઇટ પર દેશના તમામ બીએન્ડબીની જાણકારી ઓનલાઇન મળે છે. 


ગેસ્ટનો રાખવો પડશે રેકોર્ડ


તમારે આવનારા દરેક ગેસ્ટનું રજિસ્ટ્રેશન મેઇન્ટેન કરવું પડશે. તેમની આઇડી પ્રૂફની ફોટોકોપી રાખવી પડશે. 


કેવી રીતે કરી શકો છો પ્રચાર


તમે તમારી બીએન્ડબી પ્રોપર્ટીને બુકિંગ ડોટ કોમ, ટ્રિવાગો અને એક્સપીડિયા જેવી વેબસાઇટ પર પ્રમોટ કરી શકો છો. 


કેવી રીતે થશે કમાણી


બુકિંગ ડોટ કોમ, ટ્રિવાગો અને એક્સપીડિયા જેવી વેબસાઇઠ પર તમારી પ્રોપર્ટી લિસ્ટ થયા બાદ બુકિંગ સરળતાથી થઇ જશે. તમે ટૂરિસ્ટ પાસે 2500થી 8000 રૂપિયા સુધીનું ભાડુ લઇ શકો છો. આ ભાડું ટૂરિસ્ટને મળતી સર્વિસ પર નિર્ભર કરે છે. જેમકે અત્યારે અનેક બીએન્ડબી ટ્રેનલર્સને ફ્રી વાઇફાઇ, લોન્ડ્રી, ટ્રાન્સપોર્ટ જેવી સુવિધા આપવામાં આવે છે. 

X
you can start business at home govt will help you
you can start business at home govt will help you
you can start business at home govt will help you
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App