ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Utility» You can sharp your mind through these way

    આ કામ કરશો તો તમારું મગાજ બનશે બિલ ગેટસ, અંબાણી જેવું

    Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 10:58 PM IST

    જાણકારોનું માનવું છે કે એ ઉંમર વાળા વ્યક્તિની સરખામણીમાં બાળકોનું મગજ ઈન્ટેલિજન્ટ હોય છે
    • આ કામ કરશો તો તમારું મગાજ બનશે બિલ ગેટસ, અંબાણી જેવું
      આ કામ કરશો તો તમારું મગાજ બનશે બિલ ગેટસ, અંબાણી જેવું

      નવી દિલ્હીઃ જાણકારોનું માનવું છે કે એ ઉંમર વાળા વ્યક્તિની સરખામણીમાં બાળકોનું મગજ ઈન્ટેલિજન્ટ હોય છે. મગજ સાથે સંકળાયેલી રમત જો તમે નાના બાળક સાથે રમો તો તેમાં તમારી હાર નિશ્ચિત છે. આમ એટલા માટે થાય છે કે કારણે એમનું મગજ આપણા મગજની સરખામણીમાં વધુ ઈન્ટેલિજન્ટ હોય છે. મુકેશ અંબાણી અને બિલ ગેટસ જેવા કારોબારીઓને પણ એટલા જ ઈન્ટેલિજન્ટ માનવામાં આવે છે. જો તમે પણ 2018માં તમારા મગજને ઈન્ટેલિજન્ટ બનાવવા માંગો છો તો આજથી આ કોઈ કામ શરૂ કરો.

      શું છે મગજ ઈન્ટેલિજન્ટ હોવાનો મતલબ

      મગજ ઈન્ટેલિજન્ટ હોવાનો અર્થ એ છે કોઈ કામ કરવા બાબતે આપણું મગજ યોગ્ય રીતે કામ કરે. યોગ્ય નિર્ણય કરે. કારોબારી વિશ્વમાં મોટા ભાગે એવા નિર્ણય કરવાના હોય છે, જયાં તમારો એક નિર્ણય તમામ વસ્તુઓને નષ્ટ કરી દે છે. સામાન્ય ભાષામાં કહેવામાં આવે તો મુશ્કેલ પરિસ્થિતિમાં તમારું મગજ સારું પરફોર્મન્સ આપે તો તેને ઈન્ટેલિજન્ટ કહેવામાં આવે છે. જોકે મોટી ઉંમરમાં પણ તેને પ્રાપ્ત કરવું તે કોઈ મુશ્કેલ કામ નથી. કેટલીક એવી રીતો પણ છે, જેનો ઉપયોગ કરીને તમે મગજને સરળતાથી ઈન્ટેલિજન્ટ બનાવી શકો છો. જોકે તેના માટે તમારે કેટલાક પગલા ભરવાના રહેશે. તો ચાલો જાણીએ મગજને ઈન્ટેલિજન્ટ બનાવનાર આ પગલા વિશે.


      હમેશાં નવી વસ્તુ શોધવી

      નવાપણનો એ અર્થ બિલકુલ નથી કે આપણે વિદેશી બની જઈએ કે આ પ્રકારના વિચારને વિકસિત કરીએ. નાવાપણાનો અર્થ છે કે નવો અનુભવ, નવા લોકો, નવી ચીજો સાથે છે, જેને આપણે રોજિંદી જિંદમાં લાવવા જોઈએ. તેના માટે જરૂરી છે કે તમે પોતાને નવા અનુભવ માટે તૈયાર રાખો અને મળેલી તકને જતી ન કરો. જો તમે આ બાબતને ધ્યાનથી જોશો તો બાળકોમાં આ વાત કોમન હોય છે, તે દરેક નવી ચીજનો અનુભવ કરવાની કોશિશ કરે છે.

      હમેશાં નવી વસ્તુ શોધવી

      નવાપણનો એ અર્થ બિલકુલ નથી કે આપણે વિદેશી બની જઈએ કે આ પ્રકારના વિચારને વિકસિત કરીએ. નાવાપણાનો અર્થ છે કે નવો અનુભવ, નવા લોકો, નવી ચીજો સાથે છે, જેને આપણે રોજિંદી જિંદમાં લાવવા જોઈએ. તેના માટે જરૂરી છે કે તમે પોતાને નવા અનુભવ માટે તૈયાર રાખો અને મળેલી તકને જતી ન કરો. જો તમે આ બાબતને ધ્યાનથી જોશો તો બાળકોમાં આ વાત કોમન હોય છે, તે દરેક નવી ચીજનો અનુભવ કરવાની કોશિશ કરે છે.

      ક્રિએટિવ વિચારો

      કઈક અલગ કરવું તે સારું છે, પરતું કોઈ જુના કામને અલગ રીતે કરવું તે ક્રિએટિવિટી છે. આ કોઈ કલા નથી આપણે બધા આમ કરી શકીએ છીએ. આ માટે આપણે આપણા વિચારને બદલવાનો છે. તેના ઘણાં ફાયદા છે. તેનાથી તમારી ઈન્ટેલિજન્સી વધે છે એવું નથી, તે પ્રોડકટિવિટી, એફિસિયન્સી, સક્સેસ અને હેપિનેસ વધારવામાં પણ મદદગાર નીવડે છે.

      કઠણ કામોમાં હાથ અજમાવવો

      તેનો અર્થ એવો નથી કે તમે હમેશાં કઠણ કામ કરતા રહો, પરતું લાઈફમાં જયારે પણ તક મળે આવા કામ કરવામાં પાછળ ન હટો. આવા કામો વગર કેલ્કયુલેટરે કેલ્યુકેલેશન કરવું, વગર જીપીએસએ રસ્તો શોધવો સહિતના કામો સામેલ છે. કારણે આનાથી આપણું મગજ મુશ્કેલ સમયમાં પણ સારા નિર્ણય લેવાને લાયક બને છે.

      નેટવર્ક

      આપણી લાઈફમાં નેટવર્કિંગનો મોટો રોલ હોય છે. તમે લાઈફમાં વધુને વધુ લોકોને મળો. વધુને વધુ ચીજોને જાણવાની કોશિશ કરો અને તમારી વાતને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરો. તેનાથી મગજમાં મેનેજમેન્ટની સ્કીલ ડેવલોપ થાય છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: You can sharp your mind through these way
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top