ઈન્ટરનેટ વિના IPL મેચ લાઈવ જુઓ આ ફોન પર

આ ફોનમાં ઈન્ટરનેટ વગર જોઈ શકાય છે IPLની લાઈવ મેચ

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 12:05 PM
You can see IPL match live on this phone without internet

યુટિલિટી ડેસ્કઃ શું તમને પણ લાગે છે કે તમારી પાસે ટીવી હશે, સ્માર્ટફોન અને ઈન્ટરનેટ હશે તો જ તમે IPL 2018ની મેચ લાઈવ જોઈ શકશો તો તમે ખોટા છો. તમે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વગર પણ આઈપીએલની મેચ જોઈ શકશો. જોકે તેના માટે તમારે એક ફીચર ફોન ખરીદવાનો રહેશે અને આ ફોનનું નામ છે ફોરમી ટીવી 1. આ ફીચર ફોનમાં તમે વગર ઈન્ટરનેટે પણ લાઈવ મેચ જોઈ શકશો. તો ચાલો જાણીએ આ ફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Forme TV1માં ડુઅલ સિમ સપોર્ટ, 2.8 ઈંચનું ટિએફટી ડિસપ્લે, કીપેડ, 8 જીબી સુધી વધારી શકાય તેટલી મેમરી, 2800 mAhની બેટરી છે. ફોનમાં ટોર્ચ અને રિયર કેમેરા પણ છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલો લાઈવ ટીવીનો સપોર્ટ છે. તેમાં આપવામાં આવેલા ટીવી વાળા બટનની મદદથી તમે લાઈવ ટીવી અને મેચ દેખી શકશો. ટીવી માટે ફોનમાં એક એન્ટિના પણ આપવામાં આવ્યું છે. જોકે હાલ દૂરદર્શન પર પણ આઈપીએલની મેચોનું પ્રસારણ થઈ રહ્યું છે. એવામાં તેનો ફાયદો તમે ફોન દ્વારા ઉઠાવી શકો છો. આ ફોનની કિંમત 1,399 રૂપિયા છે અને તેને ઓફલાઈન અને ઓનલાઈન સ્ટોર પરથી પણ ખરીદી શકાય છે.

Oneplus 6ની તસ્વીરો લીક, ત્રણ રંગોમાં થઈ શકે છે લોન્ચ

આવનાર વનપ્લસ સ્માર્ટફોન, વનપ્લસ 6ને લઈને છેલ્લા થોડા મહીનાથી સતત ચર્ચા છે. આ તમામ સમાચારોની વચ્ચે વનપ્લસ 6 સાથે જોડાયેલી ઘણી જાણકારીઓ અગાઉથી જ સામે આવી ગઈ છે. કંપનીએ પોતે જ કેટલીક જાણકારીઓનો ખુલાસો કર્યો છે. આવનારા વનપ્લાસ હેન્ડસેટમાં એક બેઝલ-લેસ ડિસપ્લે હશે જેની પર એક નોચ આપવામાં આવશે. ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 3.5 એમએમ હેડફોન જેક અને રિયર પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. જોકે એક નવી લીક થયેલી તસ્વીરમાંથી સ્માર્ટફોનમાંથી સંભવિત કલર વેરિયન્ટસનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

આગળની સ્લાઈડમાં વાંચો

You can see IPL match live on this phone without internet

બીબો પર લીક થયેલી એક તસ્વીરમાં વન પ્લસના આગામી સ્માર્ટફોનને ત્રણ રંગોમાં જોઈ શકાય છે. તેમાંથી એક રંગને કંપની પ્રથમ વાર રજૂ કરશે.

 

સ્માર્ટફોનની તસ્વીરમાં એક નેવી-બ્લૂ કલરમાં જોઈ શકાય છે. આ સિવાય વાઈટ અને બ્લેક વેરિઅન્ટસ પણ છે. હેન્ડસેટ નિર્માતાએ અગાઉના સ્માર્ટફોન્સને બ્લેક અને વાઈટ (સ્ટાર વાર્સ સ્પેશિયલ એડિશન) કલરમાં લોન્ચ કર્યું છે, જોકે બ્લૂ કલર વનપ્લસ ફેન્સ માટે પ્રથમ વાર આવશે.

આ લીક તસ્વીરમાં સ્માર્ટફોનને રિયરને જોઈ શકાય છે, જેની બંને તરફ સાઈડ બેજલ છે અને સમગ્ર બેક એક જ કલરમાં છે. જોકે, અલર્ટ સ્લાઈડર રેડ કલરમાં આપવામાં આવ્યું છે, જોકે ફિંગરપ્રિન્ટ સેન્સર અને પાવર બટન એક જેવા બ્લૂ કલર ટોનમાં છે.

 

ખાસ વાત એ છે કે ત્રણ કલર વેરિયન્ટસમાં મેટલની જગ્યાએ એક ગ્લાસ બેક પેનલ જોઈ શકાય છે. ઉલ્લેનીય છે કે આવનારા વનપ્લસ 6ના બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવેલી માહિતી લીક દ્વારા મળી છે. આ કારણે તેની પર સંપૂર્ણ ભરોસો ન કરો.

X
You can see IPL match live on this phone without internet
You can see IPL match live on this phone without internet
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App