ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Utility» You can provide 4 lakh safety covers to your family members

  મહિને માત્ર 28 રૂપિયાના ખર્ચમાં મેળવો 4 લાખનું ઈન્શ્યોરન્સ કવર

  Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 12:57 PM IST

  ખરાબ સમય જણાવીને આવતો નથી
  • મહિને માત્ર 28 રૂપિયાના ખર્ચમાં મેળવો 4 લાખનું ઈન્શ્યોરન્સ કવર
   મહિને માત્ર 28 રૂપિયાના ખર્ચમાં મેળવો 4 લાખનું ઈન્શ્યોરન્સ કવર

   નવી દિલ્હીઃ ખરાબ સમય જણાવીને આવતો નથી. આ કારણે આપણે તેની તૈયારી પહેલીથી કરી લેવી જોઈએ. તમારી પાસે માત્ર 28.5 રૂપિયા પ્રતિમાસમાં એક વર્ષ માટે 4 લાખ રૂપિયાનું સરક્ષા કવચ આપવાની તક છે. મોદી સરકાર આ અંતર્ગત બે ઈન્શ્યોરન્સ સ્કીમ ચલાવી રહી છે. જે અંતર્ગત ઈન્શ્યોરન્સ હોલ્ડરને 4 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જો તમારી પાસે આ સ્કીમ પહેલેથ છે તો તેની રિન્યુઅલની તારીખ આવી રહ છે. સાથે જ તમે નવેસરથી જોડાવવા માંગો છો તો તમે તેનાથી માત્ર 342 રૂપિયા આપીને જોડાઈ શકો છો. આ યોજનાને સરકારે ઓછી આવક વાળા લોકોની ઈમરજન્સી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવી છે. તેમા સામેલ થવા અને પ્રીમયમ ભરવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે...

   માત્ર 330 રૂપિયા વાર્ષિક પ્રીમયમમાં મોદી સરકારે આ બે મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરી છે. તેમાંથી એક છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના. આ યોજનાનું વાર્ષિક પ્રીમયમ 330 રૂપિયા છે. આ અંતર્ગત 2 લાખ રૂપિયાનો વીમો મળે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમયમ 330 રૂપિયા છે. આ અંતર્ગત 2 લાખ રૂપિયાનો વીમો મળે છે. આ યોજના 18થી 50 વર્ષ સુધીના વ્યક્ત માટે છે. 55 વર્ષનું છે કવર, જીવન જયોતિ યોજના અંતર્ગત 18-50 વર્ષની ઉંમરની વ્યક્તિ 330 રૂપિયાનું વાર્ષિક પ્રીમયમ આપીને, 2 લાખ રૂપિયાનું જીવન વીમા કવર લઈ શકશે. 55 વર્ષના ગાળા દરમિયાન જો વીમો લીધેલી વ્યક્તિનું મોત થાય છે તો, તેની નોમિનીને 2 લાખ રૂપિયાની રકમ મળશે.

   માત્ર 12 રૂપિયાનો ખર્ચ બીજી યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજનામાં તમારે સમગ્ર વર્ષનું માત્ર 12 રૂપિયા જ પ્રીમયમ આપવાનું છે. તેનાથી તમારા પરિવારને 2 લાખનો દુર્ધટના વીમો મળી જશે. કોઈ પણ વ્યક્તિ જેનું બચત ખાતું છે અને તેની ઉંમર 18-70 વર્ષન છે, તે આ સ્કીમનો લાભ લઈ શકે છે. તેમાં વિકલાંગતા પણ કવર છે, તેમાં વીમા હોલ્ડરને 2 લાખ રૂપિયાનું દુર્ધટના કવર મળશે. જયારે દુર્ધટના દરમિયા વિકલાંગત વગેરેની સ્થિતિમાં 1 લાખ રૂપિયાનું કવર મળશે. જોકે દુર્ધટના દરમિયાન વ્યક્તિની બંને આંખો જતી રહે છે કે પછી તેના હાથ અને પગ બેકાર થઈ જાય છે તો પણ 2 લાખ રૂપિયાનું કવર વીમાધારકને મળશે.

   21 મેથી 31 મે સુધી એકાઉન્ટમાં રાખેલા પૈસા જો તમે પહેલા જ આમાથી કોઈ પણ યોજનામાં અપનાવ્યા છે તો યાદ રાખો કે 21 મેથી 31 મે દરમિયાન તમારા બેન્ક એકાઉન્ટમાંથી પ્રીમયમની રકમ કાપવામાં આવશે. જો તમારા એકાઉન્ટમાં આટલા રૂપિયા નથી તો જરૂર જમા કરાવી લો નહિતર પોલિસી લેપ્સ થઈ જશે. જે લોકોને નવું રજિસ્ટ્રેશન કરાવવાનુ છે તે લોકો તો કયારે પણ તેમાં સામેલ થઈ શકે છે. કઈ રીતે મેળવશો આ સુવિધા, આ સુવિધા મેળવવી ખૂબ જ સરળ છે. તમે પોતાની કોઈ પણ નજીકની બેન્કમાં જઈને આ માટે અરજી કરી શકો છો. આ ખૂબ જ ઓછી મિનિટોનું કામ છે. આ સિવાય તમે બેન્ક મિત્રની પણ મદદ લઈ શકો છો. તેને આ સબધમાં સરકાર દ્વારા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. એટલું જ નહિ જ તમે ઈચ્છો તો વીમા એજન્ટ સાથે પણ સંપર્ક કરી શકો છો. આ યોજનાઓમાં રજિસ્ટ્રેશન સરકારે ખૂબ જ સરળ કરી દીધું છે. મગજમાં કોઈ સંદેહ હોય તો તમે ટોલ ફ્રી નંબર 1800 180 1111 પર કોલ કરી શકો છો. આ સિવાય તમે www.jansuraksha.gov.in કે www.financialservices.gov.in પર જઈને તમે આ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: You can provide 4 lakh safety covers to your family members
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top